close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ક્રાઈમ બ્રાન્ચ

સલમાન ખાનના બંગલા પર ક્રાઈમ બ્રાન્ચની રેડ, 29 વર્ષથી વોન્ટેડ અપરાધી પકડાયો

મુંબઈ પોલીસે બુધવારે સલમાન ખાનના બંગલાની દેખભાળ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Oct 10, 2019, 10:33 AM IST

દેશના યુવાઓને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક ઝડપાયું, 150 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ

દેશના યુવાધનને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યું છે . બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે 45 લાખની કિંમતનો 150 કિલો ગાંજો હેરાફેરી દરમિયાન ઝડપી પાડ્યો છે અને તેની સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

Jun 1, 2019, 07:17 PM IST

આગકાંડ : હાર્દિક પટેલ સુરત પહોંચતા જ પોલીસે કરી તેની અટકાયત

સુરતમાં અલ્પેશ કથીરિયાના ઘરે જઈ રહેલા કોંગ્રેસી નેતા હાર્દિક પટેલની કાર સુરત પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. સુરતના સરથાણા જકાતનાકા પાસે પોલીસ દ્વારા કારને રોકવામાં આવી હતી. પોલીસને એમ શંકા છે કે, હાર્દિક ઉપવાસ પર બેસવા જાય છે તેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. 

May 27, 2019, 11:52 AM IST

સુરત આગકાંડ : કોચિંગ ક્લાસનો માલિક વિદ્યાર્થીઓને ટાયર પર બેસાડતો, જેથી આગ વધુ ભડકી

જ્વલનશીલ પદાર્થ, ફ્લેક્સ તેમજ ટાયરની હાજરીમાં, એવું કંઈક કારણ હતું, જેને કારણે સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગી અને આ બધી વસ્તુઓએ આગને ભડકાવવાનું કામ કર્યું. તથા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળથી બહુ જ  દૂર હોવાને કારણે આગ બૂઝવવાના અભિયાનમાં તકલીફો પડી હતી. ગુજરાતના મુખ્ય સચિવ જે.એન સિંહે રવિવારે આ માહિતી આપી હતી.

May 27, 2019, 08:19 AM IST

દીકરી ગુમાવનાર પિતાની વેદના બોલી, ફાયરબ્રિગેડમાં સાધનો વસાવવા હું રૂપિયા આપું, જેથી આવી દુર્ઘટના ન બને

સુરતમાં આગની એવી ઘટના બની કે, આખુ ગુજરાત તેને નહિ ભૂલે. ખાસ કરીને એ લોકો, જેઓએ પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે. તેઓ જ્યારે જ્યારે પોતાના સંતાનોને યાદ કરશે, ત્યારે તેમના મનમાં ગુજરાત સરકાર પ્રત્યે ભારોભાર નફરત પણ પેદા થશે. જ્યાં આખુ ગુજરાત સવાલ પૂછી રહ્યું છે, તેમ એ માતાપિતા પણ સવાલ પૂછી રહ્યા છે કે, આખરે કેમ તંત્ર તેમના સંતાનોને બચાવવામાં નિષ્ફળ રહ્યું. જો તંત્રએ પોતાનું કામ સમયસર કર્યું હોત તો આજે તેમના લાડકવાયા જીવતા હોત. ફાયરબ્રિગેડના એવા એવા લુલ્લા બચાવ સામે આવ્યા કે, હાસ્યાસ્પદ લાગે. ત્યારે એક પિતાની વેદના બોલી ઉઠી હતી કે, હું ચાર લાખ આપું છું.

May 26, 2019, 01:26 PM IST

સુરત આગકાંડમાં વિદ્યાર્થીઓને ન્યાય નહિ મળે તો હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતરશે

સુરતના આગ કાંડમાં 22 વિદ્યાર્થીઓની વગર વાંકે જિંદગી હોમાઈ. જેઓ હોંશેહોંશે ક્લાસમાં ગયા હતા, તેઓને ખબર ન હતી. સુરત આગ ઘટના બાદ હવે રાજ્ય સરકાર પૂર બાદ પાળ બાંધવા નીકળી હોય તેમ સપાટો બોલાવી રહી છે. જેમ નવી વહુના નવ દહાડા હોય, તેમ ગુજરાત સરકાર હાલ તો કાર્યવાહી કરી રહી છે, પણ બાદમાં શું. શું આ ટૂંક સમયમાં જ લેવાનારા પગલા છે કે, પછી સરકાર બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારશે. ત્યારે આ ઘટના બાદ જો સરકાર કોઈ પગલા નહિ લે તો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે સાંજે સુરતમાં ઉપવાસ આંદોલન પર બેસવાનું નક્કી કર્યું છે.

May 26, 2019, 12:47 PM IST

સુરત આગ : 3 વર્ષની માસુમ કર્ણવીને હાથમાં લઈ પિતા અંતિમ સંસ્કાર માટે નીકળ્યા, તો સૌ રડી પડ્યા...

સુરતનો આગકાંડમાં મરનારા વિદ્યાર્થીઓમાં મોટાભાગના મોટા વિદ્યાર્થીઓ હતા, પણ એકમાત્ર કર્ણવી એવી હતી, જે માત્ર 3 વર્ષની હતી. મોટા વિદ્યાર્થીઓમાં આ બાળકી શું કરી રહી હતી, તેવો સવાલ બધાને જ થયો હતો. પણ, કર્ણવી જેવી માસુમ બાળકી અકારણ જ મોતનો ભોગ બની હતી, જ્યારે કે ન તો તે ત્યાં ભણવા ગઈ હતી, કે ન તો તે કોમ્પ્લેક્સમાં આવેલ નર્સિંગ હોમમા ગઈ હતી. 

May 26, 2019, 11:34 AM IST

22 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોમાયા બાદ તંત્ર દોડતું થયું, કરી આ કામગીરી... પણ હવે શું?

સુરતમાં 22 વિદ્યાર્થીઓનો ભોગ લેનારી આગની દુર્ઘટના બાદ ગુજરાત સરકાર સફાળી જાગી હોય તેમ નગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ તે તપાસવા આદેશ જારી કર્યાં છે. 

May 26, 2019, 10:00 AM IST

સુરત આગકાંડ: ફરાર બિલ્ડરને દબોચવા ક્રાઈમ બ્રાન્ચની ટીમો અમદાવાદ-સૌરાષ્ટ્ર રવાના 

સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં ખુબ હાહાકાર મચી ગયો છે.

May 25, 2019, 10:51 PM IST

સુરતનો ચોંકાવનારો કિસ્સો, પુત્રએ રૂપિયા 10 લાખની સોપારી આપી પિતાની હત્યા કરાવી

પિતા સાથેના અણબનાવના કારણે પુત્રે રૂપિયા 10 લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

May 18, 2019, 09:31 PM IST

પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા પતિની 18 વર્ષ બાદ મધ્ય પ્રદેશથી ધરપકડ

18 વર્ષ પહેલા શહેરમાં બનેલી ઓનર કિલિંગની એક ઘટનામાં અંતે પતિની ધરપકડ કરાઇ છે. બાળપણમાં સગા કાકા જ બળાત્કાર ગુજારતા હોવાની પત્નીની વાતોથી કંટાળેલા પતિએ અંતે પત્નીનું ગળુ દબાવી દીધુ. એટલું જ નહીં તેના પિતરાઈ ભાઇને પણ પત્નીની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. 

May 18, 2019, 06:23 PM IST

સુરત : ગરીબોના રૂપિયા ચાઉં કરી જનાર આસ્થા ગ્રૂપ ઓફ કંપનીનો એક આરોપી પકડાયો

દેશના વિવિધ 16 જેટલા રાજયોમાં આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે લોભામણી સ્કીમો આપી ગરીબો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેનાર ટોળકી પૈકી એકને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ 167 લોકો પાસેથી 12 કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી રફુચક્કર થઇ ગયા હતા.

May 16, 2019, 03:37 PM IST
Ahmedabad's Businessman Got Kidnepped From Vadodara PT2M7S

વડોદરામાં અમદાવાદના ઉદ્યોગપતિનું નાટકીય અપહરણ

વડોદરામાં અમદાવાદના ઉદ્યોગપતિ ધર્મેન્દ્ર પરીખનો અપહરણ બાદ છુટકારો...મહારાષ્ટ્રમાં 6.67 કરોડના હવાલાકાંડ મામલે અપહરણ કર્યાનો આરોપ....વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અપહરકારોની ધરપકડ કરી ...

Mar 29, 2019, 02:20 PM IST
Ahmedabad  Kidnapper caught by police who kidnap child from Naroda PT1M30S

અમદાવાદ: બાળકનું અપહરણ કરનારો પકડાયો

અમદાવાદના નરોડા વિસ્તારમાં બાળકોનું અપહરણ કરનાર પકડાયો છે. ક્રાઈમ બ્રાન્ચે અપહરણકારોની ચુંગલમાંથી બાળકનો છૂટકારો કરાવ્યો. અપહરણકારોએ બાળકનું અપહરણ કરીને 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. 3 દિવસ પહેલા જ નરોડામાંથી બાળકનું અપહરણ કરાયું હતું.

Feb 14, 2019, 04:10 PM IST

નવસારી : પોલીસે બાતમીના આધારે નોટબંધીની 3.50 કરોડ નોટ પકડી

 નવસારીમાં લોકલ ક્રાઈમબ્રાંચે ઉંડાચ ગામ નજીકથી રુપિયા 3.50 કરોડની જૂની ચલણી નોટ ઝડપી પાડી છે. સાથે જ ચાર ઈસમોની પણ અટકાયત કરી છે. 

Feb 11, 2019, 09:06 AM IST

પોલીસ સ્ટેશનમાં ગાળો બોલ્યા બાદ અલ્પેશે પોલીસને કહ્યા ‘નાલાયક’, કહ્યું-સીપી BJPના એજન્ટ છે

આજે અલ્પેશ કથીરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે સુરત JCP અને પોલીસ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

Dec 30, 2018, 04:22 PM IST

થપ્પડકાંડ બાદ વધી જશે અલ્પેશ કથીરિયાની મુશ્કેલીઓ

અલ્પેશ કથીરિયાના થપ્પડકાંડ બાદ તેની મુશ્કેલીઓ વધી શકે છે. અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં મળેલ જામીન રદ પણ થઈ શકે છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું. 

Dec 29, 2018, 03:56 PM IST

ઘરમાં કામવાળી હોય તો તમે પણ રહેજો સાવધાન, જો જો તમારી સાથે આવું ન થાય

સુરત શહેરના વેસુ વિસ્તારના પામ એવન્યુ એપાર્ટમેન્ટમાંથી ગઈ તા. 22 નવેમ્બરના રોજ કામવાળીના સ્વાંગમાં ટીનાએ રૂ. 3.80 લાખનાં ઘરેણાં ચોરી ગઈ હતી

Dec 14, 2018, 08:38 PM IST