જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતાં કૂતરાંઓ ઘૂસી ગયા, દર્દીઓમાં જોવા મળ્યો ડરનો માહોલ

જામનગરની જીજી હોસ્પિટલ ફરી ચર્ચામાં છે. આ વખતે હોસ્પિટલમાં રખડતાં કૂતરાંઓ ઘૂસી જવાને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં કૂતરાંઓ આંટાફેરા મારી રહ્યાં છે. જ્યારે દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યાં છે.
 

જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતાં કૂતરાંઓ ઘૂસી ગયા, દર્દીઓમાં જોવા મળ્યો ડરનો માહોલ

મુસ્તાક દલ, જામનગરઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં આવેલી છે.. કહેવાય છેકે, સૌરાષ્ટ્રના તમામ દર્દીઓ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ જાય છે.. આ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધાઓ પણ પૂરતી હોવાના દાવા કરવામાં આવે છે.. પરંતુ, જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને લઈને તમને પણ સવાલ થશે કે આ નાગરિકોની હોસ્પિટલ છેકે, પછી એનિમલ કેર સેન્ટર.. જી હાં, સિક્યુરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતી હોસ્પિટલમાં પ્રશાસનની આબરું લુંટાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.. 

ક્યારેક રેઢિયાળ ઢોરના આંટાફેરા તો ક્યારેક રખડતાં કૂતરાંના આંટાફેરા..
તમે વિશ્વાસ કરશો,, સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી હોસ્પિટલના આ દ્રશ્યો છે.. જી હાં, આ બંને દ્રશ્યો જામનગરની જીજી હોસ્પિટલના છે જ્યાં હોસ્પિટલની સિક્યુરિટી પાછળ જ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.. ગાયોના હોસ્પિટલમાં આંટાફેરાના દ્રશ્યો ગયા વર્ષના છે જ્યારે રખડતાં શ્વાનના આંટાફેરાના દ્રશ્યો હાલના જ છે.. 

જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે.. રાત્રિના સમયે ચાર કૂતરાઓ હોસ્પિટલમાં ઘૂસી ગયા બાદ બાખડતા દર્દીઓમાં ડરનો માહોલ છવાયો હતો.. જીજી હોસ્પિટલના તમામ એન્ટ્રી પોઈન્ટ પર સિક્યુરિટી ગાર્ડ હોવા છતા અંદર વારંવાર કૂતરાઓ ઘૂસી જતા સિક્યુરિટીને લઈ પણ સવાલ ઉઠ્યા છે.. જોકે, ZEE 24 કલાક દ્વારા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો સંપર્ક કરતાં તેમણે પણ હાસ્યાસ્પદ જવાબ આપ્યો.. સુપ્રિટેન્ડન્ટનું કહેવું છેકે, વીડિયો ક્યારનો છે તેને લઈને તપાસનો વિષય છે..

જામનગર શહેરમાં રખડતાં ઢોર અને રખડતાં શ્વાનનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે.. રસ્તા પર ઢોર અને શ્વાનના હુમલાથી ઈજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે પરંતુ, જો હોસ્પિટલ જ શ્વાનનો અડ્ડો બની જાય તો લોકો ક્યાં જાય..

જામનગરમાં જીજી હોસ્પિટલમાં શ્વાન ઘૂસવાની ઘટના કોઈ નવી નથી.. આ પહેલાં પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જીજી હોસ્પિટલના એક વોર્ડમાં દર્દીના બેડ પર શ્વાન આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.. ત્યારે સૌથી મોટો સવાલ એ છેકે, આ હોસ્પિટલ લોકોના સ્વાસ્થ્ય માટે છેકે, પછી રખડતાં ઢોર અને શ્વાનની મોજમજા માટે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news