વુમન્સ ડે : ટૂંકી આવક'ને ઓછો અભ્યાસ છતાં ગુજ્જુ મહિલાએ કરી બતાવ્યું આ ભગીરથ કાર્ય

મોર્ડન યુગ આવી ગયો છે, મહિલાઓ પુરુષ સમોવડી બની છે, સ્ત્રી સશક્તિ થઇ રહ્યું છે આવી વાતો તો શેરી ગલ્લીઓમાં રોજીંદા સાંભળવા મળી રહી છે પરંતુ વર્તમાન સમયમાં માતૃત્વ ક્યાંકને ક્યાંક ખોવાઈ રહ્યું હોય તેવું જોવા મળે છે. ત્યારે આજે વિશ્વ મહિલા દિને મોરબીના અતિ પછાત વિસ્તારમાં રહેતી એક એવી માતા કે જેણે પિતાની નાનપણથી જ છત્રછાયા ગુમાવી હતી. 

વુમન્સ ડે : ટૂંકી આવક'ને ઓછો અભ્યાસ છતાં ગુજ્જુ મહિલાએ કરી બતાવ્યું આ ભગીરથ કાર્ય

હિમાશું ભટ્ટ/ મોરબી: મોર્ડન યુગ આવી ગયો છે, મહિલાઓ પુરુષ સમોવડી બની છે, સ્ત્રી સશક્તિ થઇ રહ્યું છે આવી વાતો તો શેરી ગલ્લીઓમાં રોજીંદા સાંભળવા મળી રહી છે પરંતુ વર્તમાન સમયમાં માતૃત્વ ક્યાંકને ક્યાંક ખોવાઈ રહ્યું હોય તેવું જોવા મળે છે. ત્યારે આજે વિશ્વ મહિલા દિને મોરબીના અતિ પછાત વિસ્તારમાં રહેતી એક એવી માતા કે જેણે પિતાની નાનપણથી જ છત્રછાયા ગુમાવી હતી. તે એકની એકી દિકરીને જીવનના કપરા દિવસોમાં પણ માતા તેમજ પિતા બની હૂંફ પૂરી પડી છે. પોતે અભણ હોવાછતાં તેની દિકરીને સારામાં સારું શિક્ષણ મળે તે માટે પારકા કામ કરીને દીકરીની પરવરીશ કરી છે. એટલું જ નહિ આ દીકરી સમાજમાં માનભેર ઉભી રહી શકે તે માટે અથાગ સંઘર્ષ પણ કર્યો છે. તો ચાલો જાણીએ આ માતાની સંઘર્ષ ગાથા...

“માં” શબ્દમાં જ સમગ્ર સૃષ્ટી સમાઈ જાય તેવો વિશાળ શબ્દ છે ત્યારે આજે વિશ્વ મહિલા દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે અને મહિલાઓની વિશેષ સિદ્ધિઓની વાતો કરવામાં આવી રહી છે ત્યારે આપણે વાત કરવાના છે એક એવી માતાની કે, જેણે તેની એકની એકી દિકરીને પાપા પગલીથી પગભર કરવા સુધીની સફરમાં જીવનના અનેક ચડાવ ઉતર જોયા છે. મોરબી શહેરના ગઢની રંગ વિસ્તારમાં રહેતા ફાતેમાબેન ખુરેશીના પતિ કાસમભાઈ સાથે તેને વર્ષોથી અણબનાવ હોવાના કારણે માત્ર દોઢ વર્ષની દીકરી ફરઝાનાને લઈને તે ઘરેથી નીકળી ગયા હતા. 

મોસાળ પક્ષ મોરબીમાં જ રહેતો હોવા છતાં તેમની સાથે રહેવાના બદલે સીપહીવાસ વિસ્તારમાં ભાડાનું મકાન રાખીને તેના જીવનો એક માત્ર આધાર એવી દીકરી સાથે જીવન પથના ડગર પર આગળ વધવાનું શરુ કર્યું હતું. પોતે અભણ હોવા છતાં મનમાં એવી ગાંઠ વાળી હતી કે, તેની દીકરી ભવિષ્યમાં દુખી ન થાય તે માટે તેને શિક્ષિત કરવી છે.કેટલાક સંતાનોને માતા પિતાની છત્રછાયા અને અભ્યાસ માટે લકઝરીયસ સુવિધાઓ મળતી હોય છે તો પણ તે સારું શિક્ષણ મેળવી શકતા નથી તે હક્કિત છે પરંતુ જે ઘરમાં બે ટાઇમ ભોજનના ફાફા હોય અને માતા પારકા ઘરના કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હોય તે પરિવારની દિકરીને સારું શિક્ષણ મળશે અને તે પણ ખાનગી શાળામાં તેવો તેને સપને પણ ખ્યાલ હોય નહિ.

જો કે, મોરબીના ફાતેમાંબેને તેની દીકરી ફરઝાનાને પગભર કરવા માટે શિયાળો, ઉનાળો કે ચોમાસું જોયા વગર પેટે પટ્ટા બાંધીને કાળી મજુરી કરી હતી. જે નજરો નજર જોનાર ફરઝાનાએ પણ નાનપણથી જ મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે, તેની માતાની મહેનત એળે ન જાય તેવું શિક્ષણ મેળવવું છે. શિક્ષણ માટે તેણે જેવા દિવસો જોયા છે તેવા દિવસો મોરબીની આસપાસમાં ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારના સંતાનોને ન જોવા પડે તે માટે શિક્ષણનો સેવા યજ્ઞ સલામ વિસ્તારમાં શરુ કર્યો હતો .જેના થાકી એક, બે કે દસ, બાર નહિ પરંતુ ૪૫૦થી વધુ બાળકો આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવતા થયા છે.

મોરબી શહેર આર્થિક રીતે સમૃદ્ધ હોવાથી અહી રોજગારી મેળવવા માટે બીજા રાજ્યોમાંથી ઘણા મજુર પરિવારો આવતા હોય છે જો કે, તેમની આકાશી રોજગારી હોવાથી તે કોઈ જગ્યાએ સ્થાયી હોતા નથી. જેના કારણે આવા શ્રમજીવી પરિવારના બાળકો સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરી શકતા નથી પરંતુ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા આવા ગરીબ પરિવારના સંતાનોને શિક્ષિત કરવા માટે કોઇપણ પ્રકારના સ્વાર્થ વગર ફરઝાના કે જેને શિક્ષણ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેના દ્વારા વર્ષ ૨૦૦૮થી સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેથી માતાપિતા મજુરી કામ કરવા માટે ગયા પછી રખડતું ભટકતું જીવન જીવતા બાળકોને તેના વિસ્તારમાં જઈને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. કહેવાય છે ને, “ગુરુ વિના જ્ઞાન નહિ” તે ઉક્તિને સાર્થક કરતા આજે ફરઝાનાની જહેમતથી શ્રમજીવી પરિવારના ઘણા બાળકો શિક્ષિત થયા છે.

સરકાર દ્વારા આર.ટી.ઈ. સર્વ શિક્ષા અભિયાન, ગુણોત્સવ, પ્રવેશોત્સવ સહિતના કાયદા અને કાર્યક્રમો કરવામાં આવે છે તો પણ ગુજરાતમાં દરેક બાળકને શિક્ષણ નથી જ મળતું તે હકિકતત છે ત્યારે સામાન્ય રીતે શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષિત કરવા તે સરકારી બાબુઓની ફરજ છે. પરંતુ મોરબીમાં “ઘાયલ કી ગત ઘાયલ હી જાને” તે ઉક્તિને સાર્થક કરતા ફરઝાના ખુરેશીએ ગરીબ બાળકોને શિક્ષિત કરવા માટેનું કાર્ય શરૂ કર્યું હતું. જે સમય જતા શિક્ષણ વિભાગના ધ્યાન પર આવતા તેની મદદથી શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષિત કરવા માટેની ઝુંબેશ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં શરુ કરવામાં આવી હતી જેના સારા પરિણામો આજે મોરબી પંથકમાં મળવા લાગ્યા છે.

વર્કિંગ પેરેન્ટ કે જેને પોતાના સંતાનોને આયા બહેનો પાસે મુકવા પડતા હોય છે તેના માટે મોરબીના આ મહેનતકસ મહિલા ફાતેમાબેન ખરેખર પ્રેરણારૂપ છે. કેમ કે, ટુકી આવક અને ઓછા અભ્યાસ હોવા છતાં તેણે જે ભગીરથ કામ કરી બતાવ્યું છે જે કામ કરવામાં સુખી સંપન્ન પરિવારોનો પણ પન્નો ટુંકો પડે તેમ છે. આજે જયારે ફાતેમાબેનની દીકરીનું મુખ્યમંત્રી સહિતનાઓ દ્વારા સન્માન કરવામાં આવે છે ત્યારે દીકરી ફરઝાના તો ઠીક પરંતુ તેની માતા ફાતેમાબેનની છતી ગજગજ ફૂલે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news