પ્રાકૃતિક પાઠશાળા: જાણો શું છે પ્રાકૃતિક ખેતીનો ઉદ્દેશ
Trending Photos
પ્રાકૃતિક પાઠશાળા: ગુજરાતમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલખ નફો કમાઈ રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ. પ્રકૃતિના નિયમોને જાણી, પ્રકૃતિને પોતાની રીતે વિકસીત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા જ તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે જેથી સંશાધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે.
આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ એટલે ખેડૂતની સમૃદ્ધિ, ધરતી માનું રક્ષણ, પર્યાવરણનું સંરક્ષણ અને જૈવ વિવિધતાનું જતન. ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. પ્રાકૃતિક ખેતી અંગે યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ તેમજ વૈજ્ઞાનિક સંશોધનને વેગ આપવા માટે સ્નાતક-અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ઘડવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. જે અંગે બજેટમાં ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે.
પ્રાકૃતિક કૃષિ એટલે ખેડૂતની સમૃદ્ધિ, ધરતી માનું રક્ષણ, પર્યાવરણનું સંરક્ષણ અને જૈવ વિવિધતાનું જતન. પ્રાકૃતિક કૃષિ અપનાવીએ, આત્મનિર્ભર ગુજરાત બનાવીએ. pic.twitter.com/fo1FVwy8bu
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) March 15, 2022
ત્યારે આ અભ્યાસ તૈયાર કરવા ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક અગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં આઠ સભ્યોની કમિટી બનાવાશે. પંચમહાલના હાલોલ ખાતે યુનિવર્સિટીનું મુખ્ય મથક સ્થપાશે. પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનને વેગ મળશે અને ખેડૂતોનું નિષ્ણાંતોનું માર્ગદર્શન મળશે. પ્રાકૃતિક ખેતીનો ઉદ્દેશ માત્ર એટલો છે કે, ખેતીમાં ખર્ચ ઓછો કરવો, ટકાઉ અને સ્વસ્થ ઉત્પાદન મેળવવું, જમીનનું સ્વાસ્થ્ય સુધારવું, જમીનની ઉત્પાદકતા વધારવી અને કૃષિ ઉત્પાદનને જરૂરી એવી જીવાતી વૃદ્ધિ પ્રદાન કરવી છે.
અન્ય સમાચાર અહીં વાચો:-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે