shankarsinh vaghela

Shankarsinh Vaghela ની કોંગ્રેસમાં એન્ટ્રી અંગે ગુજરાતના પૂર્વ અધ્યક્ષે કર્યો ખુલાસો

ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ (Congress) પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કહ્યુ કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામને અમે સ્વીકારીશું

Mar 5, 2021, 04:07 PM IST

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકરસિંહ વાઘેલાને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના કારણે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં પણ હડકંપ મચી ગયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમને કોઇ મોટા લક્ષણ નહી હોવાનાં કારણે તેમને હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી કોરોનાએ રાજકારણીઓ તરફની વાટ પકડી હોય તેવું લાગી રહ્યું છે.

Jun 27, 2020, 07:27 PM IST
 Shankarsinh Vaghela may resign from NCP PT7M45S

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

Shankarsinh Vaghela may resign from NCP

Jun 2, 2020, 10:40 PM IST

શંકરસિંહ વાઘેલાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, અમારું સ્ટેન્ડ ભાજપ સામેનું રહેશે

જ્યારે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી (Rajyasabha election) આવે છે ત્યારે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી છે. ત્યારે જોવું એ રહ્યુ્ કે, ફરી વાર આવી સ્થિતિ સર્જાઇ ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીવાર રીસોર્ટ પોલીટીક્સ અપનાવાશે કે નહિ. ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો જીતવા કવાયત કરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો તુટે તે પહેલાં પાળ બાંધવાનો નેતાઓનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. ભાજપાએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર છે, તેથી હાલ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

Mar 14, 2020, 01:39 PM IST
Shankarsinh Vaghela become active in Surat PT1M33S

સુરત : શક્તિદળને ફરી જીવંત કરવાના શંકરસિંહના પ્રયાસ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે સુરતમાં હતા. હકીકતમાં સુરતમાં શક્તિદળ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. મનપાની ચૂંટણી પહેલાં સંગઠન ઉભું કરવાનો પ્રયાસ કરાયો છે અને શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે.

Feb 2, 2020, 08:00 PM IST
Shankarsinh vaghela Speaks about various changes in Shakti Dal PT2M57S

જુઓ શંકરસિંહ વાઘેલાએ શક્તિદળને લઈને કરી મહત્વની જાહેરાત

શક્તિ દળનો ડ્રેસ અને પ્રતિજ્ઞા નક્કી કરવામાં આવી, 40 વર્ષથી ઓછી વયના યુવાનોને પ્રવેશ આપવામાં આવશે.
શક્તિ દળની સંપૂર્ણ જવાબદારી કિશોરસિંહ સોલંકીને સોંપવાની જાહેરાત શંકરસિંહ વાઘેલાએ કરી.

Jun 27, 2019, 05:30 PM IST

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ કારણે ફરી પકડશે ‘કોંગ્રેસનો હાથ’

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી વાર કોંગ્રેસમાં જોવા મળેતો નવાઇ નહી રાષ્ટ્રીય સ્તરે એનસીપી કોંગ્રેસમાં ભળે તો ગુજરાતમાં પણ એનસીપી કોંગ્રેસમાં ભળે અને ના છુટકે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાનો વારો આવી શકે છે. ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા અને બળવાખોરી માટે પંકાયેલા શંકરસિંહ વાઘેલા જીવનમાં વધુ એક વાર પક્ષ પલટો થવાનુ હોય તેવું લાગી રહ્યુ છે.

May 31, 2019, 06:18 PM IST

ગુજરાતમાં જળસંકટના મુદ્દે હવે એનસીપી સરકાર પર લાવશે દબાણ, કરશે વોટર રેઇડ

પોતાની રાજકીય જમીનની તલાશમાં એનસીપી રાજ્યમાં વધી રહેલા જળસંકટને લઈને હવે મેદાનમાં આવી છે. એનસીપીનાં રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં ગુજરાતમાં જળસંકટને લઈને વોટર રેઇડ કરીને ગુજરાતનાં પાંચ ઝોનનો અહેવાલ રાજ્યપાલને સુપરત કરશે. 

May 5, 2019, 05:44 PM IST
Shankarsinh vaghela cast his vote and attack on BJP PT3M48S

શંકરસિંહ વાઘેલાએ મત આપીને ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આજે મતદાતાઓનો દિવસ છે, તેમના મતનો અધિકાર વાપરવાનો દિવસ છે. લોકશાહીમાં દરેક મતદાતા અને તેનો મત કિંમતી હોય છે. તેથી સવારથી જ લોકોમાં મત આપવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. આ સંજોગોમાં મત આપીને નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

Apr 23, 2019, 11:50 AM IST

લોકસભા ચૂંટણી 2019: જાણો શું છે ઐતિહાસિક સાબરકાંઠા બેઠક પરનું ચૂંટણી ગણિત

ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક ગણવી હોય તો તે સાબરકાંઠા લોકસભાની બેઠક ગણી શકાય. રાજકીય રીતે પણ આ બેઠક ઐતિહાસિક છે. ભારત દેશ આઝાદ થતાં જ 1951માં સૌ પ્રથમ ચૂંટણી આ બેઠક પર યોજવામાં આવી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠકથી ભવ્ય વિજય મળ્યો હતો.

Mar 27, 2019, 10:52 PM IST

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ 26મી માર્ચે ભાજપમાં જોડાય તેવી શક્યતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 26મી તારીખે સાબરકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાનાર ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કરે તેવી સુત્રો દ્વારા માહિતી મળી રહી છે. 

Mar 23, 2019, 05:20 PM IST

લોકસભા ચૂંટણી 2019: શંકરસિંહ બાપુએ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ આજે અમદાવાદ ખાતે એનસીપીના કાર્યાલયની શરૂઆત થઇ હતી. એક દલિત બાળકીના હસ્તે કાર્યાલયમાં બેડુ મુકવામાં આવ્યું હતું.

Mar 21, 2019, 03:59 PM IST
Shankar Sinh and Reshma patel may fighe Ele. on NCP ticket PT3M33S

NCPની ટીકીટ પર શંકરસિંહ અને રેશમા પટેલ લડશે ચૂંટણી

Shankar Sinh and Reshma patel may fighe Ele. on NCP ticket

Mar 18, 2019, 11:55 PM IST

પ્રવિણ તોગડિયા ચૂંટણી લડશે તો ભાજપને નુકશાન થશે: શંકરસિંહ વાઘેલા

ભાજપ અને કોંગ્રેસ બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ એનસીપી સાથે નવી ઇનિંગ શરુ કરી છે. આ સાથે જ તેમને પોતાના જુના સંગઠન શક્તિદળની પણ શરૂઆત કરી છે. જેના ભાગ રૂપે તેઓ સુરતની મુલાકાતે હતાં, જ્યાં તેમને પત્રકારો સાથે વાતચીત કરી હતી. વાઘેલાએ જણાવ્યું હતું કે, શક્તિદળની ફરી શરૂઆત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરતમાં શક્તિદળના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

Feb 10, 2019, 09:25 PM IST

રાત્રે 12 વાગ્યે લાગુ કરવામાં આવેલું જીએસટી ભાજપને ભારે પડ્યું: શંકરસિંહ વાધેલા

શંકરસિંહ વાધેલા પાંચ રાજ્યોમાં આવેલા પરિણામને લઇને નિવેદન આપ્યું હતું. શંકરસિંહે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, જુઠ્ઠાનો અંત આવ્યો છે.

Dec 11, 2018, 04:51 PM IST

ગુજરાત નોંધારૂ નથી, ઉમેદવારોને 10 દિવસમાં વળતર નહીં મળે તો હું પોતે બહાર આવીશ: શંકરસિંહ

પોલીસમાં ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટી જતાં તે વિષયને ધ્યાનમાં રાખીને બાપુએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 22 વર્ષથી એક જ પાર્ટી સરકારમાં છે. પેપર ફોડવામાં ભાજપ સરકારની માસ્ટરી છે.

Dec 3, 2018, 05:39 PM IST

શંકરસિંહ સીએમ હતા ત્યારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલ નામ અપાયું હતું, બાપુએ રજૂ કર્યા પૂરાવા

શંકરસિંહે ટ્વીટર પર મુકેલા પૂરાવા સાથે જણાવ્યું કે, એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ 7 ડિસેમ્બર 1998માં કરવામાં આવ્યું હતું. 

Nov 17, 2018, 06:12 PM IST

શંકરસિંહ વાઘેલા જોડાશે NCPમાં? લોકસભાની ચૂંટણીને લઇને થઇ શરદ પવાર સાથે વાતચીત

શંકરસિંહ વાઘેલાએ NCPના અધ્યક્ષ શરદ પવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી જેમાં ગુજરાત NCPના નેતા પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા.

Nov 12, 2018, 12:34 PM IST

મોદીજી તમે કોને મુર્ખ બનાવો છો, સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડ ઇન ચાઈના છેઃ શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરદાર પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવું સારી વાત છે, પરંતુ જેમણે પોતાના રજવાડા આપી દીધા તેમનું સન્માન કરવું જોઈએ.

Oct 29, 2018, 05:43 PM IST

રાજવીઓનાં શિલાલેખ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં રાખવામાં આવે, શંકરસિંહ વાઘેલાનો વડાપ્રધાનને પત્ર

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. 
 

Oct 24, 2018, 07:02 PM IST