સુરત પોલીસ શીખવશે સાયબર ક્રાઈમથી બચવાના ફંડા: શિક્ષકો માટે ખાસ કાર્યક્રમ, શું તમે જાણો છો?

બદલાતા યુગની સાથે સાથે સાયબર ફ્રોડના બનાવોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. સાયબર ફ્રોડ કરતા ગુનેગાર યેનકેન પ્રકારે લોકોને પોતાની જાળમાં ફસાવી તેઓની પાસેથી રૂપિયા પડાવી લેતા હોય છે. આવા અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. તો બીજી તરફ સાયબર ફ્રોડનો ભોગ ન બનવું પડે તે માટે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. જેમાં કેટલીક તકેદારી રાખવાની જરૂર છે. ત્યારે સુરત પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે સાયબર સંજીવની અભિયાન 2.0 શરુ કરવામાં આવ્યું છે.
 

સુરત પોલીસ શીખવશે સાયબર ક્રાઈમથી બચવાના ફંડા: શિક્ષકો માટે ખાસ કાર્યક્રમ, શું તમે જાણો છો?

પ્રશાંત ઢીવરે/સુરત: આજના ડિજિટલ યુગમાં સુરત શહેરના નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા અને જનજાગૃતિ કરવા પોલીસના સંજીવની 2.0 અભિયાનના ભાગ રૂપે સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો છે. 

કાર્યક્રમમાં હાજર રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લોકોને સાયબર ચીટીંગથી બચવાની સાથે સાયબર વિશે જાગૃતિ લાવવા લોકોને પ્રયાસ કરવા જણાવ્યું છે. સાથે જ સરથાણા ખાતે બનેલા હીરાના પાર્સલની લૂંટના ગુનામાં આરોપીઓને મુદ્દા માલ સાથે પોલીસે પકડી પાડતા અભિનંદન પાઠવ્યું છે.

સુરત શહેર પોલીસ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરત અને સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ ખાતે "સાયબર સંજીવની 2.0" કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સાયબર સેફ્ટીની માહિતીઓ સાથે એક વિશેષ નાટક મારફતે લોકોમાં જાગૃતતા લાવવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા સંજીવની 2.0 કાર્યક્રમને શુભેચ્છા આપવાની સાથે હાલવા સરથાણા ખાતે બનેલ લૂંટના પાર્સલની ઘટનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પડતા અભિનંદન પાઠવ્યા હતા.

ઓનલાઈન છેતરપીંડી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ કેવી રીતે આચરવામાં આવે છે તેને લઈને એક સરસ મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેનો શિક્ષકોએ ખૂબ જ આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત શિક્ષકો સહિત વિવિધ શાળાના સંચાલકો હજારોની સંખ્યામાં જોડાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news