આ હોસ્પિટલે ક્રિસમસમાં બાળકોનો જન્મ કરાવી માતા-પિતાનો આનંદ ડબલ કરી દીધો

25 મી ડિસેમ્બરની ઉજવણી દુનિયા ભરમાં થઇ રહી છે, ત્યારે આ દિવસે લોકો માટે મહત્વનો અને ખાસ બની રહેતો હોય છે. ત્યારે ખાસ કરીને ક્રિશ્ચયન લોકો માટે 25મી ડિસેમ્બરે તહેવાર છે. ત્યારે આ દીવસના ગર્ભવતી મહિલાએ પણ વધુ ખાસ અને યાદગાર બનાવ્યો છે. મેટરનિટી હોસ્પિટલમાં વર્ષના આવા દિવસની ખાસ ઈન્કવાયરી આવતી હોય છે. બાળકોના જન્મને લઇને ત્યારે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ સાનિધ્ય હોસ્પિટલમાં ડૉ.અર્ચના શાહે ઘણા દિવસથી ખાસ ઓપરેશન અને આયોજનબધ ચાર બાળકોના જન્મ કરવાયા છે.  

Updated By: Dec 25, 2020, 07:50 PM IST
આ હોસ્પિટલે ક્રિસમસમાં બાળકોનો જન્મ કરાવી માતા-પિતાનો આનંદ ડબલ કરી દીધો

ઉદય રંજન/અમદાવાદ : 25 મી ડિસેમ્બરની ઉજવણી દુનિયા ભરમાં થઇ રહી છે, ત્યારે આ દિવસે લોકો માટે મહત્વનો અને ખાસ બની રહેતો હોય છે. ત્યારે ખાસ કરીને ક્રિશ્ચયન લોકો માટે 25મી ડિસેમ્બરે તહેવાર છે. ત્યારે આ દીવસના ગર્ભવતી મહિલાએ પણ વધુ ખાસ અને યાદગાર બનાવ્યો છે. મેટરનિટી હોસ્પિટલમાં વર્ષના આવા દિવસની ખાસ ઈન્કવાયરી આવતી હોય છે. બાળકોના જન્મને લઇને ત્યારે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ સાનિધ્ય હોસ્પિટલમાં ડૉ.અર્ચના શાહે ઘણા દિવસથી ખાસ ઓપરેશન અને આયોજનબધ ચાર બાળકોના જન્મ કરવાયા છે.  

ગુજરાતના આ 5 દરિયાકાંઠા છે ફોરેનના બીચ કરતા પણ જોરદાર, એક મલાકાત જરૂર લેજો

બાળકોના માતા પિતાએ પહેલેથી જ 25મી ડિસેમ્બરના દિવસની માંગણી કરી હતી. જેને લઇને ડોક્ટર અર્ચના શાહે પહેલેથી જ કાળજી લઇને ગર્ભવતી મહિલાની એ પ્રકારે કાળજી લીધી હતી અને અંતે 25મી ડિસેમ્બરના દિવસે ચાર બાળકોના જન્મ કરાવ્યા હતા, ત્યારે દંપતીઓમાં વર્ષના આવા ખાસ દિવસના દિવસે બાળકને જન્મ આપવા માટેનો એક અલગ ક્રેઝ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. ત્યારે અમુક દંપતીઓ વર્ષમાં આવતી જન્માષ્મી, વેલેંટાઈન ડે, સહીતના શૈક્ષેણીક વર્ષમાં બાળકોની એડ્મીશનના માસ પ્રમાણે પણ બાળકનો જન્મ કરવાનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. 

સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ કરી આરોપીની યુવકની તરફેણ કરી, જજ પણ ચોંકી ઉઠ્યાં

આ પ્રસ્તુતિ દરમ્યાન ડોક્ટર પણ ખાસ ધ્યાન આપતા હોય છે. જેનાથી બાળક કે માતાને કોઈ તકલીફ ન પડે ત્યારે આ ઘટના જોતા એક વાત ચોક્સ યાદ આવે કે ડોક્ટરએ ભગવનનું બીજું  સ્વરૂપ છે. ક્રિસમસનાં તહેવાર એટલે કે 25 ડિસેમ્બરે આ બાળકનો જન્મ કરાવીને ડોક્ટર્સ દ્વારા વાલીઓનાં આનંદને બેવડાવી દીધો છે. વાલીઓમાં પણ તેની ખુબ જ ખુશી જોવા મળી રહી છે. તમામ બાળકો ખુબ જ હેલ્ધી છે. વાલી દ્વારા ડોક્ટર્સ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube