શાહઆલમ તોફાનઃ સોશિયલ મીડિયામાં ખોટો વીડિયો વાયરલ કરનાર ઉમરખાન સહિત વધુ 15ની ધરપકડ

ઉમરખાને લખનઉના પોલીસ લાઠીચાર્જનો વીડિયો શાહઆલમની ઘટનાનો હોવાનું જણાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, જેના કારણે લોકોમાં વધુ ઉશ્કેરાટ ફેલાયો હતો. શાહઆલમ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 64 આરોપીઓની ધરપકડ કરી છે.
 

શાહઆલમ તોફાનઃ સોશિયલ મીડિયામાં ખોટો વીડિયો વાયરલ કરનાર ઉમરખાન સહિત વધુ 15ની ધરપકડ

મૌલિક ધામેચા/ અમદાવાદઃ શાહઆલમમાં નાગરિક્તા સુધારા કાયદાના વિરોધમાં અમદાવાદ બંધના એલાન દરમિયાન પોલીસ પર થયેલા હુમલામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ઉમરખાન સહિત વધુ 15 આરોપીઓની ધરપકડ કરી છે. ઉમરખાને લખનઉના પોલીસ લાઠીચાર્જનો વીડિયો શાહઆલમની ઘટનાનો હોવાનું જણાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, જેના કારણે લોકોમાં વધુ ઉશ્કેરાટ ફેલાયો હતો. આમ, શાહઆલમ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 64 આરોપીઓની ધરપકડ કરી છે. 

હુમલા પહેલા કરી હતી મિટિંગ
આ અંગે વિગતો આપતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું કે, "શાહઆલમમાં જે હુમલો થયો તેના પહેલા કોંગ્રેસના દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે ધાર્મિક સ્થળોએ જુદી-જુદી ત્રણ મીટિંગ કરી હતી. વિરોધ પ્રદર્શન માટે તેમણે 17 અને 18 ડિસેમ્બરની મંજૂરી માગી હતી, જે ન મળતાં આરોપી શહેઝાદે વીડિયો જાહેર કરી  મોટી સંખ્યામાં લોકોને હાજર રહેવાનો સંદેશો આપ્યો હતો."

MS વોટ્સએપ ગ્રૂપ પણ હતું કાર્યરત
બી.વી. ગોહિલે વધુમાં જણાવ્યું કે, "આરોપીઓ દ્વારા એક MS વ્હોટ્સએપ ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું હતું. મહેબુબ ખાન અને શરીફ ખાન નામના બિલ્ડર દ્વારા MS  નામનું એક વ્હોટ્સ એપ ગ્રૂપ બનાવાયું હતું. આ વ્હોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરીને જુદા-જુદા વિસ્તારમાં રહેતા લોકોને એક્ઠા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રેલી દરમિયાન પોલીસે જ્યારે લોકોને ડીટેઈન કર્યા ત્યારે વ્હોટ્સએપમાં વિવિધ મેસેજોનો મારો કરાયો હતો."

શનિવારે પકડાયેલા 15 આરોપીઓ
1. અશફાક ઈનાયતહુસેન સૈયદ
2. મોહંમદશરીફ સૈયદ
3. મુન્ના ઉર્ફે મૈયોદીન ખાજાસાબ દીવાન
4. પરવીનબાનુ ઉર્ફે મન્જુ ઐયુબભાઈ શેખ
5. મુફીસઅહેમદ અનીશઅહેમદ શેખ
6. એજાઝ ઉર્ફે ચુચુ જાકીરભાઈ રંગરેજ
7. બાબુભાઈ ઉર્ફે નિઝામ મહેબુબભાઈ રંગરેજ
8. મોહંમદસલમાન ઉર્ફે સલમાન મોહંમદ રીઝવાન શેખ
9. સરફરાજ ઉર્ફે સરફુસ દિલાવરભાઈ અજમેરી
10. મસ્તાન ઉર્ફે ગેંડો ખાજાસાબ દીવાન
11. ફિરોઝખાન મુસ્તુફાખાન પઠાણ
12. બબલુ મોહંમદ રમઝાન શેખ
13. મુબસીર મોહંમદહનીફ શેખ
14. રિઝવાન ઉર્ફે મુર્ગી ઉસ્માનભાઈ અન્સારી
15. ખલીલ અહેમદ જહીરઅહેમદ શેખ

જુઓ વીડિયો....

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શનિવારે સોશિયલ મીડિયામાં ખોટો વીડિયો વાયરલ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનારા કોંગ્રેસ માઈનોરિટી સેલના સેક્રેટરી ઉમરખાન પઠાણની સાથે વધુ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમ અત્યાર સુધી પોલીસે શાહઆલમ તોફાન કેસમાં કુલ 64 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news