નકલી પોલીસ News

RAF કોન્સ્ટેબલ ડબલ કમાણી માટે બન્યો નકલી પોલીસ કોન્સ્ટેબલ, અનેક યુવતીઓને બનાવી શિકાર
નરોડા પોલીસે RAFના કોન્સ્ટેબલ સહીત એક નકલી પોલીસ ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મીની ઓળખ આપી પ્રેમી પંખીડા પાસે પાસેથી તોડ કરતા હતા. બે પૈકી એક આરોપી વિરુદ્ધ આગાઉ પણ ચાર ગુના નોંધાયેલ છે. નરોડા પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ બંને શખ્સોના નામ છે અમિત નાગર(જમણે) અને ( ડાબી બાજુ ) યુનુસ રાણા. આ બંને શખ્સો સહીતના ચાર શખ્સો પૂર્વ વિસ્તારમાં હોટેલની બહાર વોચ ગોઠવીને બેસતા અને કોઈ પ્રેમી પંખીડા હોટેલમાંથી અંગત પળો માણીને જેવા જ નીકળતા હતા અને તેને થોડા આગળ જાય અને ઉભા રાખીને પોલીસ અથવા ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મીની ઓળખ આપી કેસ કરવાનો ડર દેખાડતા હતા.
Dec 4,2020, 19:17 PM IST
સાવધાન ! પોલીસ તો ઠીક હવે નાર્કોટિક્સ બ્યુરોના પણ નકલી અધિકારીઓ ફરી રહ્યા છે
 ઓઢવ જીઆઇડીસીમાં અગરબત્તની ફેકટરીમાં દમ મારીને તોડ કરવા જતાં ડ્રગ્ગ વિભાગના નકલી અધિકારીને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં ફેકટરીના માલિક પાસે જાત જાતના દસ્તાવેજો માગીને કંપનીને બંધ કરાવવાની ધમકી આપી હતી. પોલીસે તેની પાસેથી નકલી પ્રમાણપત્રો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નિકોલ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તા પાસે દિવ્ય રેસિડેન્સીમાં રહેતા અને ઓઢવ સિંગરવા જીઆઇડીસીમાં કલ્યમ એરોમેટિક પ્રા. લી. નામે  ફેકટરી ધરાવતા સંદિપભાઇ પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે, કે તેઓ અલગ-અલગ ફ્લેવરની અગરબત્તી બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે. ગઇકાલે સવારે તેમની ફેકટરીમાં એક વ્યક્તિએ આવીને પોતે ડ્રગ્સ વિભાગના વિઝિલન્સ અધિકારી એ.કે.પટેલ હોવાની ઓળખ આપી હતી.
Oct 3,2020, 16:59 PM IST

Trending news