શંકરસિંહ વાઘેલા જોડાશે NCPમાં? લોકસભાની ચૂંટણીને લઇને થઇ શરદ પવાર સાથે વાતચીત

શંકરસિંહ વાઘેલાએ NCPના અધ્યક્ષ શરદ પવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી જેમાં ગુજરાત NCPના નેતા પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા.

શંકરસિંહ વાઘેલા જોડાશે NCPમાં? લોકસભાની ચૂંટણીને લઇને થઇ શરદ પવાર સાથે વાતચીત

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી, કે શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાણ કરી શકે છે. શંકરસિંહ વાઘેલાએ NCPના અધ્યક્ષ શરદ પવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી જેમાં ગુજરાત NCPના નેતા પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા. જો કે NCP દ્વારા કોઇ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ શંકરસિંહ વાઘેલા દ્વારા આઅંગે તેનવા ટ્વિટર પર ટ્વિટ કરીને જાણકારી આપી હતી, કે તેમણે NCPના અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે. 

 

— Shankersinh Vaghela (@ShankersinhBapu) November 12, 2018

 

મહા ગઠબંધનને વાઘેલાનું સમર્થન સમર્થન 
દિવાળીમાં વાઘેલા દ્વારા એનસીપીના અધ્યક્ષ સાથે થયેલી બેઠકથી રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે, કે વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહે પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે પિતા અને પુત્ર આગામી સમયમાં લોકસભાની ચૂંટણી NCPમાંથી લડે તેવી સંભાવનાઓ પણ દેખાઇ રહી છે. અને આગામી દિવસોમાં વાઘેલાને NCP તરફથી ગુજરાતની લોકસભા માટે ગુજરાતાની કમાન સોપાય તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે. વઘેલાએ મોદીને હરાવા માટે સર્જાયેલા મહાગઠબંધનને સમર્થન આપ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news