Christmas પહેલાં 1800 પરિવાર પર સંકટ, બંધ થશે ભારતમાં જનરલ મોટર્સનો પ્લાન્ટ

આ પ્લાન્ટ મહારાષ્ટ્રના તાલેગાવમાં છે. કંપનીએ 1996માં ભારતમાં ઓપરેશન શરૂ કર્યું હતું. આ સોદાને પુરો થતાં જ જનરલ મોટર્સનો ભારતમાં ઓપરેશન સંપૂર્ણપણે બંધ થઇ જશે.

Christmas પહેલાં 1800 પરિવાર પર સંકટ, બંધ થશે ભારતમાં જનરલ મોટર્સનો પ્લાન્ટ

નવી દિલ્હી: ક્રિસમસ પહેલાં ભારતમાં સ્થિત વધુ એક બહુરાષ્ટ્રીય કંપની પોતાના પ્લાન્ટને બંધ કરવા જઇ રહી છે. કંપનીના આ પગલાંથી 1800 પરિવારો પર અસર પડશે. ભારત અને ચીનમાં ચાલી રહેલા તણાવના કારણે ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સ (General Motors) ભારતમાં પોતાના આખરી પ્લાન્ટ બંધ કરી દેશે. General Motors મહારાષ્ટ્ર સ્થિત પોતાના અંતિમ પ્લાન્ટને ચીનની સૌથી એસયૂવી (SUV) બનાવનાર કંપની ગ્રેટ વોલ મોટર્સ (Great Wall Motors)ને વેચવા માંગે છે. 

મહારાષ્ટ્રના તાલેગાંવમાં છે પ્લાન્ટ
આ પ્લાન્ટ મહારાષ્ટ્રના તાલેગાવમાં છે. કંપનીએ 1996માં ભારતમાં ઓપરેશન શરૂ કર્યું હતું. આ સોદાને પુરો થતાં જ જનરલ મોટર્સનો ભારતમાં ઓપરેશન સંપૂર્ણપણે બંધ થઇ જશે. 2017માં જનરલ મોટર્સએ ગુજરાતના હાલોલ સ્થિત બીજા પ્લાન્ટને ચીનની SAIC ને વેચી ચૂકી છે. હાલ આ પ્લાન્ટને એમજી મોટર્સ  (MG Motors) ઉપયોગ કરી રહી છે. તાલેગાંવ પ્લાન્ટમાં 1800 પગારદારો અને કલાકોના અનુસાર કામ કરનાર કર્મચારી કાર્યરત છે. 

ગ્રેટ વોલ મોટર્સ કરવા જઇ રહી હતી 7,300 કરોડ રૂપિયાનું રોકાણ
ચીનની ગ્રેટ વોલ મોટર્સ ભારતમાં 7,300 કરોડ રૂપિયા એટલે કે 1 અરબ ડોલરનું રોકાણ કરવા જઇ રહી હતી. કંપનીની યોજના પોતાની મુખ્ય SUV બ્રાંડ Haval અને ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતમાં લાવવાની હતી. ભારતમા6 આ રોકાણથી લગભગ 3,000 લોકોને સીધો રોજગારી મળી હતી. 

હવે સરકારે બનાવી દીધો છે સખત નિયમ
જોકે, એપ્રિલમાં ભારતે ચીન અને અન્ય પડોશી દેશોમાંથી રોકાણ માટે સખત નિયમ બનાવ્યા હતા અને જૂનમાં લદ્દાખમાં 20 ભારતીય સૈનિકોની હત્યા બાદ, મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે આ જીએમ-ગ્રેટ વોલ અને બે અન્ય સોદા (5,000 કરોડની કિંમત)ને પ્રતિબંધ લગાવી રહી છે. બંને દેશો વચ્ચે વધતી જતી શત્રુતા વચ્ચે, સરકારે પાડોશી દેશો પાસેથી તમામ રોકાણ નિર્ણયોની તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય ચીનથી આવનાર રોકાણને રોકવાનો હતો. તાલેગાંવ પ્લાન્ટનો ઉપયોગ કારોને નિર્યાત કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news