લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે, વિદેશ જવાની લાલચમાં 30 જણાએ કરોડો ગુમાવ્યા
૩૦ ગુજરાતીઓ પાસેથી આ પાસપોર્ટ એજન્ટે પહેલાં વાયા ઘાના થઇ વિકસિત દેશોમાં જવા માટે ૬.૧૯ કરોડ પડાવ્યા હતા અને બાદમાં ઘાનામાં ફસાયેલા ગુજરાતીઓને છોડાવવા માટે ઘાનાના અધિકારીઓને રૂપિયા આપવા પડશે તેમ કહી બીજા ૪૦ લાખ પડાવી મહા મહેનતે મુક્ત કર્યા હતા.
Trending Photos
ચેતન પટેલ, સુરત: USA, UK અને કેનેડા જવા માંગતા ગુજરાતીઓને પહેલા ઘાના લઇ જઇ ત્યાંથી વિકસિત દેશોમાં લઇ જવાના નામે ઉત્રાણ, ખોલવડ અને કીમ ચાર રસ્તા ઉપર એન્જલ મલ્ટિલિન્ક કંપનીના નામે ઓફીસ ચલાવી ઠગાઈ આચરવામાં આવી હતી. ઇરફાન ઉમરજી અને સાગરીતોએ ૬.૧૯ કરોડ પડાવી લઇ ૩૦ મુસાફરોને ઘાનામાં જ તરછોડી દીધા હતા. ઘાનાથી પરત લાવવા માટે ત્યાંની સરકારને લાંચ આપવાના બહાને બીજા ૪૦ લાખ પડાવી લેવામાં આવ્યાની ચકચારી ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી.
ક્યુબા એરપોર્ટ ઉપરથી ગુજરાતનું દંપતી કેનેડાની બોગસ લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસસમેન્ટના સ્ટીકરને આધારે અટકાયતમાં લેવાયા હતા. આ ઘટનાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. ૨૦૨૧માં બનેલી આ ઘટનામાં જોકે આ દંપતી સિવાય બીજા ૨૮ ગુજરાતીઓ ઘાનામાં ફ્રોડ પાસપોર્ટ એજન્ટને કારણે ફસાયા હોવાનું બહાર આવ્યું હતું.
આ તમામને કામરેજના ખોલવડમાં રહેતાં અને કીમ, ખોલવડ તથા સુરતના ઉત્રાણમાં એન્જલ મલ્ટિલિન્ક કંપનીના નામે એજન્સી ચલાવતા ઇરફાન ઉમરજી અને તેના સાગરીતોએ મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું. ફસાયેલા ૩૦ ગુજરાતીઓ પાસેથી આ પાસપોર્ટ એજન્ટે પહેલાં વાયા ઘાના થઇ વિકસિત દેશોમાં જવા માટે ૬.૧૯ કરોડ પડાવ્યા હતા અને બાદમાં ઘાનામાં ફસાયેલા ગુજરાતીઓને છોડાવવા માટે ઘાનાના અધિકારીઓને રૂપિયા આપવા પડશે તેમ કહી બીજા ૪૦ લાખ પડાવી મહા મહેનતે મુક્ત કર્યા હતા.
આ ઘટના બાદ ઇરફાન ઉમરજી ઘાના ભાગી છૂટ્યો હતો. છેલ્લા એકાદ વર્ષથી ચર્તિત આ કિસ્સામાં આ ૩૦ વ્યક્તિઓને ઇરફાન ઉમરજી પાસે મોકલનાર ગાંધીનગરમાં ફોરીસ પ્રેપ ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના નામે વિઝા અને પાસપોર્ટ એજન્સી ચલાવતાં આકાશ વિનોદ મહેતાએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે ઇરફાનની એજન્સીમાં કામ કરતાં વાલકના શકીલવલતીફ મહીડા અને આકીબ આબીદ મુલતાનીની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે