'નિલેશ કુંભાણી ગદ્દાર છે, હું છેલ્લાં શ્વાસ સુધી તેને નહીં છોડું' જાણો કોણે આપી ચીમકી
Lok Sabha Elections 2024: સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. કોગ્રેસ નેતાએ છેલ્લા શ્વાસ સુધી કુંભાણીને ન છોડવાની આપી ચીમકી...
Trending Photos
Lok Sabha Elections 2024: સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. કોગ્રેસ નેતાએ છેલ્લા શ્વાસ સુધી કુંભાણીને ન છોડવાની ચીમકી આપી છે...
હું છેલ્લાં શ્વાસ સુધી કુંભાણીને નહીં છોડુંઃ પ્રતાપ દૂધાત
અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યું છેકે, નિલેશ કુંભાણીને જ્યાં છુપાવવો હોય ત્યાં છુપાવો. હું તેને છેલ્લાં શ્વાસ સુધી નહીં છોડું. હું કુંભાણીના ઘરે જવાનો છું. રોજના હું 100-100 કરું છું. ચૂંટણી પૂર્ણ થયા પછી જતુ કરવામાં નહીં આવે. લોકશાહીમાં આ નાનો સુનો બનાવ નથી. લોકો સ્તબ્ધ થઈ ગયા છે. એવું વિચારતા હોય તો કુંભાણી કે હું ભાજપનો કેસરી કેસ પેરી લઈશ તો હું બચી જઈશ. કેસરી કેસ પહેરશે તો પણ હું એની નહીં છોડું. ચૂંટણીમાં હાર કે જીત ભલે ગમે તે થાય પણ પ્રજાને મત આપવાનો અધિકાર જરૂર હતો. સુરતમાં નિલેશ કુંભાણી રહેશે યા તો પછી પ્રતાપ દૂધાત રહેશે. પણ હવે આ મામલો અટલેથી પુરો થશે નહીં.
શું સુરતમાં પહેલાંથી જ ફિક્સ હતો રાજકીય ખેલ?
જોકે, નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બન્યા અને એવું કહેવાય છેકે, જાણી જોઈને તેઓ ભાજપના ખોળી થઈ ગયાં. આ સ્થિતિમાં ફોર્મમાં ગોટાળો પહેલાંથી ફિક્સ કરાયો હતો. ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર બિનહરિફ લોકસભા જીતી ગયા. આખાય ખેલમાં સુરતની જનતાના મતાધિકારનું અપમાન થયું. લોકોનો વોટિંગનો હક્ક છીનવાઈ ગયો. આ મુદ્દાને લઈને કોંગ્રેસના અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દૂધાત ભારે ગુસ્સે ભરાયા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છેકે, 'નિલેશ કુંભાણી ગદ્દાર છે, હું છેલ્લાં શ્વાસ સુધી તેને નહીં છોડું, સુરતમાં કાંતો નિલેશ કુંભાણી રહેશે કાંતો પ્રતાપ દૂધાત.
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગણાવ્યા ગદ્દારઃ
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા. કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે લોકોને સંબોધતા પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા. કુંભાણીને કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ખુલ્લી ચીમકી આપી હતી કે હું કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી છોડીશ નહીં. સુરતમાં કુંભાણી રહેશે અથવા હું રહીશ. નિલેશ ભાજપમાં જોડાય તો તે ગદ્દાર છે તે સાબિત થશે. સાત તારીખના મતદાન પછી મારા કાર્યક્રમ હશે. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે. પ્રતાપ દૂધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યુ હતું.
ચારેય તરફ કુંભાણીનો વિરોધઃ
નોંધનીય છે કે સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચા છે. આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી પૂર્ણ થઈ છે. સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા.
રાહુલ ગાંધી અંગે ટિપ્પણી બાદ માંગી માંફીઃ
આમ આદમીમાંથી ભાજપમાં આવેલાં ભૂપત ભાયાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અંગે કરી હતી વિવાદિત ટિપ્પણી. જેનો પણ જાહેરમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે ભારે વિરોધ કર્યો હતો. ફરી એકવાર ઝી 24 કલાક પર ભાજપના નેતા ભૂપત ભાયાણીએ જણાવ્યુંકે, ગઈકાલે મેં જનતા સમક્ષ દિલગીરી વ્યક્ત કરી દીધી છે. મેં જે શબ્દ બોલ્યા હતા, એની હું માફી માંગુ છું. રાહુલ ગાંધી વિશે આપ્યું હતું વિવાદિત નિવેદન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે