સુરત: લીંબયતમાં 18 વર્ષીય યુવતી પર સાવકા મામાએ જ આચર્યુ દુષ્કર્મ

સાવકા મામાએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી હતી. જેને પગલે પરિવારજનોને જાણ થતાં રોષની લાગણી ફેલાઇ હતી.

Updated By: Oct 25, 2018, 12:22 PM IST
સુરત: લીંબયતમાં 18 વર્ષીય યુવતી પર સાવકા મામાએ જ આચર્યુ દુષ્કર્મ

ચેતન પટેલ/ સુરત: સુરતનાં લિંબાયતમાં ફરી દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સુરતનાં લીંબાયતમાં 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ઘટના બની હતી. સાવકા મામાએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી હતી. જેને પગલે પરિવારજનોને જાણ થતાં રોષની લાગણી ફેલાઇ હતી. ઘટનાને પગલે પરિવારજનોએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

લીંબાયતમાં 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ઘટના આગાઉ પણ સુરતમાં લંપટ સાધુની કામલીલા બહાર આવી હતી. ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ થઇ છે. 24 વર્ષીય યુવતી સાથે લંપટ સ્વામીએ બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ. યુવતીની માતાની સારવાર માટે રૂપિયા આપવાના બહાને સ્વામીએ યુવતી સાથે શારિરિક સબંધ બાંધ્યો હતો. યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે લંપટસ્વામીની અટકાયત કરી છે. ભોગ બનનાર યુવતીને મેડિકલ એકઅપ માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી.

ગુજરાતના અન્ય સમાચાર વાંચાવ માટે અહીં ક્લિક કરો...