દોઢ વર્ષમાં મોરબીમાં બનશે એરપોર્ટ, નાગરિક ઉડ્ડયન વિભાગ કાર્યવાહી ચાલુ કરી

વાસીઓની વર્ષો જૂની માંગ હવે પુર્ણ થવામાં હોય તેવું લાગી રહ્યું છે. મોરબીવાસીઓને ટુંક સમયમાં એરપોર્ટ મળે તેવી શક્યતા છે. નાગરિક ઉડ્યન વિભાગની એક ટીમે આજે રાજપર ગામે સ્થળ વિઝીટ કરીને એરપોર્ટની જમીનનો કબ્જો મેળવી લીધો હતો. જેના પગલે હવે રાજપર ગામે એરપોર્ટ બનાવવાની ગતિવિધિ ઝડપી બની રહી હોય તેમ લાગી રહ્યું છે. 
દોઢ વર્ષમાં મોરબીમાં બનશે એરપોર્ટ, નાગરિક ઉડ્ડયન વિભાગ કાર્યવાહી ચાલુ કરી

મોરબી : વાસીઓની વર્ષો જૂની માંગ હવે પુર્ણ થવામાં હોય તેવું લાગી રહ્યું છે. મોરબીવાસીઓને ટુંક સમયમાં એરપોર્ટ મળે તેવી શક્યતા છે. નાગરિક ઉડ્યન વિભાગની એક ટીમે આજે રાજપર ગામે સ્થળ વિઝીટ કરીને એરપોર્ટની જમીનનો કબ્જો મેળવી લીધો હતો. જેના પગલે હવે રાજપર ગામે એરપોર્ટ બનાવવાની ગતિવિધિ ઝડપી બની રહી હોય તેમ લાગી રહ્યું છે. 

નાગરિક ઉડ્યન વિભાગનાં સુપ્રીટેન્ડન્ટ ઇજનેર રાયજાદા અને જમીન સંપાદન અધિકારી સમીર બુંદેલાએ રાજપર ગામે એરપોર્ટની જગ્યાની મુલાકાત લીધી હતી. સ્થાનિક તંત્ર પાસેથી જમીનનો કબજો પણ મેળવ્યો હતો. આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ આદ્રોજા અને તાલુકા પંચાયત સભ્ય વિજય કોટડીયા પણ હાજર રહ્યા હતા. 

હવે ટૂંક જ સમયમાં ડીઆઇએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ એરપોર્ટ માટે 40 કરોડ રૂપિયા ફાળવી દેવાયા છે. જેમાંથી કમ્પાઉન્ડ વોલ, રનવે અને બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે. અહીં દોઢ કિલોમીટર લાંબો રન વે બનાવવામાં આવશે. એરપોર્ટનું કામ એક કે દોઢ વર્ષમાં પુર્ણ થાય તેવી શક્યતા હાલ અધિકારીઓ સેવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news