ફી નિર્ધારણ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, જાણો વિગતો

 ફી નિર્ધારણ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, જાણો વિગતો

નવી દિલ્હીઃ ફી રેગ્યુલેટરી કમિટી મુદ્દે પેરેન્સ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું કે, ફી  રેગ્યુલેટરી કમિટીમાં પેરેન્ટસ એસોસિએશનનો સમાવેશ કરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રોવિઝનલ ફી સરકારે જે નક્કી કરી છે તે લેવામાં આવશે. પ્રોવિઝનલ ફી કરતા જે શાળાઓએ વધુ ફી લીધી છે તે શાળાઓએ ફી પરત આપવી પડશે. 

સુપ્રીમ કોર્ટના ચુદાકા બાદ શિક્ષણપ્રધાન ભુવેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે નિવેદન આપ્યું છે. શિક્ષણપ્રધાને જણાવ્યું કે, સી.બી.એસ.સી સહિતના તમામ બોર્ડને ફી નિયમનનો કાયદો લાગુ પડશે. સુપ્રીમ કોર્ટે  સરકારનું સમર્થન કર્યું છે. ફી નિયમન મર્યાદામાં વાલીઓ અને સંચાલકો પોતાના સુચનો રજૂ કરશે. આ સુચનો મળ્યા બાદ બે સપ્તાહમાં સરકાર ફીનો નવો સ્લેબ જાહેર કરશે. શિક્ષણપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે. વાલીઓનો સમાવેશ કરવાની કોઈ વાત કોર્ટે કરી નથી. સરકારની પીછેહઠ નહીં પણ સુપ્રીમ કોર્ટે સરકારની વાતને સમર્થન આપ્યું છે. 

 

સુપ્રીમ કોર્ટના ચુકાબા બાદ કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સતત વાલીઓની સાથે રહી છે. ભાજપે સત્તા જવાના ડરે કાગળ પર કાયદો બનાવ્યો છે. બીજેપીએ પોતાના  માલતીયાઓને કમિટીમાં રાખ્યા હતા. બીજેપીની મનસા પર પાણી ફરી વળ્યું છે. હાલની સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. સરકાર ગ્રાન્ટેડ શાળા કોલેજોની મંજૂરી આપે છે. સરકાર દ્વારા જે કમિટી રચવામાં આવી હતી તે શંકાસ્પદ હતી. કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જ છે. કોંગ્રેસે ભાજપની સરકારને પડકાર ફેંક્યો કે છેલ્લા 15 વર્ષનું શિક્ષણ વિભાગનું શ્વેત પત્ર બહાર પાડે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news