સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ડુંગરમાં લાગી ભયાનક આગ, રોડથી માત્ર 200 ફૂટ ઉંચે ભડભડ સળગી રહ્યો છે ડુંગર
ગુજરાતનાં ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સમગ્ર દેશનાં વીઆઇપી અને તમામ રાજનેતાઓ આવી રહ્યા છે. તેવામાં અહીં સિક્યોરિટી અને સમગ્ર મેનેજમેન્ટ સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ રહે છે. વીઆઇપીઓની સતત આવન જાવનના કારણે સ્થાનિક પોલીસ પણ સતત સ્ટેન્ડ ટુ રહે છે. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં ડુંગરમાં આગ લાગી છે. જેના કારણે સમગ્ર જિલ્લા તંત્ર દોડતું થયું છે. નર્મદા ડેમનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
Trending Photos
અમદાવાદ : ગુજરાતનાં ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સમગ્ર દેશનાં વીઆઇપી અને તમામ રાજનેતાઓ આવી રહ્યા છે. તેવામાં અહીં સિક્યોરિટી અને સમગ્ર મેનેજમેન્ટ સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ રહે છે. વીઆઇપીઓની સતત આવન જાવનના કારણે સ્થાનિક પોલીસ પણ સતત સ્ટેન્ડ ટુ રહે છે. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં ડુંગરમાં આગ લાગી છે. જેના કારણે સમગ્ર જિલ્લા તંત્ર દોડતું થયું છે. નર્મદા ડેમનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસેના ડુંગરમાં આગના પગલે પોલીસ દોડતી થઇ છે. નર્મદા ડેમ સરદાર સરોવરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને ફાયર વિભાગનો સ્ટાફ આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. હાલ ફાયર ફાઇટરને સ્ટેચ્યુના કર્મચારીઓ આગને કાબુમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે. તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અંગે ફાયરના અધિકારીઓએ જણાવ્યું કે, રોડ લેવલ થી 200 ફૂટ ઉંચા ડુંગરમાં આગ લાગી હોવાથી તંત્રને આગ પર કાબુ મેળવવામાં થોડી તકલીફ ઉઠાવી રહી છે. આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઉપરાંત સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે તેને કાબુ કરવી મુશ્કેલ છે. જો કે બીજી રાહતની વાત છે કે, ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે તે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નહીવત્ત છે. જો કે સ્થાનિક અધિકારીઓના અનુસાર કેટલીક વખત પોતાની બાધા પુરૂ કરવા માટે આદિવાસીઓ દ્વારા ડુંગર પર આગ લગાવાતી હોય છે. તેવામાં આ આગ લગાવવામાં આવી હોય તેવી પણ શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે