limbayat

સુરતમાં વધુ એક લોહિયાળ બનાવ, ડીંડોલીના રાકેશ પર બે શખ્સનો જીવલેણ હુમલો

ક્રાઇમ સિટી સુરતના લિંબાયતમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. ડીંડોલીના રાકેશ વાઘમારે નામના બુટલેગર ઉપર લિંબાયત ચોક વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો છે. અંગત અદાવતમાં રાહેશને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયો છે

Sep 19, 2020, 09:01 AM IST

લિબાયતની 587 દુકાનો ક્લસ્ટર ઝોનમાં, અચોક્કસ મુદત સુધી બંઘ રાખવા મનપા કમિશ્નરનો આદેશ

રાજ્યમાં કોરોના સંકટ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે સુરતમાં વધતા કોરોના કેસને લઇને લિબાયત વિસ્તારની દુકાનો બંધ કરાવવામાં આવી છે. સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે.

Jun 13, 2020, 12:27 AM IST
Surat's Limbayat Stone pelting revealed a Conspiracy watch video on zee 24 kalak PT1M43S

સુરતના લિંબાયતમાં પથ્થરમારાની ઘટના ષડયંત્ર હોવાનો થયો ખુલાસો

સુરતના લિંબાયતમાં પથ્થરમારાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પથ્થરમારાની ઘટના ષડયંત્ર હતી. પોલીસે 120B કલમનો ઉમેરો કર્યો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ. આ ઘટનામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો. 200થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો.

Jan 31, 2020, 09:00 AM IST
Video Of Stoned In Limbayat Of Surat PT3M2S

સુરતના લિંબાયતમાં થયેલા પથ્થરમારા સમયનો વીડિયો આવ્યો સામે

આજે કેટલીક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન કરાયું છે CAA અને NRCના વિરુદ્ધ માં ભારત બંધના એલાનની અસર સુરતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. ખાસ કરીને સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારો ની ઘટના પણ સામે આવી હતી જેમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો છે.પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે રાયોટિંગ નો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Jan 29, 2020, 06:35 PM IST
Anti-Social Elements Fire To Bikes In Limbayat At Surat PT3M4S

સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોએ બાઈકમાં ચાંપી આગ, ઘટના CCTVમાં કેદ

સુરતમાં ડિંડોલી પછી લિંબાયતમાં પણ આગ ચાંપવાની ઘટના સામે આવી છે. લિંબાયતના મહાપ્રભુ નગર ખાતે મોડી રાત્રે ઘરની બહાર મુકેલી બાઈકમાં કોઈક ઈસમ આગ ચાંપતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જો કે, આગ ચાંપવાનું કારણ હજુ સુધી અંક બંધ છે. ત્યારે લિંબાયત પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવી, તો બીજી તરફ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Jan 11, 2020, 02:40 PM IST

સુરત: પ્રેમીએ મહિલાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વશ્યો જોઇ ચોંકી ઉઠી

સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધમાં રહેલા પ્રેમીએ જ મહિલાનું અપહરણ કરી મકાનમાં લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચર્યા બાદ પ્રેમી ઘરમાં બંધ મહિલાને ગોંધી બહારથી દરવાજાને તાળું મારી ફરાર થઈ ગયો હતો.

Jan 5, 2020, 12:28 PM IST
Pollution In Surat: Increased Levels Of Pollution In Limbayat Of Surat PT4M23S

સુરતના લિંબાયત વિસ્તારમાં વધ્યું પ્રદુષણનું સ્તર

સુરતમાં પ્રદુષણના સ્તરમાં વધારો થયો છે. શહેરના લિંબાયતમાં વિસ્તારમાં AQI 385 સુધી પહોંચ્યો છે. જ્યારે PM 2.5નો આંકડો 231.7 UG નોંધાયો છે. જ્યારે PM 10નો આંકડો 396.93 UG નોંધાયો છે. CO2નું પ્રમાણ 840.78 ppm નોંધાયું છે...

Dec 11, 2019, 12:40 PM IST

સુરત: પોલીસ ગોડાઉનમાં લાગી ભયાનક આગ, જપ્ત કરેલી 10 બાઇક બળીને ખાખ

લિંબાયતના પોલીસ ગોડાઉનમાં આગ લાગી જવાને કારણે જપ્ત કરવામાં આવેલા 10 વાહનો બળીને ખાખ થઇ ગયા હતા

Nov 18, 2019, 05:58 PM IST

સુરત બળાત્કાર કેસમાં જિલ્લા કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા

સુરતમાં નાની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કરવાના ગુનામાં સુરતની જિલ્લા કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. નવ જ મહિનામાં આ ચુકાદો આવ્યો છે, જેમાં સુરત શહેર પોલીસ, સરકારી વકીલની મહેનત રંગ લાવી છે, સાથે જ નામદાર જજ દ્વારા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપવામાં આવ્યો હોવાનું કહી શકાય છે. ચુકાદો સાંભળતા બાળકીના માતા પિતાએ નામદાર જજ, સરકારી વકીલ અને પોલીસનો આભાર માન્યો હતો.

Aug 1, 2019, 02:30 PM IST

સુરત: DGVCLના પાવર ફોલ્ટને કારણે ઝરીના કારખાનામાં લાગી ભીષણ આગ

સુરતમાં ડીજીવીસીએલની બેદરકારી દરરોજ વધી રહી છે. ગઈકાલે સ્કુલ પાસે જાહેરમાં વિજપોલ પર આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આજે લિંબાયત મહાપ્રભુનગર આગળ આવેલા ગોવિંદનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 53/54 નંબરના ગાળામાં આગ લાગી હતી. યાર્નના ગોડાઉનમાં ઉપર મશીન ચાલતા અને નીચે બંધ ગોડાઉનની બારીમાંથી ઝરેલા તણખાથી ધડાકાભેર લાગેલી આગ લાગી હતી. આગ લગતા ગોડાઉનમાં રહેલો યાર્ન, જરી સહિતનો સામાન બળીને ખાક થયો હતો. 

Jun 19, 2019, 04:38 PM IST
Surat: Police constable gets robbed PT1M39S

સુરત: કોન્સ્ટેબલ પર હુમલો કરી લૂંટી લેવાયો

સુરત: લિંબાયતના હરિ ટ્રાવેલસ નજીક ખુલ્લી જગ્યાની ઘટના, નોકરી પુરી કરી ઘરે જઈ રહ્યો હતો ત્યારે વર્દીમાં હોવાથી અહીં કેમ આવ્યા કહી હુમલો કરાયો.

Jun 2, 2019, 05:10 PM IST

લિંબાયતમાં બાળકીની છેડતી કરનારને લોકોએ જાહેરમાં પકડીને માર્યો

સુરતના લિબાયત વિસ્તારમાં 4 વર્ષની બાળકીની છેડતી કરનાર યુવાનની લોકોએ જાહેરમાં ધોલાઈ કરી હતી. યુવાનના કપડાં ફાડી નાખી સ્થાનિકોએ હાથ સાફ કર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો

Feb 7, 2019, 08:06 PM IST

સગા મામાએ 14 વર્ષની ભાણી સાથે આચર્યુ દુષ્કર્મ, સુરતમાં એક અઠવાડિયા ચોથી બળાત્કારની ઘટના

લીંબાયતમાં 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ઘટના આગાઉ પણ સુરતમાં લંપટ સાધુની કામલીલા બહાર આવી હતી. ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Oct 30, 2018, 10:32 AM IST

સુરત: લીંબયતમાં 18 વર્ષીય યુવતી પર સાવકા મામાએ જ આચર્યુ દુષ્કર્મ

સાવકા મામાએ જ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી હતી. જેને પગલે પરિવારજનોને જાણ થતાં રોષની લાગણી ફેલાઇ હતી.

Oct 25, 2018, 11:45 AM IST