સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસઃ વધુ એક સાક્ષીએ નિવેદન ફેરવી તોળ્યું
- 2005માં ગુજરાતમાં થયું હતું સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસ
- બહુચર્ચિત સોહરાબુદ્દીન એનકાઉન્ટ કેસમાં નવો વળાંક
- અત્યાર સુધીમાં 50 સાક્ષીઓ નિવેદન બદલી ચૂક્યા છે
Trending Photos
નવી દિલ્હીઃ બહુચર્ચિત સોહરાબુદ્દીન એનકાઉન્ટ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલામાં વધુ એક સાક્ષીએ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 50 સાક્ષીઓ પોતાના નિવેદન બદલી ચૂક્યા છે.
શું હતો કેસ?
તમને જણાવી દઈએ કે, સોહરાબુદ્દીન શેખ અને તેની પત્નીનું નવેમ્બર 2005માં એન્કાઉન્ટર થયું હતું. આ મામલાની તપાસ અને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગુજરાતમાં આ કેસની તપાસ પ્રભાવિત થઈ રહી છે અને કેસને 2012માં મુંબઈ ખસેડવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ મામલાની શરૂથી અંત સુધીની સુનાવણી એક જ જજ કરશે. પરંતુ 2014માં જજ જેટી ઉત્પતની બદલી કરવામાં આવી હતી.
ઉત્પત બાદ આ કેસમાં જજ બૃજગોપાલ લોયાને લાવવામાં આવ્યા. નિયુક્તિના છ મહિના બાદ લોયાની નાગપુરમાં એક કાર્યક્રમમાં મોત થઈ ગયું હતું. જેના પણ મોટો વિવાદ થયો હતો.
હાલમાં બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં મીડિયા રિપોર્ટિંગ પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો હતો. મીડિયાના રિપોર્ટિંગ પર પ્રતિબંધ નિચલી કોર્ટે 29 નવેમ્બરે પોતાના આદેશમાં લગાવ્યો હતો.
મેગેઝિનના રિપોર્ટે ઉઠાવ્યા હતા સવાલ
ઘણા સમય પહેલા એક મેગેઝિને પોતાની રિપોર્ટમાં દાવો કર્યો હતો તે જસ્ટિસ લોયાનું મોત સાધારણ નહીં પરંતુ સંદિગ્ધ હતું. ત્યારબાદથી આ મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. સતત આ મુદ્દા પર રાજનીતિક નિવેદનબાજી પણ ચાલું છે.
પરંતુ જજ લોયાના પુત્ર અનુજ લોયાએ થોડા દિવસો પહેલા એક પત્રકાર પરિષદ કરીને આ મુદ્દાને મોટો કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. અનુજે કહ્યું હતું કે, તેમના પિતાનું નિધન કુદરતી હતું, અને તે આ મામલાને આગળ વધારવા ઈચ્છતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે