સુરત: ધારાસભ્યની ઓફિસ પાછળ જ ધમધમે છે દારૂના અડ્ડા, પોલીસને નથી દેખાતો એક પણ અડ્ડો !

શહેરના પ્રોહિબિશનના ગુના અટકાવવાના પોલીસ અવાર નવાર દાવાઓ કરતી હોય છે જો કે, શહેરમાંથી આંતરે દિવસે દારૂ મળી આવે છે. દરમિયાન પોલીસને જે દારૂના અડ્ડા નથી દેખાતા ત્યાં પ્રજા દ્વારા દરોડા કરવામાં આવે છે. જો કે આવી જ એક રેડ સુરતમાં મહિલા ધારાભ્યની ઓફીસ નજીક કરવામાં આવી હતી. આ દરોડામાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો. જે રોષે ભરાયેલા લોકોએ સળગાવી દીધો હતો. 
સુરત: ધારાસભ્યની ઓફિસ પાછળ જ ધમધમે છે દારૂના અડ્ડા, પોલીસને નથી દેખાતો એક પણ અડ્ડો !

સુરત : શહેરના પ્રોહિબિશનના ગુના અટકાવવાના પોલીસ અવાર નવાર દાવાઓ કરતી હોય છે જો કે, શહેરમાંથી આંતરે દિવસે દારૂ મળી આવે છે. દરમિયાન પોલીસને જે દારૂના અડ્ડા નથી દેખાતા ત્યાં પ્રજા દ્વારા દરોડા કરવામાં આવે છે. જો કે આવી જ એક રેડ સુરતમાં મહિલા ધારાભ્યની ઓફીસ નજીક કરવામાં આવી હતી. આ દરોડામાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો. જે રોષે ભરાયેલા લોકોએ સળગાવી દીધો હતો. 

સુભાષનગરના કેટલાક મકાનોમાં આનંદ મરાઠે ઉર્ફે લંગડો અને ગણેશ પાટીલ ઉર્ફે કાંદા દ્વારા મોટા પાયે દેશી દારૂનુ વેચાણ કરવામાં આવે છે. શુક્રવારે સવારે લિંબાયત પી.આઇ એચ.બી ઝાલાને સુભાષમગરના રહીશોએ દારૂના અડ્ડાઓ બંધ કરવા રજુઆત કરી હતી. સાંજે લિંબાયત પોલીસે સુભાષનગરમાં દરોડો પાડ્યા હતા. ત્યારે પોલીસની સાથે સ્થાનિકો આગેવાનો અને સોસાયટીના રહીશો દ્વારા સુભાષનગરમાં આનંદ અને ગણેશના ઘરે સાથે રહી દરોડા પાડ્યા હતા. દરોડામાં સેંકડો લીટર દારૂ મળી આવ્યો હતો. જેમાં પોલીસે દારૂ લઇ ગયા બાદ આરોપીઓ આનંદ અને ગણેશ પણ ઝડપી પાડ્યો હતો. જો કે પોલીસનાં ગયા બાદ લોકોએ ફરી આસપાસના વિસ્તારોમાં તપાસ આદરી હતી. 

જેમાં દેશી દારૂના ડ્રમ મળી આવ્યા હતા. આ ડ્રમ બાબતે જનતાએ પોલીસને અંધારામાં રાખી દારૂના ડ્રમ ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફીસે લઇ જઇને સળગાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, લિંબાયતમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં મહિલાઓ પણ પોલીસ મોટા પ્રમાણમાં જોડાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news