ગુજરાતમાં કોરોનાને પહોંચી વળવા તૈયારીઓ શરૂ, જાણો અંબાજીમાં કોરોના સામે તંત્રની કેવી છે ખાસ તૈયારી?
યાત્રાધામ અંબાજીમાં ગુજરાત જ નહીં પણ દેશ અને દુનિયામાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. સાથે અંબાજીનો મહત્તમ વિસ્તાર ટ્રાઇબલ પટ્ટો માનવામાં આવે છે. ત્યારે કોરોના એ રિએન્ટ્રી કરી છે.
Trending Photos
પરખ અગ્રવાલ/બનાસકાંઠા: દેશ-દુનિયામાં કોરોનાની રિ-એન્ટ્રી થતા તંત્ર સફાળું જાગ્યું છે. વિદેશોમાં લેવાઈ રહેલા આકરા પગલાની સામે ભારત પણ સતર્ક બની કોરોના વધુ વકરે તે પહેલા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ગુજરાતમાં જે રીતે ફરી કોરોના વેરિઅન્ટસના પોસેટિવ કેસ મળવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં સરકારી હોસ્પિટલોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. જેના પગલે યાત્રાધામ અંબાજીમાં પણ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ કોરોનાની રિએન્ટ્રીના પગલે એલર્ટ જોવા મળ્યું છે.
યાત્રાધામ અંબાજીમાં ગુજરાત જ નહીં પણ દેશ અને દુનિયામાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. સાથે અંબાજીનો મહત્તમ વિસ્તાર ટ્રાઇબલ પટ્ટો માનવામાં આવે છે. ત્યારે કોરોના એ રિએન્ટ્રી કરી છે. જેમાં કોઈ પણ દર્દી ઓક્સિજન કે દવાના કારણે મૃત્યુ ન પામે તેવી તકેદારી સજ્જ કરવામાં આવી છે. અંબાજીની જનરલ હોસ્પિટલમાં બે ઓક્સિજન પ્લાન્ટ જેમાં એક મિનિટમાં સાડા પાંચસો લીટર જેટલું મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સાથે 100 ઓક્સિજન બેડ સાથે 10 ICU બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાને લગતી મહત્તમ દવાઈઓનો જથ્થો પણ ખડકી દેવામાં આવ્યો છે. આરટીપીસીઆર લેબ પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રોજના 100 ઉપરાંતના ટેસ્ટ કરી શકાય છે. ત્યારે ઇમરર્જન્સી ઓક્સિજન માટે 70 ઓક્સિજનની બોટલો સહિત 23 જેટલા ઓક્સિજન કૅન્સન્ટ્રેટર તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી કરીને કોરોના વધુ માંથુ ઊંચકે તો કોરોનાનો કોઈ પણ દર્દી ઓક્સિજન, દવા કે તેની સારવારની અછત ન રહે.
જોકે હાલમાં અંબાજીની આ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની ઘટ્ટ ચોક્કસપણે વર્તાઈ રહી છે, ને તેમાં પણ ખાસ કરી ફીઝીશયન, ગાયનેક, PDRને એનથેસ્ટેટિક તબીબની અછત જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે