નિત્યાનંદ આશ્રમમાં રહેતા 2 બાળકોએ પોલીસ તપાસમાં રડતા રડતા કહ્યું, ‘અમને ઘરે જવું છે...’

વિવાદનું બીજું નામ બનેલા નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં ગઈકાલે દિવસ દરમ્યાન સતત તાપસ દોર ચાલ્યો હતો. એસઆઈટી (SIT)ની ટીમને આશ્રમમાં તપાસ દરમિયાન દિલ્હી (Delhi) ની ૨ બાળકીઓએ રડતા રડતા પોલીસ સમક્ષ પોતાના માતા પિતા સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી. પોલીસેએ ફરિયાદી જનાર્દન શર્મા (Janardan Sharma) ની મીસિંગ તેમજ તેમના બંને નાના બાળકોના અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદને લઇને આશ્રમમાં એસઆઈટીની ટીમે ધામા નાંખ્યા હતા. એસઆઈટીની ટીમે સીડબલ્યુસીના સભ્યોની હાજરીમાં આશ્રમ સાથે સંકળાયેલ કર્મચારીઓ અને બાળકો સહિત 20 લોકોના નિવેદન લીધા છે.

નિત્યાનંદ આશ્રમમાં રહેતા 2 બાળકોએ પોલીસ તપાસમાં રડતા રડતા કહ્યું, ‘અમને ઘરે જવું છે...’

જાવેદ સૈયદ/અમદાવાદ :વિવાદનું બીજું નામ બનેલા નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં ગઈકાલે દિવસ દરમ્યાન સતત તાપસ દોર ચાલ્યો હતો. એસઆઈટી (SIT)ની ટીમને આશ્રમમાં તપાસ દરમિયાન દિલ્હી (Delhi) ની ૨ બાળકીઓએ રડતા રડતા પોલીસ સમક્ષ પોતાના માતા પિતા સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી. પોલીસેએ ફરિયાદી જનાર્દન શર્મા (Janardan Sharma) ની મીસિંગ તેમજ તેમના બંને નાના બાળકોના અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદને લઇને આશ્રમમાં એસઆઈટીની ટીમે ધામા નાંખ્યા હતા. એસઆઈટીની ટીમે સીડબલ્યુસીના સભ્યોની હાજરીમાં આશ્રમ સાથે સંકળાયેલ કર્મચારીઓ અને બાળકો સહિત 20 લોકોના નિવેદન લીધા છે.

દિલ્હીની 9 અને 10 વર્ષની બાળકીઓ માતાપિતા સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી
એસઆઈટી ટીમ જ્યારે આશ્રમમાં રહેલા લોકોના  નિવેદન નોંધી રહી હતી ત્યારે અચાનક બે બાળકીઓ રડતી રડતી એસઆઈટીની ટીમ સમક્ષ આવી હતી અને પોતાની માતા પિતા સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઇને સીડબલ્યુસીના સભ્યોની હાજરીમાં બંને બાળકીના નિવેદન લેવાયા હતા. બંને બાળકીઓને હાલ સીડબલ્યુસીમાં મોકલવામાં આવી છે. મૂળ દિલ્હીની બે બાળકીઓને છેલ્લાં 5 મહિનાથી અમદાવાદમાં આશ્રમમાં લવાઈ હતી. 9 વર્ષની રોશની અને 10 વર્ષની પ્રતિભા નામની બાળકીઓની ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ પૂછપરછ કરી વિગતવાર નિવેદનો નોંધ્યા હતા. જેના બાદ તેઓ એસઆઇટીને રિપોર્ટ સોંપશે. જેના આધારે બાળકીઓની ઈચ્છા હશે તો તેમના માતાપિતાનો સંપર્ક કરીને તેમની પાસે મોકલાશે. જોકે બાળકીઓ સાથે કોઈ અનઈચ્છનીય ઘટના બની હોય તો પોલીસ તે દિશામાં પણ કાર્યવાહી કરશે.

નિત્યનંદિતા વોટ્સએપથી વાત કરતી હોવાથી સાયબર સેલની મદદ લેવાઈ
હાલ આશ્રમમાં 19 બાળકો રહે છે. અત્યાર સુધી આશ્રમમાંથી 20 લોકોના નિવેદન લેવાયાં છે. જેમાં અનુયાયીઓના પણ નિવેદન લેવાયા છે. મીસિંગની ફરિયાદને લઇને સાયબર સેલની મદદ લેવાઈ છે. નંદિતા વોટસ એપમાં વાત કરે છે. તેથી આ મામલાને લઇને સાયબર સેલની મદદ લેવાઈ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news