વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર! JEE મેઇન્સ અને ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ ક્લેશ

JEE મેઈન્સ આપવી કે પ્રીલીમ પરીક્ષા આપવી, તેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી ગઈ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે JEE મેઇન્સ અથવા બોર્ડની પ્રીલિમ પરીક્ષાની તારીખ બદલવી જોઈએ. જેથી ચિંતામુક્ત થઈને પરીક્ષા આપી શકાય.

વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર! JEE મેઇન્સ અને ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ ક્લેશ

અતુલ તિવારી/અમદાવાદ: JEE મેઇન્સ અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. JEE મેઇન્સ અને ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ ક્લેશ થતાં વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જી હા...શાળા કક્ષાએ લેવાતી પ્રિલીમ કસોટી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. જ્યારે NTA દ્વારા JEE મેઈન્સ પરીક્ષા માટે 24 થી 31 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા યોજાશે. આ સિવાય યુનિટ ટેસ્ટ પણ 19 જાન્યુઆરીએ લેવાની જાહેરાત થઈ હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.

JEE મેઈન્સ આપવી કે પ્રીલીમ પરીક્ષા આપવી, તેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી ગઈ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે JEE મેઇન્સ અથવા બોર્ડની પ્રીલિમ પરીક્ષાની તારીખ બદલવી જોઈએ. જેથી ચિંતામુક્ત થઈને પરીક્ષા આપી શકાય. સાયન્સના શિક્ષક પુલકિત ઓઝાએ કહ્યું કે, શિક્ષણ વિભાગ જો પ્રિલીમ કસોટી JEE મેઇન્સ બાદ યોજે તો વિદ્યાર્થીઓના હિતમાં રહેશે.

જો કે ઝી 24 કલાકને મળેલી માહિતી મુજબ JEE મેઇન્સ આપવાના કારણે જે વિદ્યાર્થી પ્રિલિમ પરીક્ષા નાં આપી શકે તેવા વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરવા નિર્ણય લેવાઈ શકે છે. શિક્ષણ વિભાગ શાળાઓને ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષા JEE મેઇન્સનાં કારણે નાં આપી શકે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા પછીથી યોજવા આદેશ આપી શકે છે.

મહત્વનું છે કે, વિદ્યાર્થીઓની આશાઓ મુજબ JEE મેઇન્સને કારણે શાળા કક્ષાએ આયોજિત પ્રિલીમ પરીક્ષા સંપૂર્ણ રીતે પાછળ ખસેડવાનો નિર્ણય શિક્ષણ વિભાગ નહીં કરે. 

ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલ પર શિક્ષણ વિભાગની મહોર
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. JEE મેઇન્સ પરીક્ષાનાં કારણે શાળામાં આયોજિત પ્રિલિમ કસોટી નાં આપી શકનાર વિદ્યાર્થીઓને તક અપાશે. પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ જે તે વિષયની પરીક્ષા ફરી લેવાશે. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી લેવાશે. ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલ પર શિક્ષણ વિભાગની મહોર મારી છે. શિક્ષણ વિભાગના નિયામક દ્વારા પરિપત્ર કરાયો છે. JEE નાં કારણે પ્રિલીમ કસોટી ચૂકી જનાર વિદ્યાર્થીની પરીક્ષા ફરી શાળાઓએ લેવાની રહેશે. 

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો નિર્ણય
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક મોટો નિર્ણય લેવાયો છે. JEE મેઇન્સ પરીક્ષાનાં કારણે શાળામાં આયોજિત પ્રિલિમ કસોટી નાં આપી શકનાર વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી યોજાશે. પ્રીલિમ કસોટીની જે તે વિષયની પરીક્ષા નહીં આપી શકનાર વિદ્યાર્થીની કસોટી 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી લેવાશે. શિક્ષણ વિભાગના નિયામક દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ પ્રિલીમ કસોટી ચૂકી જનાર વિદ્યાર્થીની પરીક્ષા ફરી લેવા શાળાઓને આદેશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, JEE મેઇન્સની કસોટી 24 થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જ્યારે ધોરણ 12 સાયન્સની પ્રિલિમ કસોટી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. જો કે વિદ્યાર્થીઓએ માગ કરી હતી કે ચિંતામુક્ત થઈને સારી તૈયારી સાથે પરીક્ષા આપી શકાય એ માટે શિક્ષણ વિભાગ પ્રિલીમ કસોટીનું આયોજન JEE મેઇન્સ પૂર્ણ થયા બાદ કરે. શિક્ષણ વિભાગે સંપૂર્ણ પરીક્ષાનું આયોજન JEE મેઇન્સ બાદ નાં કરી, વિદ્યાર્થી જે વિષયની પરીક્ષા ચૂકી જાય એ પરીક્ષા 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન આપી શકે તેવો નિર્ણય કરી, DEO મારફતે શાળાઓને આદેશ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news