Gujarat BJP: જૂથવાદ મુદ્દે તાપી ભાજપમાં ડખો, શું ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા નવાજૂનીના એંધાણ?

તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં ગતરોજ વ્યારાના જુના બસ સ્ટેશન ખાતે લાયન હાર્ટ ગ્રુપ દ્વારા દહીંહાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Gujarat BJP: જૂથવાદ મુદ્દે તાપી ભાજપમાં ડખો, શું ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા નવાજૂનીના એંધાણ?

ઝી ન્યૂઝ/તાપી: જિલ્લામાં મટકી ફોડ કાર્યક્રમને લઈ ભાજપનો જૂથવાદ બહાર આવ્યો છે. જેમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ દ્વારા એટ્રોસીટી એક્ટ હેઠળ 5 વ્યક્તિ વિરુદ્ધ અરજી અપાઈ છે. તો બીજી તરફ ભાજપના કાર્યકરો દ્વારા પણ એટ્રોસીટી એક્ટ હેઠળ અરજી અપાઈ છે. જેને લઈ રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે. 

તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં ગતરોજ વ્યારાના જુના બસ સ્ટેશન ખાતે લાયન હાર્ટ ગ્રુપ દ્વારા દહીંહાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત અન્ય કાર્યકરો બેનર લગાવવા ગયા હતા તે દરમ્યાન ભાજપના કાર્યકરો તેમજ વ્યારા નગર પાલિકાના સભ્ય દ્વારા જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરતા ભાજપના યુવા પ્રમુખ વિરલ કોંકણી દ્વારા વ્યારા પોલીસ મથકે જઈ 5 વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ હતી.

આ સમગ્ર મામલે ભાજપના યુવા મોરચાના પ્રમુખે અરજી આપ્યા બાદ સામા પક્ષે ભાજપના કાર્યકર નિમેષ સરભણીયા દ્વારા પણ વ્યારા પોલીસ મથકે ખાતે જઈ યુવા મોરચાના પ્રમુખ સહિત અન્ય 5 વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

તાપી જિલ્લામાં યોજાયેલા દહીંહાંડીના કાર્યક્રમને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે હાલ ભાજપમાં જૂથવાદ હોઈ એ સ્પષ્ટ થતા જિલ્લાના ભાજપના કાર્યકર્તા અને હોદેદારો જ સામસામે પોલીસ મથકે અરજી આપી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ચાલતા જૂથવાદને જિલ્લાના હોદેદારો કેટલા અંશે થાળે પાડવામાં સફળ થાય એ જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news