હોટલ્સમાં અંગત પળો માણતા કપલ નકલી પોલીસ માટે કમાઉ દિકરો સાબિત થઇ રહ્યા છે

હોટલ્સમાં અંગત પળો માણતા કપલ નકલી પોલીસ માટે કમાઉ દિકરો સાબિત થઇ રહ્યા છે

- પૂર્વ વિસ્તારમા નકલી પોલીસનો આંતક યર્થાવત
- નકલી પોલીસની ટોળકી પોલીસ ગિરફતમા
- કપલોને ટાર્ગેટ કરીને ફરિયાદ કરવાની ઘમકી આપીને પડાવતા પૈસા

ઉદય રંજન/અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં નકલી પોલીસ બની તોડ કરવાના કિસ્સાઓ વઘી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો રામોલ વિસ્તારનો સામે આવ્યો છે. જેમા રિંગરોડ પર કપલને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઇ છે. પૂર્વ વિસ્તારમા નકલી પોલીસનો આતંક અસલી પોલીસ કરતા પણ વધી રહ્યો છે. 

પોલીસ ગિરફતમા રહેલ નકલી પોલીસની ટોળકીએ દસ દિવસમા 8 જેટલા કપલો પાસેથી હજારો રૂપિયા પડાવ્યા છે. નકલી પોલીસની મોડ્સઓપરેન્ડી વાત કર્યે તો વસ્ત્રાલ રિંગરોડ પર રહેલી હોટલમા જતા કપલોને ટાર્ગેટ કરીને ધમકાવી ડરાવીને પૈસા પડાવતા હતા. નકલી પોલીસની ટોળકીમા બે આરોપી હોટલની બહાર વોંચા રાખી બેઠા હોય અને હોટલથી બહાર કપલ આવતા જ બે આરોપીને તે કપલની જાણકારી આપી દેવા આવે અને બાદમા બે આરોપી કપલની પાછળ પીછો કરીને તેના રિંગરોડ પર ઉભા રાખીને પોલીસની ઓળખ આપતા હતા. નકલી પોલીસ પુરુષને બળાત્કારનો કેસ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા. નકલી પોલીસ પર કોઇને શંકા ન જાય તે માટે ડી સ્ટાફ રહેલ સ્પોર્ટશુઝ પહેરીને આવતા હતા. જો કે પોલીસની જેમ મોટા અવાજથી વાતો કરીને કપલ્સને ધમકાવતા હતા. આમ કરી 8 જેટલા કપલ્સ જોડેથી પૈસા પડાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

ઝડપાયેલ નકલી પોલીસની ટોળકીમાં મુખ્ય આરોપી અયુબસા  દીવાન મૂળ રખિયાલનો રહેવાસી છે. જેને પોલીસ બે દિવસ પહેલા ધરપકડ કરી હતી પરંતુ તેની ટોળકીના 3 સાગરિતોને સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંન્ચ મદદથી પકડી પાડ્યા છે. નકલી પોલીસ ટોળકીમાં પકડાયેલ મોહમંદ સલીમ, યાસીન કુરેશી અને અબદુલ રફીકની રખિયાલ વિસ્તારમાથી ધરપકડ કરવામાં આવી છે. ચારે આરોપી પુછપરછ માત્ર કપલને પોલીસ ઓળખ આપી કેસ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા હતા.

નકલી પોલીસની ટોળકી અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમા આરોપી અયુબસા દીવાન મર્ડરના ગુનામાં પકડાયેલ છે. પોલીસ તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા કપલને નકલી પોલીસ ભોગ બન્યા છે. ઉલ્લેખનિય છે કે રામોલ પોલીસ મથકમાં એક પણ કપલ ફરિયાદ નોધાવા આવ્યા નથી. જેને લઇ પોલીસે મિડિયાના માધ્યમથી આવા નકલી પોલીસથી ભોગ બનેલા લોકો પોલીસ સંપર્ક કરવા અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news