નડિયાદના સંતરામ મંદિરમાં સાકરવર્ષા થઇ, હજારો ભક્તો ઉજવણીમાં સામેલ, પવિત્ર સાકરની ઉછામણી

જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં આજે મહાસુદ પૂનમ નિમિતે પુનિત મહારાજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તિથિ નિમિત્તે સાકરવર્ષા કરવામાં આવતી હોય છે. ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભુલી ઉજવણીમાં જોડાયા હતા. હજારો ભક્તો સાકર, સુકુ ‌કોપરૂ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. 
નડિયાદના સંતરામ મંદિરમાં સાકરવર્ષા થઇ, હજારો ભક્તો ઉજવણીમાં સામેલ, પવિત્ર સાકરની ઉછામણી

ખેડા : જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં આજે મહાસુદ પૂનમ નિમિતે પુનિત મહારાજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તિથિ નિમિત્તે સાકરવર્ષા કરવામાં આવતી હોય છે. ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભુલી ઉજવણીમાં જોડાયા હતા. હજારો ભક્તો સાકર, સુકુ ‌કોપરૂ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. 

સેવાની પવિત્ર ભૂમિ નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમનું આગવું મહત્વ છે. બરાબર 191 વર્ષ પહેલાં આ દિવસે ભગવાન દત્તાત્રેય સ્વરૂપ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે મંદિર પરિસરમાં જીવત સમાધિ લીધી હતી. લોકવાયકા પ્રમાણે તે સમયે ત્યાં મૂકેલા બે દીવા આપોઆપ પ્રજ્વલિત થઇ ઉઠ્યાં હતાં. આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. 

તે દિવસથી આ દીવાની જ્યોત અંખડ સ્વરૂપે પ્રજ્વલીત છે. દર વર્ષે મહાસુદ પૂનમે પરંપરા મુજબ સાકરવર્ષા કરવામાં આવે છે. ભક્તો આ દિવસની એક વર્ષથી રાહ જોતા હોય છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અંખડ‌ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા‌ પ્રાપ્ત કરે છે. આજે આ પવિત્ર દિવસે સાંજે 6:30 કલાકે સાકરવર્ષા કરાઇ હતી. 

આ પહેલા આરતી પણ થઇ હતી જેમાં સેંકડો ભક્તો ઉમટી પડ્યાં હતા. ઓમકારના નાદ સાથે સાકરવર્ષા કરાઈ હતી. આ સમયે હજારો ભાવિકો ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર "જય મહારાજ"ના જય ઘોષ સાથે ગૂંજી ઉઠયુ હતું. મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી. ભકતો પ્રસાદ રૂપી સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલીને ધન્યતા અનુભવી હતી.

આજે પ્રાત: સ્મરણીય પૂ. રામદાસજી મહારાજના સાનિધ્યમાં સવારે 4:30 કલાકે ધ્યાન આ બાદ 4:45 કલાકે તિલક દર્શન, જે બાદ 5:45 કલાકે મંગળા દર્શન અને આ પછી સમી સાંજે આરતી તથા 6:30 કલાકે સાકરવર્ષા કરવામાં આવી હતી. તો વળી દિવ્યઅખંડ જ્યોતના તથા પાદુકાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news