લાખો રૂપિયાનો ચા નાસ્તો નાગરિકોનાં ખર્ચે કરનારા નેતાઓની ખેર નથી, જુઓ શું છે તૈયારીઓ?

કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતાઓ કાયદા વિરુદ્ધ ચા નાસ્તાના ખર્ચા સાથે મોંઘીદાટ કારમાં જલસાના આક્ષેપ સાથે વિપક્ષી નેતાએ ગાંધીનગર સચિવાલય પ્રિન્સિપલ સેક્રેટરી તથા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. તો બીજી તરફ ચેરમેને વિપક્ષી નેતા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપ કર્યા છે. હાલ તો આ મુદ્દે વિપક્ષ લડી લેવાના મોડમાં છે.
લાખો રૂપિયાનો ચા નાસ્તો નાગરિકોનાં ખર્ચે કરનારા નેતાઓની ખેર નથી, જુઓ શું છે તૈયારીઓ?

જયંતી સોલંકી/વડોદરા : કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતાઓ કાયદા વિરુદ્ધ ચા નાસ્તાના ખર્ચા સાથે મોંઘીદાટ કારમાં જલસાના આક્ષેપ સાથે વિપક્ષી નેતાએ ગાંધીનગર સચિવાલય પ્રિન્સિપલ સેક્રેટરી તથા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. તો બીજી તરફ ચેરમેને વિપક્ષી નેતા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપ કર્યા છે. હાલ તો આ મુદ્દે વિપક્ષ લડી લેવાના મોડમાં છે.

ગાંધીનગર સચિવાલય પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમાર તથા વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને  વડોદરા કોંગ્રેસના નેતા અમીબેન રાવતે સૂચન સાથે જણાવ્યું છે કે, જીપીએમસી એક્ટમાં  મેયર સિવાય ડે.મેયર , સ્ટેન્ડિંગ ચેરમેન તથા શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક માટે કાર તથા અન્ય ચા પાણીના ખર્ચ માટેનું પ્રોવિઝન નથી.  તેમ છતાં ડે.મેયર  નંદા જોશી,સ્ટેન્ડિંગ ચેરમેન  હિતેશ પટેલ તથા શાસક પક્ષ ભાજપના નેતા  ચિરાગ બારોટ , શાસક પક્ષના દંડક અલ્પેશ લિંબાચિયા મોંઘીદાટ કારમાં ડ્રાઇવર સાથે ફરી રહ્યા છે. 

તદુપરાંત ભરપુર ચા પાણી નાસ્તાની સુવિધાઓ વાપરી ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાત કરી પ્રજાના નાણાંનો વ્યય કરી રહ્યા છે. હોદા સાથેની કારના દુરુપયોગ સાથે પક્ષના ગણાતા ખર્ચા કોર્પોરેશનના માથે ઢોળી માલેતુજારો સમાન સુવિધા ભોગવી રહ્યા છે. કાયદેસર રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કરાતા કોઈપણ ખર્ચાની ગૂજરાત સરકારની મંજૂરી ફરજિયાત હોય છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, પ્રણાલિકા અનુસાર કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી મળ્યા બાદ સુવિધા આપવામાં આવી છે. વિપક્ષી નેતા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news