Gujarat Election 2022: સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર AAPને મોટો ઝટકો, નહીં લડી શકે ચૂંટણી, હવે માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ

Gujarat Election 2022: સુરત પૂર્વ વિધાનસભા આપને પડતા પર પાટુ જેવી સ્થિતિ ઉદ્દભવી છે. આપ ઉમેદવાર કંચન જરીવાળા એ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. હવે આપના ડમી-અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.

Gujarat Election 2022: સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર AAPને મોટો ઝટકો, નહીં લડી શકે ચૂંટણી, હવે માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ

Gujarat Election 2022, ચેતન પટેલ: સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર આપ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આપ ઉમેદવાર કંચન જરીવાલાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી. હવે આપના ડમી અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષની પીછેહઠ થઈ છે.

સુરત પૂર્વ વિધાનસભા આપને પડતા પર પાટુ જેવી સ્થિતિ ઉદ્દભવી છે. આપ ઉમેદવાર કંચન જરીવાળા એ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. હવે આપના ડમી-અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષની પીછેહઠ થઈ છે. આપના અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર સલીમ મુલતાની એ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.સુરત વિધાનસભાની પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કેંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. 

તમને જણાવી દઈએ કે, સુરત પૂર્વ બેઠક પર AAPએ કંચન ઝરીવાલને ટિકિટ આપી હતી. સાથે જ ડમી ઉમેદવાર તરીકે સલીમ મુલતાનીએ પણ ફોર્મ ભર્યુ હતુ. 2 દિવસ પહેલા કંચન ઝરીવાલાએ ફોર્મ પરત ખેચ્યું હતું, મેન્ડેટ ન હોવાના કારણે સલીમ મુલતાની AAPના બેનર હેઠળ ચૂંટણી લડી શકતા ન હતા. જેથી સલીમ મુલતાનીનું ફોર્મ અપક્ષ ઉમેદવાર તરીકે મંજૂર થયુ હતુ. ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે AAPના ડમી અને અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેચ્યું હતું.

ઉમેદવારી પત્ર ભરાયા બાદ બે દિવસ દરમિયાન રચાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત ગઈકાલે (ગુરુવાર) આવી ગયો હતો. કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ તેમના ડમી તરીકે સલીમ મુલતાનીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ નહીં હોવાના કારણે સલીમ મુલતાની આપના બેનર હેઠળ ચૂંટણી લડી નહીં શકે એમ હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ઉમેદવારી પત્ર મંજુર કરવામાં આવ્યું હતું. 

જો કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે આપના ડમી અને અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પોતાનો ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. આ દરમિયાન સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરત પૂર્વના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપે કીડનેપ કર્યા હોવાનો આરોપ રાઘવ ચઢ્ઢાએ લગાવ્યો હતો.

નોંધનીય છે કે, આ પહેલા આમ આદમીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી બાદ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આ મામલે ભાજપ પર આરોપ લગાવતાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ધાક ધમકી આપીને તેમને ફોર્મ પરત લેવડાવવા માટે મજબુર કરવામાં આવ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news