ચાઈના ગેંગનો અમદાવાદમાં આતંક, અસામાજિક તત્વોએ શાહીબાગમાં આઠ વાહનોમાં કરી તોડફોડ
શહેરના શાહીબાગ (Shahibag) વિસ્તારમાં આવેલા હોળી ચકલા પાસે અસામાજિક તત્વોએ (Antisocial Elements) આતંક મચાવી 8 જેટલા વાહનોમાં તોડફોડ (Demolition) કરી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ: શહેરના શાહીબાગ (Shahibag) વિસ્તારમાં આવેલા હોળી ચકલા પાસે અસામાજિક તત્વોએ (Antisocial Elements) આતંક મચાવી 8 જેટલા વાહનોમાં તોડફોડ (Demolition) કરી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. સ્થાનિકોની વાત મુજબ ચાઇના ગેંગના (China Gang) સભ્યો દ્વારા આ હરકત કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એક જમાનાનો કહેવાતો કુખ્યાત બુટલેગર (Bootlegger) કિશોર લંગડાના દારૂના અડ્ડા નજીક આવેલા વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ (Antisocial Elements) આતંક મચાવ્યો છે. જેમાં 8 જેટલા વાહનોમાં તોડફોડ (Demolition) કરીને કાચ તોડવામાં આવ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે, ચાઈના ગેંગ (China Gang) દ્વારા આ હરકત કરવામાં આવી છે. ત્યારે આ મામલે શાહીબાગ પોલીસ (Shahibag Police) સ્ટેશનમાં 4 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ (Ahmedabad) શહેરના હોળી ચકલા વિસ્તારમાં અસામાજિત તત્વોએ (Antisocial Elements) રોફ જમાવવા માટે થઈને વાહનોમાં તોડફોડ (Demolition) કરી લગભગ 8 જેટલા વાહનોના કાચ તોડી નાખ્યાં ઉપરાંત મેઘાણીનગર પોલીસ (Meghaninagar Police) સ્ટેશનની હદમાં પણ આ પ્રકારે જ વાહનોમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પાછળ કોઈ એક જ ગેંગના શખ્સો સામેલ હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરો તો ચોક્કસ મદદ મળી રહે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ પણ મદદ મળતી નથી. આવો જ એક કિસ્સો શાહીબાગ વિસ્તારમાં બન્યો છે. જેમાં અસમાજિક તત્વો દ્વારા આતંક મચાવ્યા બાદ સ્થનિકોએ પોલીસને જાણ કરી પરંતુ કંટ્રોલ રૂમમાં હાજર પોલીસ કર્મચારીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરવાની સૂચના ન આપી હોવાનો આક્ષેપ ફરિયાદી કરી રહ્યો છે.
આ પણ વાંચો:- કારગિલમાં નિયુક્ત સશસ્ત્ર દળો માટે ગુજરાત NCCના કેડેટ્સ દ્વારા તૈયાર કરાયા 30,000 કાર્ડ્સ, જાણો કેમ
ત્યારે આવા કિસ્સાઓમાં પોલીસ જ નાગરિકોની મદદ નહીં કરે તો કોણ કરશે તે એક ખૂબ મોટો પક્ષ પ્રશ્ન છે. અમદાવાદ શહેરમાં એક દાયકા પહેલા અલગ અલગ ગેંગ સક્રિય હતી. આ તમામ ગેંગની કમર અમદાવાદ શહેર પોલીસે તોડી નાખી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરમાં ફરી એક વખત નવી ગેંગે માથું ઉચક્યું છે. મદ્રાસી ગેંગ હોય કે પછી ફેક્ચર ગેંગ હોય કે પછી તાજેતરમાં જ બનેલા શાહીબાગ વિસ્તારના બનાવમાં સક્રિય એવી ગેંગ ચાઈના ગેંગે માથું ઉચક્યું છે.
આ પણ વાંચો:- ડેલ્ટા વેરિએન્ટના મેસેજને લઇને કોર્પોરેટરે કર્યો ખુલાસો, કહ્યું રાજકીય વિરોધીઓનો પ્રયાસ
ત્યારે હવે આ બની બેઠેલી નવી ગેંગોને ડામવા માટે પોલીસ ક્યારે કમર કસે છે અને આવા અસમાજિક તત્વોને કાયદાનો પાઠ ક્યારે ભણાવશે તે તો કદાચ આવનારો સમય જ બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે