70 લાખની મર્સિડીઝ લઈને નીકળેલી મહિલાએ ઠોકી ગાડી, કારનો કચ્ચરધાણ નીકળી ગયો

Mercedes Car Accident : સુરતમાં મોડી રાતે મહિલાએ રોંગ સાઈડ ગાડી હંકારીને બીઆરટીએસ રુટમાં ઘુસાડી, નવી નક્કોર ગાડીનો ભુક્કો બોલાઈ ગયો 
 

70 લાખની મર્સિડીઝ લઈને નીકળેલી મહિલાએ ઠોકી ગાડી, કારનો કચ્ચરધાણ નીકળી ગયો

Surat News : સુરત શહેરમાં અકસ્માતોનો સિલસિલો ચાલુ જ છે. ત્યારે સોમવારે એક મહિલાએ મોંઘીદાટ મર્સિડીસ લઈને ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. મહિલાએ રોંગ સાઈડ ગાડી હંકારીને 70 લાખની ગાડીનું કચ્ચરધાણ કરી નાંખ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે રાતે સુરતના પીપલોદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 70 લાખની મર્સિડીસ કાર બીઆરીટીએસ રૂટમાં ઘૂસી હતી. સ્થાનિકો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વાવાઝોડાને કારણે વિઝન ક્લિયર નહીં દેખાતા બીઆરટીએસમાં કાર ઘૂસી ગઈ હતી. આ કાર એક મહિલા ચલાવી રહી હતી. રોંગ સાઇડમાં ગાડી હંકારી રહેલી મહિલા ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, અને ગાડી બીઆરટીએસ રુટમાં ઘૂસી હતી હતો. જોકે, આ ઘટનામાં મોંઘીદાટ મર્સિડીસ કારનો કચ્ચરધાણ નીકળી ગયોહ તો. નવી નક્કોર ગાડીમાં મોટું નુકસાન થયું હતું. હાલ આ મહિલા કોણ છે તેની માહિતી સામે આવી નથી. 

નવા પોલીસ કમિશનરે સપાટો બોલાવ્યો 
સુરતના નવા પોલીસ કમિશનર અનુપમ ગહેલોત આવતાની સાથે એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે શહેરના અલગ અલગ DCP, ACP અને PI ઓને કામે લગાવ્યા છે. શહેરના જુના ગુનેગારો અને હિસ્ટ્રી શીટરો સામે લાલ આંખ કરીને તેમણે સપાટો બોલાવ્યો છે. રાંદેર રામનગર ખાતે આવેલ લીલીશાવાડીમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ હિસ્ટ્રીશીટર તથા ટપોરીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. ઓળખ પરેડમાં નોંધાયેલ ટપોરી પૈકી 26 ટપોરી તથા 18 હિસ્ટ્રી શીટર એમ કુલ 44 શખ્સ હાજર રહ્યા હતા. તમામનું ઇન્ટ્રોગેશન DCP આર.પી.બારોટ દ્વારા કરવામાં આવ્યું હતુ. 

ગુનાહિત ભૂતકાળ વિષે એટલે કે, દાખલ થયેલ ગુનાઓ અને કોર્ટમાં તેની હાલની સ્થિતી, કોર્ટ નિકાલ થયેલ છે કે કેમ?, નિર્દોષ છુટેલ છે કે કેમ ? આ સિવાય તેઓ પર છેલ્લે ક્યારે ગુનો દાખલ થયેલ તેની તથા હાલ તેઓ રોજગારી માટે શુ કામકાજ કરે છે, ભવિષ્યમાં કોઇ ગુનાહિત પ્રવૃતિમાં જોડાય નહી તેની તાકીદે માહિતી મેળવાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news