સુરત: સતત વધી રહેલા કેસને પગલે GSRTC બસોનું સંચાલન વધારે 7 દિવસ સ્થગિત

રાજ્યમાં અને ખાસ કરીને સુરત શહેરમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને કઇને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમઅને વાહન વ્યવહાર કમિશન કચેરી તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રમાણે 13થી લઇને 7 દિવસ માટે શહેરમાં એસ.ટી બસોનું સંચાલન બંધ રહેશે. જો કે આ દરમિયાન ખાનગી વાહનો છુટ આપવામાં આવી છે.
સુરત: સતત વધી રહેલા કેસને પગલે GSRTC બસોનું સંચાલન વધારે 7 દિવસ સ્થગિત

અમદાવાદ : રાજ્યમાં અને ખાસ કરીને સુરત શહેરમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને કઇને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમઅને વાહન વ્યવહાર કમિશન કચેરી તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રમાણે 13થી લઇને 7 દિવસ માટે શહેરમાં એસ.ટી બસોનું સંચાલન બંધ રહેશે. જો કે આ દરમિયાન ખાનગી વાહનો છુટ આપવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એક યાદીમાં જણાવવામાં આવ્યું કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનલોકની ગાઇડલાઇન અનુસાર એસ.ટી બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, બસોનું સેનિટાઇઝેશન અને બસની કેપેસિટીનાં 80 ઓછા લોકોને બેસાડવા જેવી તકેદારી રાખવામાં આવશે.

ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોના સંદર્ભમાં સુરતમાં આવતી અને સુરતથી ઉપડતી બો અને ખાનગી બસોનું સંચાલન 27.07.2020થી 12.08.2020 સુધી અટકાવવામાં આવ્યું હતું. આ ગાળો હવે 13.08.2020 સુધી સાત દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ખાનગી વાહન, ગુડ્સ પરિવહન ટ્રેક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સાથે રાજ્યમાં અન્ય વિસ્તારો ખાનગી બસો અને એસ.ટી બસોનું સંચાલન રાબેતા મુજબ રહેશે.

સુરત કોરોનાની સ્થિતી સતત વણસી રહી છે. ગુરૂવારે જિલ્લામાં વધારે 236 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં 251 જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 59 દર્દી સાથે કુલ 16,796 પર પહોંચી છે. જ્યારે ગુરૂવારે 5 લોકોનાં કોરોનાને કારણે મોત સાથે મરણાંક 715 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news