સુરતમાં વાહન ચોરી કરતી ગેંગના 3 સાગરિત પકડાયા, 10 ગુનાઓના ભેદ ઉકેલાયા

સુરતમાં રાત્રિ દરમિયાન ફરી ખુલ્લા લોક સ્ટીયરિંગવાળા વાહનોને નિશાન બનાવતી ગેંગના 3 સાગરીતોને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે 9 ચોરીના વાહનો કબ્જે કર્યા હતા. આ ચોરીના વાહનો આ ગેંગના લોકો અન્યોને સસ્તા ભાવે વેચી મારતા હતા.
સુરતમાં વાહન ચોરી કરતી ગેંગના 3 સાગરિત પકડાયા, 10 ગુનાઓના ભેદ ઉકેલાયા

ચેતન પટેલ/સુરત :સુરતમાં રાત્રિ દરમિયાન ફરી ખુલ્લા લોક સ્ટીયરિંગવાળા વાહનોને નિશાન બનાવતી ગેંગના 3 સાગરીતોને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે 9 ચોરીના વાહનો કબ્જે કર્યા હતા. આ ચોરીના વાહનો આ ગેંગના લોકો અન્યોને સસ્તા ભાવે વેચી મારતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના અઠવા પોલીસ મથકના વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહન ચોરીની ફરિયાદોમાં વધારો થતા પોલીસ દોડતી થઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરતા અઠવા પોલીસને બાતમી મળી હતી કે રાત્રિ દરમિયાન વાહનોની ચોરી કરનાર ગેંગ હાલ ચોરી કરેલ વાહન વેચવા માટે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમની પૂછપરછ કરતા તમને પોતાના નામ આસિફ સાહ અને મોહમદ સાહ જણાવ્યું હતું. 

ગેંગના આ બંને આરોપીઓ રાત્રિ દરમિયાન સુરતના અનેક વિસ્તારોમાં ફરતા હતા. જ્યાં કોઈ ગાડીનું સ્ટીયરિંગ લોક ખુલ્લું દેખાય તેવા વાહનોને તેઓ ટાર્ગેટ બનાવતા હતા. આવા વાહનોની ચોરી કરી ભાગી છૂટતા હતા. તેઓ શરૂઆતમાં સોસાયટીમાં વાહનને ધક્કો મારી લઈ જતા અને બાદમાં વાહનનું લોક તોડી ભાગી છૂટતા હતા. બંને આરોપીઓએ ચોરીના વાહન મોહંમદ તબરેજને સસ્તા ભાવે વેચી દેતા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બાદમાં મોહમદ તબરેજની પણ ધરપકડ કરી છે. તેની પાસેથી ચોરીના 9 વાહનો કબ્જે કરી 10 જેટલા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી. 

આ ગેંગના સાગરીતોએ અઠવા પોલીસ મથકના 5, ઉધના, સલાબતપુરા, મહિધરપુરા, ખટોદરા મળી કુલ 10 ચોરી કર્યાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ બનાવમાં ત્રણેયને કોર્ટ માં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી તેવું અઠવા પોલીસ મથકના પીઆઈ ડીએસ કોરાટે જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news