Tokyo Olympics 2020: જાણો ભારતીય પુરૂષ હોકી ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

ટોક્યો ઓલિમ્પિકમાં આ વખતે ભારતીય હોકી ટીમને મેડલની દાવેદાર ગણવામાં આવી રહી છે. ટોક્યોમાં ભારતીય ટીમની સફર 24 જુલાઈએ શરૂ થશે. 
 

Tokyo Olympics 2020: જાણો ભારતીય પુરૂષ હોકી ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) માં ભારતીય હોકી ટીમ મેડલના સપના સાથે જાપાન પહોંચી ચુકી છે. આ વખતે ઓલિમ્પિકમાં ભારતીય પુરૂષ હોકી ટીમને મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે અને હોકીના ઘણા જાણકાર તે પણ દાવો કરી રહ્યાં છે કે ટોક્યોમાં ભારતીય હોકી ટીમ 1980થી ચાલી રહેલા મેડલના દુકાળને ખતમ કરી શકે છે. 

ભારતીય પુરૂષ હોકી ટીમની કમાન આ વખતે મનપ્રીત સિંહના હાથમાં છે અને ટીમ તેના નેતૃત્વમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. આઠ વખતની ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટીના, સ્પેન, ન્યૂઝીલેન્ડ અને યજમાન જાપાનની સાથે ગ્રુપ-એ માં રાખવામાં આવી છે, જ્યારે ગ્રુપ-બીમાં બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, બ્રિટન, કેનેડા અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. આવો નજર કરીએ ટોક્યોમાં ભારતીય પુરૂષ હોકી ટીમના કાર્યક્રમ પર.

ભારતીય પુરૂષ હોકી ટીમનો કાર્યક્રમ (ગ્રુપ-એ)
24 જુલાઈ - ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, સવારે 6.30 કલાકે
25 જુલાઈઃ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બપોરે 3 કલાકે
27 જુલાઈઃ  ભારત વિરુદ્ધ સ્પેન, સવારે 6.30 કલાકે
29 જુલાઈઃ ભારત વિરુદ્ધ આર્જેન્ટીના, સવારે 6 કલાકે
30 જુલાઈઃ ભારત વિરુદ્ધ જાપાન, બપોરે 3 કલાકે

1 ઓગસ્ટઃ ક્વાર્ટર ફાઇન- જો ભારત ક્વોલિફાય કરે છે તો, સવારે છ કલાકે
3 ઓગસ્ટઃ સેમિફાઇનલ, જો ભારત ક્વોલિફાય કરે તો, સવારે 7 કલાકે
5 ઓગસ્ટઃ મેડલ મેચ- જો ભારત ક્વોલિફાય કરે તો સવારે 7 કલાકથી બપોરે 3.30 કલાક સુધી

Here's the schedule for India Men's Hockey team at #TokyoOlympics#Cheer4India #OlympicsKiAasha #Tokyo2020 pic.twitter.com/IQjlUEPXDR

— PIB India (@PIB_India) July 19, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news