બાળકો ઠુંઠવાતા હતા ઠંડીમાં એ ન જોવાયું ટીચરથી અને પછી...
ગુજરાત (Gujarat)માં આખરે શિયાળા (Winter)એ પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું છે. નલિયામાં 11 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આ સાથે જ ગુજરાતમાં વર્તમાન સિઝનમાં તાપમાન 12 ડિગ્રીથી નીચે ગયું હોય તેવું પ્રથમવાર બન્યું છે.
Trending Photos
અલ્પેશ સુથાર/મહિસાગર : મહિસાગર (Mahisagar)જિલ્લાના કડાણા તાલુકાની નવી ગોધર પ્રાથમિક શાળાની શિક્ષિકા સોનલબેન પટેલ અને તેમના પરિવારે શાળાના તમામ બાળકોને શિયાળાની કડકડતી ઠંડી (Winter)થી બચવા સ્વેટરનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. કડાણા તાલુકાની પ્રાથમિક શાળામા આશરે 274 વિદ્યાર્થીઓ ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું છે. આ સ્વેટરના વિતરણથી બાળકોના વાલીઓમાં ઉત્સાહ સાથે બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.
ગુજરાત (Gujarat)માં આખરે શિયાળાએ પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું છે. નલિયામાં 11 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આ સાથે જ ગુજરાતમાં વર્તમાન સિઝનમાં તાપમાન 12 ડિગ્રીથી નીચે ગયું હોય તેવું પ્રથમવાર બન્યું છે. નલિયામાં 11 ડિગ્રી સાથે નવેમ્બરમાં પડતી ઠંડીએ બે વર્ષનો રેકોર્ડ તોડયો છે.
અમદાવાદ (Ahmedabad)માં આ વખતે હજુ સુધી નવેમ્બર માસની સૌથી ઓછી ઠંડી નોંધાઇ છે. જેમાં માત્ર એકવાર તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગત વર્ષે 18 નવેમ્બરના 14.2 ડિગ્રી, 25 નવેમ્બર 2017ના 11.6, 10 નવેમ્બર 2016ના 13.1 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી અમદાવાદમાં ઠંડીનું જોર વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે