કોંગ્રેસે કહ્યું લગ્ન પહેલા કે લગ્ન પછી પ્રેમ તો કરવો જ જોઇએ, ભાજપે કહ્યું માર ખવડાવશો
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : લવ જેહાદનો કાયદો આજેગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. આ કાયદો પાસ થયા બાદ ભાજપનાં મોટા ભાગનાં નેતાઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ કાયદો પાસ કરાવીને હવે મને લાગી રહ્યું છે કે, મારૂ જીવન સફળ થયું. જીવનમાં મે કાંઇક કર્યું હોવાનું મને લાગી રહ્યું છે. તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યપ્રધાને પણ કાયદા અંગે ખુશી વ્યક્ત કરી હતી. હવે હિંદુ બેનદિકરીઓ ગુજરાતમાં સુરક્ષીત છે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.
જો કે આ કાયદા અંગે ગૃહમાં બોલવા માટે કોંગ્રેસી નેતાઓ પણ ઉભા થયા હતા. જેમાં કેટલાક નેતાઓ દ્વારા અનેક ચોંકાવનારા દાવાઓ કરવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસનાં ઉપનેતા શૈલેષ પરમાર જ્યારે બોલવા માટે ઉભા થયા ત્યારે તેમણે કહ્યું કે, જીવનમાં એકવાર દરેક વ્યક્તિએ પ્રેમ કરવો જોઇએ. લગ્ન પહેલા કે લગ્ન પછી પ્રેમ કરવો જોઇએ.તેમણે કહ્યું કે, લગ્ન પહેલા તક ન મળી હોય તો લગ્ન પછી પણ પ્રેમ કરી શકાય. તેમના આ નિવેદન બાદ સમગ્ર ગૃહમાં હસાહસી ફેલાઇ ગઇ હતી.
શૈલેષ પરમારે જણાવ્યું કે, લગ્ન પહેલા મે પણ પ્રેમ કર્યો હતો. જો કે આ શબ્દો સાંભળ્યા બાદ ભાજપના સીનિયર નેતા આત્મારામ પરમારે જણાવ્યું કે, લગ્ન પછીનો પ્રેમ કરવાનું કહીને તમે ગૃહના અનેક સભ્યોને માર ખવડાવશો. જેના જવાબમાં શૈલેષ પરમારે કહ્યું કે, માર ખાવાનું તમારે ભાગે આવશે. જેના કારણે ગૃહમાં હસાહસી ફેલાઇ ગઇ હતી. જો કે કોંગ્રેસનાં ભારે વિરોધ છતા લવ જેહાદ અંગેનો કાયદો સર્વાનુમતે પાસ થઇ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે