શંકરસિંહ વાઘેલા

કેટલાક ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પણ એ શક્ય નથી : ગૃહરાજ્ય મંત્રી

છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાથી દારૂબંધી હટાવવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોશિયલ મીડિયા પર દારૂબંધી (liquor ban) હટાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યાં છે. તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. આવામાં ગાંધી જયંતી નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી.

Oct 2, 2020, 12:47 PM IST

ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન

  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો.
  • તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા

Sep 26, 2020, 03:01 PM IST

છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ.... દારૂબંધી વિશે હવે ખૂલીને બોલવા લાગી ગુજરાતની જનતા

  • દમણ, દીવ, ગોવા, મુંબઈ, આબુ કે ઉદયપુર જવા કરતા તો ગુજરાતમાં જ દારૂ પીવા મળે તેવું લોકો કહી રહ્યાં છે.
  • નવી જનરેશન દારૂબંધીના કાયદાને હટાવવાની વાત કરી રહી છે. આવામાં તમારો અભિપ્રાય ZEE 24 કલાકને જણાવો

Sep 12, 2020, 02:59 PM IST

ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા

નેતાઓ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે ગેનીબેન ઠાકોર બાદ હવે આજે રાજ્યકક્ષાના વન પ્રધાન રમણ પાટકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકર ગઈકાલે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. તબિયત નાદુસ્ત હોવાથી તેઓએ આજે કેબિનેટમાં ન આવવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેઓને હોસ્પિટલ દાખલ કરાયા હતા. 

Jul 8, 2020, 10:06 AM IST

વાવના MLA ગેનીબેન ઠાકોર કોરોનાની ઝપેટમાં, ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના

એક પછી એક રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાદ હવે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કોરોનામા સપડાયા છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબહેનને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે તેવુ જાણવા મળ્યું છે. 

Jul 7, 2020, 02:08 PM IST

પૂર્વ સીએમ શંકરસિંહને હોસ્પિટલ ખસેડાયા, પીએમ મોદીએ ફોન કરી પૂછ્યા અંતરખબર

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો ગઈકાલે કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

Jun 28, 2020, 12:06 PM IST

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકરસિંહ વાઘેલાને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના કારણે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં પણ હડકંપ મચી ગયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમને કોઇ મોટા લક્ષણ નહી હોવાનાં કારણે તેમને હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી કોરોનાએ રાજકારણીઓ તરફની વાટ પકડી હોય તેવું લાગી રહ્યું છે.

Jun 27, 2020, 07:27 PM IST

મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં મારા ઉમેદવાર ઉતારીશ : શંકરસિંહ વાઘેલા 

શંકરસિંહ વાઘેલા એનસીપીથી નારાજ હોવાના અને પાર્ટી છોડવા હોવાના અહેવાલ ચર્ચામાં આવ્યા હતા. તો બીજી તરફ, કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે એનસીપીમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં સામે આવીને શંકરસિંહ વાઘેલાએ અનેક ખુલાસા કર્યાં હતા. તેઓએ જણાવ્યું કે, હું કાર્યકારી અધ્યક્ષ બબલદાસભાઈ અને 10 હજાર જેટલા કાર્યકરોનો આભાર માનું છું, મને એ તમામે શુ કરવું તેના માટે અધિકૃત કર્યો છે. જે નિર્ણય

Jun 4, 2020, 01:19 PM IST

શંકરસિંહ વાઘેલાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, અમારું સ્ટેન્ડ ભાજપ સામેનું રહેશે

જ્યારે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી (Rajyasabha election) આવે છે ત્યારે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી છે. ત્યારે જોવું એ રહ્યુ્ કે, ફરી વાર આવી સ્થિતિ સર્જાઇ ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીવાર રીસોર્ટ પોલીટીક્સ અપનાવાશે કે નહિ. ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો જીતવા કવાયત કરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો તુટે તે પહેલાં પાળ બાંધવાનો નેતાઓનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. ભાજપાએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર છે, તેથી હાલ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

Mar 14, 2020, 01:39 PM IST

રાજ્યસભા ચૂંટણી: બીજેપી-કોંગ્રેસની અંદરોઅંદરની ખેંચતાણમાં 2 નેતા બનશે હુકમનો એક્કો

રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) ને લઈ ભાજપની કવાયત તેજ થઈ છે. બે ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારવા ભાજપ વિચારણા કરી રહ્યું છે, ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, શંભુપ્રસાદ ટૂંડિયાને બીજેપી (BJP) રિપીટ નહિ કરે અને તેમના સ્થાને આત્મારામ પરમાર અને રમણલાલ વોરાને ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત બાબુ જેબલિયાનું નામ પણ ચર્ચામાં છે, તો બીજા ઉમેદવાર તરીકે ભાજપ ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને ટિકિટ આપી શકે છે. હાલ ભાજપના રાજ્યસભામાં બે પાટીદાર, એક ક્ષત્રિય, 2 ઓબીસી અને એક એસસી-એસટી નેતાઓનું સ્થાન છે. ભાજપના એક ક્ષત્રિય, એક એસસી-એસટી અને એક ઓબીસી નેતાની બેઠક ખાલી થઈ રહી છે, ત્યારે પક્ષ દ્વારા એસસી-એસટી, ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને રાજ્યસભામાં મોકલી શકાય છે, અને જો ભાજપ ત્રણ ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારે તો 1 એસસી-એસટી (SC-ST), 1 ઓબીસી (OBC) અને 1 પાટીદાર નેતાને ટિકિટ આપી શકે છે.

Mar 9, 2020, 06:59 PM IST
Shankarsinh Vaghela become active in Surat PT1M33S

સુરત : શક્તિદળને ફરી જીવંત કરવાના શંકરસિંહના પ્રયાસ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે સુરતમાં હતા. હકીકતમાં સુરતમાં શક્તિદળ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. મનપાની ચૂંટણી પહેલાં સંગઠન ઉભું કરવાનો પ્રયાસ કરાયો છે અને શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે.

Feb 2, 2020, 08:00 PM IST

CAA કેન્દ્ર સરકારનાં અણઘડ વહીવટનું વધારે એક ઉદાહરણ: શંકરસિંહ

નાગરિકતા સંશોધન એક્ટ મામલે દેશના જુદા જુદા વિસ્તારોમાં ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે NCP ના નેતા શંકરસિંહ વાઘેલાએ CAA ને કેન્દ્ર સરકારની ભૂલ ગણાવી છે. CAA ના કારણે દેશના કેટલાક ભાગમાં વણસેલી પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકારને  જવાબદાર ગણાવતા કહ્યું હતું કે આ નિર્ણયો આયોજન વગરની ખોટી અને અતિ મહત્વશીલ સરકાર કેન્દ્રમાં હોવાથી થઈ રહ્યા છે.

Dec 23, 2019, 12:16 AM IST
Binsachivalay Exam Protest: Shankar Singh Vaghela Arrived To Meet Students PT3M15S

બિનસચિવાલય પરીક્ષા વિરોધ: વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા શંકરસિંહ વાઘેલા

ઉમેદવારોને મળવા આવેલા શંકરસિંહ વાઘેલાએ તેઓને કહ્યું કે, તમારી વાતને સરકારે સાંભળવી જોઈએ. હું તમારી સાથે છું. તમારી રજુઆત હોય તો કહો. હું રાજ્યપાલ અને મુખ્યમંત્રીને તમારી વાત કરીશ કે પરીક્ષા કેન્સલ કરવામાં આવે. ઉમેદવારોના આગેવાનોને સાંભળવા જોઈએ. તમે કોના રાજમાં જીવી રહ્યા છો એ સમજો. આખર સુધી લડવાની તાકાત હોય તો જ આ સરકાર સામે પડજો. હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું.

Dec 5, 2019, 11:30 AM IST

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના 'શક્તિ દળ' સંગઠનને પુનર્જીવિત કરશે

શંકરસિંહ વાઘેલાએ એક સમયે પોતાનું 'શક્તિ દળ' નામથી સંગઠન બનાવ્યું હતું, પરંતુ ત્યાર પછી તેઓ કોંગ્રેસમાં જોડાઈ જતાં આ સંગઠન અને તેની પ્રવૃત્તિઓ બંધ પડી ગઈ હતી 
 

Jun 27, 2019, 05:44 PM IST
Shankarsinh vaghela Speaks about various changes in Shakti Dal PT2M57S

જુઓ શંકરસિંહ વાઘેલાએ શક્તિદળને લઈને કરી મહત્વની જાહેરાત

શક્તિ દળનો ડ્રેસ અને પ્રતિજ્ઞા નક્કી કરવામાં આવી, 40 વર્ષથી ઓછી વયના યુવાનોને પ્રવેશ આપવામાં આવશે.
શક્તિ દળની સંપૂર્ણ જવાબદારી કિશોરસિંહ સોલંકીને સોંપવાની જાહેરાત શંકરસિંહ વાઘેલાએ કરી.

Jun 27, 2019, 05:30 PM IST

ધારાસભ્ય બલરામ થાવાણીની 'ગુંડાગીરી' : પહેલા મુક્કાને લાત, પછી મુલાકાતને રાખડી!!

ધારાસભ્ય બલરામ થાવાણીની 'ગુંડાગીરી' : એનસીપી મહિલા નેતાને જાહેરમાં માર મારવાનો વીડિયો વાઈરલ થવાનો મુદ્દો નેશનલ મીડિયામાં ચમકતા, તથા ચારેબાજુથી વિરોધ થતા અમદાવાડના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ આખરે મહિલાની માફી માંગી હતી.

Jun 3, 2019, 02:49 PM IST
NCP Leader Sankarsinh Vaghela Press Conference PT5M22S

NCPના નેતા શંકરસિંહ વાઘેલાએ સુરત આગકાંડ મુદ્દે યોજી પ્રેસ કોન્ફરન્સ

NCPના નેતા શંકરસિંહ વાઘેલાની તક્ષશિલા આગકાંડને લઇને પ્રેસ કોન્ફરન્સ.. કહ્યું સરકારમાં લાલિયાવાડી સિવાય કંઇ ચાલતું નથી.. ચોથા માળની પરવાનગી નહોતી છતાં ક્લાસિસ ચાલતા હતા.. આને હું માનવસર્જિત હોનારત સમજું છું.

May 29, 2019, 05:05 PM IST
Congress MLA Lalit Kagathara's Son Vishal Kagathara's Funeral PT26M25S

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની અંતિમ યાત્રા

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલની આજે સવારે અંતિમ યાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો વિશાલ કગથરાની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જેમાં પિતા લલિત કગથરા દીકરાના દેહને જોઈ ધ્રૂસેકને ધ્રૂસકે રડી પડ્યા હતા. પરેશ ધાનાણી તેમને સાંત્વના આપતા નજરે પડ્યા હતા

May 19, 2019, 11:15 AM IST

શંકરસિંહ વાઘેલાએ કાશીપુરાની લીધી મુલાકાત, પાણી મુદ્દે સરકાર પર કર્યા ખુબ પ્રહાર

વડોદરા સહિત રાજયમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડોદરાના વાઘોડીયા તાલુકાના કાશીપુરા ગામની મુલાકાત લઈ પાણીની ભયંકર સમસ્યા હોવાનો દાવો કરી તંત્રની પોલ ખુલ્લી પાડી છે.

May 9, 2019, 05:23 PM IST
Vadodara Sankarsinh Vaghela's Statement About Water PT2M48S

શંકરસિંહ વાઘેલાએ પાણીને લઈને સરકાર પર એવા પ્રહાર કર્યા કે તંત્ર થયું દોડતું

વડોદરાના વાઘોડિયાના કાશીપુરા ગામમાં પાણીને સમસ્યાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગામની મુલાકાત લીધી હતી ત્યારે શંકરસિંહ વાઘેલા ગામ ખાતે પહોંચતા મહિલાઓએ પાણીની સમસ્યાઓને લઈને શંકરસિંહને જાણ કરી હતી તો ગામલોકો સાથે વાતચીત કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ પાણીને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.

May 9, 2019, 05:05 PM IST