4200 ગ્રેડ પે મુદ્દે શિક્ષકો લડાયક: આવતી કાલથી 25 તારીખ સુધી સતત ધરણા પ્રદર્શન

Updated By: Dec 7, 2020, 09:06 PM IST
4200 ગ્રેડ પે મુદ્દે શિક્ષકો લડાયક: આવતી કાલથી 25 તારીખ સુધી સતત ધરણા પ્રદર્શન

* આવતીકાલથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 1 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ધરણા યોજાશે
* 25 જાન્યુઆરી સુધી રવિવાર સિવાય દરરોજ જુદા જુદા જિલ્લાના 50 - 50 શિક્ષકો કરશે ધરણા પ્રદર્શન
* 25 જાન્યુઆરી સુધીમાં ઉકેલ નહીં આવે તો ઓનલાઈન શૈક્ષિણીક કામગીરી બંધ કરવાની ચીમકી

અતુલ તિવારી/ અમદાવાદ : છેલ્લા કેટલાક મહિનાથી રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષકો વચ્ચે 4200 ગ્રેડપે અને HTAT મુખ્ય શિક્ષકોની કેટલીક માગ મામલે વિવાદ સર્જાયો છે. કેટલાક મહિનાઓ પહેલા શિક્ષકો તરફથી થઈ રહેલા આંદોલનનો સરકાર સાથેની બેઠક બાદ સંતોષપૂર્વક ઉકેલ આવ્યો હતો. પરંતુ આખરે 4200 ગ્રેડ પેનો લાભ તેમજ HTAT મુખ્ય શિક્ષકના કેટલાક પ્રશ્નોનો ઉકેલ નહી આવતા ફરી એકવાર જુદા જુદા સ્તરે વિરોધ બાદ હવે આવતીકાલથી પ્રાથમિક શાળાના શિક્ષકો અને HTAT ના શિક્ષકો ગાંધીનગરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શનની શરૂઆત કરશે.

મહિલા PSI ને દિકરાએ કહ્યું, મારા માટે નોકરી છોડી દો, અંતિમ ક્રિયા માટે બંન્ને પરિવારો વચ્ચે માથાકુટ

આવતીકાલથી ગાંધીનગર ખાતે શરુ થનારું પ્રદર્શન રવિવાર સિવાય દરરોજ 25 જાન્યુઆરી સુધી ચાલશે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા બનાવાયેલી રણનીતિ મુજબ દરરોજ જુદા જુદા જિલ્લાના 50-50 શિક્ષકો ધરણા પ્રદર્શનમાં ગાંધીનગર ખાતે પહોંચશે અને શાંતિપૂર્ણ રીતે સરકાર સામે પોતાની નારાજગી દર્શાવશે. આવતીકાલથી શરુ થઈ રહેલા ધરણા પ્રદર્શનમાં પહેલા દિવસે પાટણ જિલ્લાના 50 શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે, તો કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જ પાટણ જિલ્લાના અન્ય શિક્ષકો પોતાના ઘરેથી જ પોતાનો વિરોધ નોંધાવશે.

વડોદરા નર્સ મર્ડર: પત્નીની હત્યા કરનાર પતિને જરા પણ રંજ નહી, અન્ય મહિલા સાથે સંબંધની આશંકા

આવતીકાલ બાદ 9 તારીખે ગાંધીનગર, 10 તારીખે દાહોદ, 11 તારીખે બનાસકાંઠા અને 14 તારીખે પંચમહાલના શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શનમાં કરશે. તમામ શિક્ષકોને શાંતિપૂર્ણ રીતે બેનરો સાથે ધરણા પ્રદર્શનમાં જોડાવવા માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તરફથી વિનંતી કરાઈ છે. 25 જાન્યુઆરીએ 33 જિલ્લા અને કોર્પોરેશનના શિક્ષકોના ધરણા સમાપ્ત થયા બાદ પણ જો 4200 ગ્રેડપે અને HTAT મુખ્ય શિક્ષકોની માગનો ઉકેલ નહીં આવે તો ઓનલાઈન શૈક્ષિણીક કામગીરી બંધ કરવાની પણ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube