ગુજરાતના આ શહેરની શાળામાં વધુ 27 વિદ્યાર્થી, 7 શિક્ષકો સંક્રમિત, ડરશો નહીં, પણ સાવચેત નહીં રહો તો પડશે તકલીફ

સુરત શહેર અને જિલ્લાની શાળા કોલેજોમાં છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓના સંક્રમણ વધી રહ્યું છે. બે દિવસ સતત પંદર પંદર વિદ્યાર્થી બાદ ફરી એકવખત 27 વિધાર્થીઓ સંક્રમિત થયા છે.

 ગુજરાતના આ શહેરની શાળામાં વધુ 27 વિદ્યાર્થી, 7 શિક્ષકો સંક્રમિત, ડરશો નહીં, પણ સાવચેત નહીં રહો તો પડશે તકલીફ

તેજસ મોદી/સુરત: રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ આપણે ડરવાની જરૂર નથી, બસ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. સુરતમાં ફરી એકવખત કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં એક સાથે 27 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. એટલું જ નહીં, સુરત શેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે પાલિકાએ આવી તમામ શાળાઓ સાત દિવસ માટે બંધ કરાવી છે. બીજી તરફ રવિવારે શહેરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ ત્રણ દર્દી મળી આવ્યા હતા. આ ત્રણેયની હાલત સ્થિર છે તથા ત્રણે હોમ આઇસોલેશનમાં છે.

સુરત શહેર અને જિલ્લાની શાળા કોલેજોમાં છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓના સંક્રમણ વધી રહ્યું છે. બે દિવસ સતત પંદર પંદર વિદ્યાર્થી બાદ ફરી એકવખત 27 વિધાર્થીઓ સંક્રમિત થયા છે. જેમાં દાંડીની તાપ્તિ વેલી સ્કૂલના 8 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીઓ સાથે 7 શિક્ષકો પણ પોઝિટિવ આવ્યા છે. આ સિવાય શહેરના 19 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટીવ આવ્યા છે, જેમાં શહેરની જાણીતી સ્કૂલો જેવી કે મહાવીર સ્કૂલ, SD જૈન, લૂડ્સ કોન્વેન્ટ, JH અંબાણી, LP સવાણી વેસુ અને પાલ, LPD સ્કૂલ, ગુરુકુળ વિદ્યાલય, GD ગોએન્કા, રિવરડેલ, ગજેરા, લિટર ફ્લાવર સ્કૂલ તથા ગુરુકૃપા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે.

નોંધનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી શાળા કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધતા સરકારે કડકાઇ વધારવા આદેશ કર્યો છે. રાજયના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પાલિકાને પત્ર લખી તાકીદ કરી હતી કે શાળા કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન થાય તે અંત્યત આવશ્યક છે. વિદ્યાર્થીઓમાં કોરોનાનુ સંક્રમણ નહી વધે તે માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટ એમ ત્રિસુત્રના સિધ્ધાંતનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

બીજી તરફ રવિવારે ઓમિક્રોન વેરીયન્ટના ત્રણ નવા કેસ નોધાયા હતા. કાપડ ઉધોગ સાથે સંકળાએલા 52 વર્ષિય વેપારીને શરદી ખાસીની તકલીફ થઇ હતી. 18મીએ તેઓ પોઝિટીવ આવ્યા હતા. આ દર્દી ઓમિક્રોન પોઝિટીવ આવ્યા હતા. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેઓ હોમ આઇસોલેશનમાં છે. તેમના સંપર્કમા આવેલી ત્રણ વ્યકતિ કોરોના પોઝીટીવ આવી છે. ઘોડદોડ રોડ ખાતે રહેતા 66 વર્ષિય મહિલા 17મીએ કોરોના પોઝીટીવ આવ્યા હતા. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ સાથે શહેરમાં ઓમિક્રોન વેરીયન્ટના કુલ 13 કેસ નોધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news