વોટ્સએપ પર એક વીડિઓ અને હેક થઈ જશે તમારો ફોન

હેકર કોઈ યૂઝરને નિશાન બનાવવા માટે તેની ડિવાઇસ પર વોટ્સએપની મદદથી મૈલિશસ ફ્રાફ્ટેડ MP4 વીડિઓ ફાઇલ મોકલી શકાય છે. અજાણ્યા સેન્ડર તરફથી વિક્ટિમને આ ફાઇલ મળ્યા બાદથી હેકિંગ શરૂ થઈ જાય છે.

વોટ્સએપ પર એક વીડિઓ અને હેક થઈ જશે તમારો ફોન

નવી દિલ્હીઃ ફેસબુક તરફથી વોટ્સએપ યૂઝરોને સિક્યોરિટી વોર્નિંગ મળ્યા બાદ હવે ઈન્ડિયન કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) તમામ યૂઝરોને તાત્કાલિક મેસેજિંગ એપ અપડેટ કરવાનું કહી રહી છે. ટીમે તમામ યૂઝરોને પોતાના વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવાનું કહ્યું છે અને તેનું કારણ સામે આવેલ એક ગોટાળો છે. સામે આવેલી ખામીની મદદથી યૂઝરોને મૈલિશસ વીડિઓ ફાઇલ મોકલીને હેકિંગનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે અને વોટ્સએપ પર તેની જાસૂસી કરી શકાય છે. 

હેકર કોઈ યૂઝરને નિશાન બનાવવા માટે તેની ડિવાઇસ પર વોટ્સએપની મદદથી મૈલિશસ ફ્રાફ્ટેડ MP4 વીડિઓ ફાઇલ મોકલી શકાય છે. અજાણ્યા સેન્ડર તરફથી વિક્ટિમને આ ફાઇલ મળ્યા બાદથી હેકિંગ શરૂ થઈ જાય છે. આ MP4 આમ તો કોઈ બીજા વીડિઓની જેમ પ્લે થશે પરંતુ બેકગ્રાઉન્ડમાં હેકર્સ મૈલિશસ કોડની મદદથી વિક્ટિમની ડિવાઇસનું એક્સેસ લઈ લેશે અને યૂઝરને તેનો ખ્યાલ પણ નહીં આવે. આ રીતે વીડિઓની મદદથી રિમોટલી કોઈ ડિવાઇસ પર એટેક કરી શકાય છે. 

ટેક્નિકલ ડીટેલ્સ અને હેકિંગ વિશે જણાવતા CERT-INની એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે, 'એક સ્ટેક-બેસ્ડ બફર ઓવરફ્લો સાથે જોડાયેલી ખામી વોટ્સએપમાં છે અને કોઈ MP4 ફાઇલના એલિમેન્ટરી સ્ટ્રીમ મેટાડેટા યોગ્ય રીતે ડિફાઇન ન હોય, તેનું કારણ છે. રિમોટ એટેકર ખાસ રીતે તૈયાર કરેલી મૈલિશલ MP4 ફાઇલ મોકલીને ટારગેટ ડિવાઇસનો ડેટા એક્સેસ કરી શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં વિક્ટિમ તરફથી કોઈપણ પ્રકારના રિસ્પોન્સની જરૂર નહીં હોય અને વીડિઓ ડાઉનલોડ થવાની સાથે તેની ડિવાઇસમાં ગેટ-વે હેકર માટે ઓપન થઈ જાય છે.' સાથે કોઈ અજાણ્યા નંબરથી આપેલ વીડિઓ ડાઉનલોડ ન કરવામાં સમજદારી છે. 

આમ ચેક કરો તનારા વોટ્સએપનું વર્ઝન
એજન્સી યૂઝરોને ઝડપથી લેટેસ્ટ વોટ્સએપ વર્ઝન અપડેટ કરવાનું કહી રહી છે, જેથી આ ખામીને દૂર કરી શકાય છે. એન્ડ્રોઇડ યૂઝરોએ એપ ઓછામાં ઓછા વર્ઝન 2.19.274 પર તો એપલ ફાઇફોન યૂઝરોની એપ ઓછામાં ઓછા વર્ઝન 2.19.100 પર અપગ્રેડ હોવી જોઈએ. તમારા આઈફોનમાં વોટ્સએપના હાલના વર્ઝનને જોવા માટે તમારા એપના સેટિંગ્સ અને ત્યાં હેલ્પમાં જવું પડશે. હેલ્પ સેક્શનમાં એપનું વર્ઝન સૌથી ઉપર લખેલું જોવા મળશે. તો એન્ડ્રોઇડ ડિસાઇસમાં સેટિંગ્સ બાદ હેલ્ડ અને ત્યાં App infoમાં જવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news