અમદાવાદની જાણીતી કોલેજનો ક્લાર્ક લાખો રૂપિયાની ફી લઇને ફરાર, વિદ્યાર્થીઓ ફસાયા

શહેરમાં ગોતાની જાણીતી કોલેજના કર્મચારીએ ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોલેજના કર્મચારીએ વિદ્યાર્થી પાસેથી ફીના પૈસા ઉઘરાવીને ઠગાઈ કરી અને સામેથી રાજીનામુ આપી દેતા ચકચાર મચી જવા પામી છે. 17 લાખની ઠગાઈ કરી કર્મચારી નાસી છુટ્યો હતો. સોલા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલી આદિત્ય સીલ્વર ઓક ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કોલેજ સાથે રૂ 17 લાખની છેતરપિંડી થતા સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે. 
અમદાવાદની જાણીતી કોલેજનો ક્લાર્ક લાખો રૂપિયાની ફી લઇને ફરાર, વિદ્યાર્થીઓ ફસાયા

અમદાવાદ : શહેરમાં ગોતાની જાણીતી કોલેજના કર્મચારીએ ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોલેજના કર્મચારીએ વિદ્યાર્થી પાસેથી ફીના પૈસા ઉઘરાવીને ઠગાઈ કરી અને સામેથી રાજીનામુ આપી દેતા ચકચાર મચી જવા પામી છે. 17 લાખની ઠગાઈ કરી કર્મચારી નાસી છુટ્યો હતો. સોલા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલી આદિત્ય સીલ્વર ઓક ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કોલેજ સાથે રૂ 17 લાખની છેતરપિંડી થતા સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે. 

કોલેજનો કર્મચારી જીજો જેકોબ કાકાશેરીએ વિદ્યાર્થીઓની ફીના નાણાની ઉચાપત કરીને લાખોનુ કૌભાંડ આચર્યુ હોવાનુ કોલેજના વહિવટી મંડળના ધ્યાને આવ્યું હતું.  કોલેજમા ERP સોફટવેરમા વિદ્યાર્થીઓની ફીનુ કલેકશન થતુ હોય છે.  જે ડિઝીટલ કે ચેકથી ફી ઉઘરાવવાની હોય છે. પરંતુ આરોપી જીજો જેકોબએ વિદ્યાર્થીને રોકડ ફી ભરવા માટે રૂ 10 ટકાના ડિસ્કાઉન્ટની લાલચ આપીને  વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા. નકલી ફીની રસીદો પણ આપી હતી. આ ડીસ્કાઉન્ટની સ્કીમને લઈને એક વિદ્યાર્થીએ વાંધો ઉઠાવતા આરોપી  જેકોબનો ભાંડો ફુટયો હતો. સ્કુલ મેનેજમેન્ટએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી કોલેજના એકઝ્યુક્યુટીવ ડીરેક્ટર જનક ખાંડવાલાના જણાવ્યા પ્રમાણે જીજો જેકોબ છેલ્લા ચાર વર્ષથી આદિત્ય સીલ્વર ઓફ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કોલેજમા ફી કલેકશન વિભાગમા નોકરી કરતો હતો. જે કોલેજના  ERP સોફટવેરમા ફી કલેકશન ઓપરેટર હોવાથી માર્ચ 2018થી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને લાખો રૂપિયાનુ કોલેજને ચુનો લગાવ્યો હતો. જેની માહીતી સ્કુલના મેનેજમેન્ટને થતા તેમણે સોફટવેરનુ ઓડીટ શરૂ કર્યુ. આ ઓડીટ દરમ્યાન આરોપી જીજો જેકોબના કૌભાંડનો પ્રર્દાફાશ થયો.

એ ડીવીઝનના એસીપી મુકેશ પટેલના જણાવ્યા પ્રમાણે સોલા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. જો કે કોલેજમાંથી રૂ 17 લાખની ઉચાપત કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. હાલમા સોલા પોલીસે આરોપીના ઘરે સર્ચ કરીને તેની ઘરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી છે. આ કૌભાંડમા અન્ય કોઈ વ્યકતિની સંડોવણી છે કે નહિ તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news