પ્રેમ કરવાની તાલિબાની સજા! અડધી રાત્રે પ્રેમીને મળવા બોલાવી ઢોરમાર માર્યો, મુંડન કરીને...
ચોર પકડાઈ જવાની વાત હોય કે પછી કોઈને સબક શીખવાડવાની વાત હોય, લોકો ભાન ભૂલીને કાયદો પોતાના હાથમાં લે છે. તેઓ જાતે જ ન્યાયપાલિકા બનીને તાલિબાની નિર્ણયો પર આવી જાય છે. આવી જ એક ઘટના બનાસકાંઠામાં બની છે. જેમાં એક યુવકને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: માનવતાને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આપણે અહેવાલોમાં અનેકવાર વાંચ્યું હશે કે લોકો છાશવારે કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે. ચોર પકડાઈ જવાની વાત હોય કે પછી કોઈને સબક શીખવાડવાની વાત હોય, લોકો ભાન ભૂલીને કાયદો પોતાના હાથમાં લે છે. તેઓ જાતે જ ન્યાયપાલિકા બનીને તાલિબાની નિર્ણયો પર આવી જાય છે. આવી જ એક ઘટના બનાસકાંઠામાં બની છે. જેમાં એક યુવકને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવામાં આવી છે.
આ ઘટના વિશે જણાવીએ તો બનાસકાંઠાના યુવકને યુવતીના ભાઈઓ બળજબરીથી લઈ ગયા હતા, તેને બળજબરીથી રિક્ષામાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. ત્યારબાદ યુવતીના ભાઈ તેના સાથીદારો સાથે મળીને એક નિર્જન સ્થળે યુવકને બેફામ માર માર્યો હતો. તેના હુમલાખોરો દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું અને બેભાન કરવામાં આવ્યું, યુવકને ઇજાગ્રસ્ત મળી આવ્યો હતો અને હાલમાં તે હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવી રહ્યો છે.
એટલું જ નહીં, ડીસામાં યુવકનું મુંડન પણ કરાયું હતું. ડીસામાં યુવકને પ્રેમ પ્રકરણમાં માથે ટકો કર્યો હોવાની આશંકા પોલીસ દ્વારા સેવવામાં આવી છે. રાત્રે મળવા માટે બોલાવી પ્રેમિકાના પતિ સહિત લોકોના ટોળાએ યુવકને ટકો કર્યો હોવાની આશંકા છે. બળજબરીથી યુવકને ઉપાડી જઇ માર મારી વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. યુવકને માથે ટકો કરનાર ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે