સુરત મ્યુનિ. ચૂંટણી : મતદાન કરીને પ્રદેશ અધ્યક્ષે કહ્યું-જીત માટે આજનો દિવસ મહત્વનો

સુરતમાં ચૂંટણીનુ મહાપર્વ ઉજવાઈ રહ્યું છે. સુરતીઓ રવિવાર હોવા છતાં મતદાન કરવા બહાર નીકળી રહ્યાં છે. સુરત (surat local election) માં અનેક બૂથ પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી. તો સાથે જ દિગ્ગજ નેતાઓએ વહેલી સવારમા જ વોટિંગ કર્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, સવારે 10 વાગ્યા સુધી સુરતમાં 3.99 ટકા મતદાન (gujarat election) નોંધાયું છે. 

સુરત મ્યુનિ. ચૂંટણી : મતદાન કરીને પ્રદેશ અધ્યક્ષે કહ્યું-જીત માટે આજનો દિવસ મહત્વનો

ચેતન પટેલ/સુરત :સુરતમાં ચૂંટણીનુ મહાપર્વ ઉજવાઈ રહ્યું છે. સુરતીઓ રવિવાર હોવા છતાં મતદાન કરવા બહાર નીકળી રહ્યાં છે. સુરત (surat local election) માં અનેક બૂથ પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી. તો સાથે જ દિગ્ગજ નેતાઓએ વહેલી સવારમા જ વોટિંગ કર્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, સવારે 10 વાગ્યા સુધી સુરતમાં 3.99 ટકા મતદાન (gujarat election) નોંધાયું છે. 

પહેલાં મતદાન પછી જાન : ઘરેથી નીકળેલા જાનૈયા વરરાજાને લઈને સીધા મતદાન બૂથ પહોંચ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (cr patil) પત્ની ગંગાબેન સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાનમાં જતા પહેલા તેમણે કહ્યું કે, લોકો મતદાનનો હકનો ઉપયોગ કરે. કાર્યકર્તાઓ ઘણા દિવસથી પાર્ટીને ઉમેદવારને જીતાડવા મદદ કરી રહ્યાં છે. તેમણે જે તૈયારીઓ કરી છે તેના પરિણામ માટે આજનો દિવસ મહત્વનો છે. તેઓ આ દિવસની રાહ જોઈને બેસ્યા હતા તેથી ઉત્સાહમાં છે. 

ત્યારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને તેમના પત્નીએ મતદાન કર્યું. તેના બાદ સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી જૈન હાઈસ્કૂલમાં મતદાન કર્યું. તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો સુરત ખાતે આવેલી કેન્દ્રીય વિધાલય ખાતે મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. તેમણે યુવા મતદારો પર ભાર મૂકી તમામે મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.

ક્યાં કેટલું મતદાન..
ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે સવારે 10 કલાક સુધીમાં મતદાનની સરેરાશ ટકાવારી 4.02 % જેટલી હતી. જેમાં રાજકોટમાં 5.93 %, ભાવનગરમાં 4.62, જામનગરમાં 4.92, વડોદરામાં 4.52, સુરતમાં 3.99 અને અમદાવાદમાં 3.26 ટકા મતદાન નોંધાયું છે. 

મોડી રાત સુધી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી લેવાઈ હતી. મતદાન મથકો ઉપર હેન્ડ ગ્લોવ્ઝ, સેનેટાઈઝર અને થર્મલ ગનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. સુરતમાં આજે 30 વોર્ડની 120 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં કુલ 484 ઉમેદવારો વચ્ચે સીધી જંગ છે. સુરત શહેરમાં કુલ 3185 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. સુરત શહેરના 30 વોર્ડના 3288352 મતદારો આજે મતદાન કરશે. કુલ 667 બિલ્ડીંગમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. એક મતદાન મથક દીઠ સરેરાશ 1032 મતદારો છે. 30 વોર્ડમાં 15 આરઓ ફરજ બજાવી રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news