સુરતમાં એક કરોડનું નેકલેસ બન્યું આકર્ષણનું કેન્દ્ર! રજવાડી ઠાઠમાં દર્શનાબેન જરદોષે પહેર્યો 1 કરોડનો હીરાજડિત હાર

સુરતમાં યોજાયેલા સ્પાર્કલમાં ઓરિજન રજવાડી જ્વેલરીએ આકર્ષણ જમાવ્યું છે. ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ધાતુથી બનેલા 1 કરોડથી વધુની કિંમતનો હીરા જડિત નેકલેસ જોઈને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

સુરતમાં એક કરોડનું નેકલેસ બન્યું આકર્ષણનું કેન્દ્ર! રજવાડી ઠાઠમાં દર્શનાબેન જરદોષે પહેર્યો 1 કરોડનો હીરાજડિત હાર

સુરત: ભાગ્યે જ જોવા મળતી ઇન્ડિયન ઓરીજીન અસલ રજવાડી જ્વેલરીએ સ્પાર્કલમાં આકર્ષણ જમાવ્યું છે. સુરત ખાતે આયોજિત સ્પાર્કલમા ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ધાતુથી બનેલા 1 કરોડથી વધુની કિંમતનો હીરા જડિત નેકલેસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષે ઇન્ડિયન ઓરીજનલ અસલ રજવાડી જ્વેલરી જોઈ પ્રભાવિત થયા છે.

સુરતમાં યોજાયેલા સ્પાર્કલમાં ઓરિજન રજવાડી જ્વેલરીએ આકર્ષણ જમાવ્યું છે. ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ધાતુથી બનેલા 1 કરોડથી વધુની કિંમતનો હીરા જડિત નેકલેસ જોઈને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

No description available.

સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ અઠવાલાઈન્સ ઈન્ડોર સ્ટેડિયમમાં સ્પાર્કલ ઈન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન-2022નું આયોજન કર્યું છે. જેને લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને રાજા મહારાજાના સમયની રજવાડી જ્વેલરી જેવી જ સ્પાર્કલમાં પ્રદર્શિત કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ જ્વેલરીમાં બર્મા, રૂબી અને રીયલ ઝામ્બિયન એમરલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશે સ્પાર્કલની મુલાકાત લઈ જ્વેલરી નિહાળી હતી.

No description available.

એક સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા  સુરતના શહેરના અઠવાલાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન–ર૦રર' યોજાયું છે. જેને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને રાજા મહારાજાના સમય દરમિયાન જે અસલ રજવાડી જ્વેલરી બનતી હતી. એવી જ રજવાડી જ્વેલરી સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

No description available.

જ્વેલર્સના જણાવ્યા મુજબ, એક એવું ફેમિલી છે જે સુરતના જવેલર્સ દ્વારા અપાતી ડિઝાઇન મુજબ અસલ રજવાડી જ્વેલરી બનાવે છે. આ જ્વેલરીમાં બર્મા રૂબી અને રીયલ ઝામ્બીયન એમરલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ઇન્ડિયન ઓરીજીન અસલ રજવાડી જ્વેલરી ભાગ્યે જ જોવા મળે છે. જે સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવી છે. 

No description available.

સ્પાર્કલ પ્રદર્શનમાં કેટલાક જ્વેલર્સના ત્યાં રૂપિયા એક કરોડથી લઈને દોઢ કરોડ સુધીની અલૌકિક બ્રાઇડલ જ્વેલરી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને નેકલેસ તથા અન્ય જ્વેલરીનો સમાવેશ થાય છે. જેણે પ્રદર્શનમાં આકર્ષણ જમાવ્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષએ સ્પાર્કલને મુલાકાત લીધી હતી. સ્પાર્કલ પ્રદર્શનમાં કેટલાક જ્વેલર્સના ત્યાં રૂપિયા એક કરોડથી લઈને દોઢ કરોડ સુધીની અલૌકિક બ્રાઇડલ જ્વેલરી જોઈ પ્રભાવિત થયા છે. આ અલૌકિક બ્રાઇડલ જ્વેલરીએ મુલાકાતીઓનું ધ્યાન ખેચ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news