Assam Flood: પૂરે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, 3ના મોત- જુઓ Viral Video

અસમ રાજ્ય એએસડીએમએના પૂર રિપોર્ટ અનુસાર પૂરના પહેલાં તબક્કામાં 14 મે સુધી છ જિલ્લા-કછાર, ઘેમાજી, હોજઇ, કાર્બી આંગલોંગ પશ્વિમ, નાગાંવ અને કામરૂપ (મેટ્રો)ના 94 ગામમાં કુલ 24,681 લોકો પ્રભાવિત થયા છે. 

Assam Flood: પૂરે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, 3ના મોત- જુઓ Viral Video

Assam flood s first wave: અસમના છ જિલ્લાના લગભગ 25,000 લોકો આ વર્ષે રાજ્યમાં આવેલા પૂરની પ્રથમ લહેરથી પ્રભાવિત થયા છે. શનિવારે દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. 

અસમ અને પડોશી રાજ્યો (મેઘાલય, અને અરૂણાચલ પ્રદેશ) માં ગત કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ, ઘણી નદીઓના જળ સ્તર ધીમે ધીમે વધી રહ્યા છે અને કોપિલી નદીનું પાણી ખતરાના નિશાન ઉપર વહી રહ્યું છે. 

અસમ રાજ્ય એએસડીએમએના પૂર રિપોર્ટ અનુસાર પૂરના પહેલાં તબક્કામાં 14 મે સુધી છ જિલ્લા-કછાર, ઘેમાજી, હોજઇ, કાર્બી આંગલોંગ પશ્વિમ, નાગાંવ અને કામરૂપ (મેટ્રો)ના 94 ગામમાં કુલ 24,681 લોકો પ્રભાવિત થયા છે. 

— ANI (@ANI) May 15, 2022

પૂર પ્રભાવિત જિલ્લામાં 1732.72 હેક્ટર પાક ભૂમિ પણ જળમગ્ન થઇ ગઇ છે. કછાર જિલ્લામાં 21,000થી વધુ લોકૂ પ્રભાવિત થયા છે. સેના, અર્ધસૈનિક બળ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓએ શનિવારે કછાર જિલ્લ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોથી 2,150 લોકોને બચાવ્યા હતા. હોજઇ, લખીમપુર, નાગાંવ જિલ્લામાં ઘણા રસ્તાઓ, પુલ અને સિંચાઇ નહેરો ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news