સુરતના બીચ પર મળેલા ચરસ અંગે થયો મોટો ખુલાસો, કરોડોના ચરસને વેચીને રોકડી રળી લેવાનો હતો પ્લાન

Surat News : સુરતમાંથી SOG પોલીસે ઝડપી પાડ્યું 8 કરોડની કિંમતનું ચરસ... હજીરાના દરિયામાંથી ચરસ મળ્યા બાદ વેંચવા નીકળેલા 2 લોકો સહિત 3 આરોપીની પોલીસે કરી ધરપકડ... 
 

સુરતના બીચ પર મળેલા ચરસ અંગે થયો મોટો ખુલાસો, કરોડોના ચરસને વેચીને રોકડી રળી લેવાનો હતો પ્લાન

Surat Crime News ચેતન પટેલ/સુરત : સુરત શહેરમાંથી ચરસનો વેપલો કરનાર ત્રણ આરોપીઓને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. ત્રણ આરોપી પૈકી બે આરોપીઓને થોડા સમય પહેલા જ સુવાલીના દરિયા કાંઠા વિસ્તાર પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ ચરસ વેચવાથી તેમને સારા એવા પૈસા મળશે તેમ વિચારી તેમને પોતાના ઘરની પાછળ આ પેકેટો દાટી દીધા હતા. બાદમાં રાંદેરમાં વિસ્તારમાં રહેતા એક યુવાનને ચાર કિલો પૈકી બે કિલો ચરસ વેચ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 8 કરોડની કિંમતની ચાર કિલો ચરસ કબજે કર્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, સુવાલીના દરિયાકાંઠા વિસ્તારમાં થોડા સમય પહેલા એસ.ઓ.જી પોલીસને ચરસનો જથ્થો મળી આવ્યો હતો આ દરમિયાન કેટલોક જથ્થો સુવાલીના અન્ય છેડા પર પણ પડ્યો હતો. જો કે પોલીસની નજર તેના પર ગઈ ન હતી. પરંતુ આ દરમિયાન હજીરા ગામમાં રહેતા પીન્કેશ પટેલ અને અભિષેક પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ચરસનો જથ્થો તેમના હાથે લાગ્યો હતો. મીડિયામાં એસઓજીને મળેલ ચરસની કિંમત બતાવતાની સાથે જ તેમને આ ચરસના જથ્થાની કિંમત ખૂબ જ સારી મળશે, તેવું વિચાર્યું હતું. આ ચરસનો જથ્થો પોલીસને આપવાના બદલે ચરસનો જથ્થો તેમને પોતાના ઘરની પાછળ આવેલી જમીનમાં દાટી દીધો હતો. 

ત્યારબાદ તેઓ રાંદેર રામનગર વિસ્તારમાં રહેતા જતીન ઉર્ફે જગુ ભગત નામના ઇસમને વેચ્યો હતો. ત્યારબાદ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં રહેતો જતીન પાસે હાલ ચરસનો જથ્થો છે જે બાતમીના આધારે પોલીસે જતીનને ત્યાં રેડ કરી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

પોલીસે જતીનની પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું હતું કે, હજીરા ગામમાં રહેતા પીન્કેશ અને અભિષેક નામના બંને યુવાનોએ તેને આ ચરસ નો જથ્થો વેચ્યો હતો. જે કબુલાતના આધારે પોલીસે પીન્કેશ અને અભિષેક ની બંનેની અટકાયત કરી હતી શરૂઆતના સમયે આ બંને યુવાનોએ પોલીસ સમક્ષ સામે કોઈપણ પ્રકારની કબુલાત કરીને હતી. જોકે ત્યારબાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા બંને યુવાનોને આ ચરસનો જથ્થો સુવાલીના દરિયાઈ તટ વિસ્તાર પાસેથી મળ્યો હોવાની કબુલાત કરી હતી. તેમજ તેમને આ ચોરસના જથ્થાની સારી કિંમત આવશે તેવું વિચારી પોતાના જ ઘરની પાછળ આવેલી જમીનમાં દાટી દીધો હતો. 

હાલ તો એસઓજી પોલીસે 8 કરોડની કિંમતનો ચાર કિલો ચરસનો જથ્થો કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ આરોપીઓ પૈકી જતીન અગાઉ અડાજણ વિસ્તારમાં હત્યાના ગુનામાં અને રાંદેર વિસ્તારમાં ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news