મહારાષ્ટ્રના નવાપુરમાં એસટી બસ ખીણમાં લટકી, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

મહારાષ્ટ્રની સરહદે ગુજરાતની એસટી બસને અકસ્માત નડ્યો હતો. એક્સલ તૂટી જવાને કારણે બ્રેક ફેલ થતા આ અકસ્માત સર્જાયો હતો. 
 

મહારાષ્ટ્રના નવાપુરમાં એસટી બસ ખીણમાં લટકી, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

સુરતઃ ગુજરાતની એસટી બસને અકસ્માત નડ્યો છે. રાજ્યની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર ખાતે એસટી બસને અકસ્માત નડ્યો હતો. ચરણમલ ઘાટ પાસે સાપોલીયા વળાંકમાં અચાનક એસટી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બ્રેક ફેલ થતા બસ ખીણના કિનારે લટકી ગઈ હતી. બસની અંદર રહેલા 30 જેટલા મુસાફરોએ બુમાબુમ કરી હતી. અકસ્માતમાં 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં બાળકો પણ સામેલ છે. 

આ બસ મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત આવી રહી હતી. બસને સવારે 9.30 કલાક આસપાસ નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના ચરણમલ ઘાટ પાસે અકસ્માત નડ્યો હતો. બસમાં આશરે 30 જેટલા મુસાફરો હતો. જેમાં બાળકો સહિત 20 જેટલા લોકોને નાની-મોટી ઈજા થઈ છે. અકસ્માતને પગલે મુસાફરી કરી રહેલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. 

પથ્થરોને કારણે ખીણમાં ખાબકતા બચી ગઈ બસ
બ્રેક ફેલ થતાં ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દીધો હતો. ત્યારબાદ બસ સીધી ખીણમાં લટકી ગઈ હતી. સદ્ભાગ્યે પથ્થરો હોવાને કારણે બસ લટકી ગઈ હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 

બસની એક્સલ તૂટી જતા બ્રેક ફેલ થઈ ગઈ હતી. એક મુસાફરે કહ્યુ કે, ડ્રાઇવરે બ્રેક મારવાનો ખુબ પ્રયાસ કર્યો પરંતુ બ્રેક ફેલ હોવાને કારણે લાગી નહીં. અકસ્માતને કારણે મુસાફરો ડરી ગયા હતા. તેમણે કહ્યું કે પથ્થરોને કારણે બસ લટકી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news