પત્નીએ પતિના આડા સંબંધો પકડી પાડતા પતિએ ઉપરથી નીચે ફેંકી અને...

શહેરના મેઘાણીનાગર વિસ્તારમાં એક પરિણીતાને  તેના પતિ, સાસુ, સસરાએ ઉપરથી નીચે ફેંકી હત્યાનો પ્રયાસ કોશિશ કર્યો છે. આરોપી પતિ પત્ની ઉપર શંકા કરતો હતો પરંતુ પત્નીએ પતિના અન્ય યુવતી સાથે સંબંધ પકડી પાડ્યા હતા. આ વાતથી ગુસ્સે થઈ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવા માં આવ્યું છે. 

Updated By: Jul 10, 2020, 01:13 AM IST
પત્નીએ પતિના આડા સંબંધો પકડી પાડતા પતિએ ઉપરથી નીચે ફેંકી અને...

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના મેઘાણીનાગર વિસ્તારમાં એક પરિણીતાને  તેના પતિ, સાસુ, સસરાએ ઉપરથી નીચે ફેંકી હત્યાનો પ્રયાસ કોશિશ કર્યો છે. આરોપી પતિ પત્ની ઉપર શંકા કરતો હતો પરંતુ પત્નીએ પતિના અન્ય યુવતી સાથે સંબંધ પકડી પાડ્યા હતા. આ વાતથી ગુસ્સે થઈ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવા માં આવ્યું છે. 

ચોમાસુ: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર, પાણીમાં તણાયેલા ત્રણેય મૃતદેહ મળ્યા

હોસ્પિટલમાં સારવાર લઈને પરત ઘરે જઈ રહેલ આ મહિલાએ આરોપ સાથે ફરિયાદ દાખલ કરી છે કે તેના સાસુ, સસરા અને પતિએ પહેલા માળેથી તેને નીચે પટકી હત્યાની કોશિશ કરી છે. મહિલાનો આરોપ છે કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા. જે તેને મોબાઈલમાં પકડી પાડ્યું હતું. આ મામલે તેને પોતાના સસરા અને સાસુને જાણ કરી હતી. 

વડોદરા: આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા યુવાને સુશાંત સિંહની જેમ ઇન્સ્ટા પોસ્ટ મુકી આત્મહત્યા કરી

સાસુ સસરાને જાણ કરતા પતિ ઉશ્કેરાઈ ગયો અને પત્નીને માર મારી બબાલ કરવા લાગ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મહિલાના લગ્ન 2010 માં થયેલ અને 2 મહિના બધું સારું ચાલ્યા બાદ પતિ મહિલા પર શંકા રાખી બબાલ કરતો હતો. જો કે ઘર તૂટે નહી તે માટે મહિલાના માતા-પિતાએ સમજાવી ઝગડો શાંત કરાવતા હતા. મહિલાના બાળકો પણ છે. પરંતુ આરોપીના અન્ય સ્ત્રી સાથે અફેર હોવાનું સામે આવતા તે ઉશ્કેરાઈ ગયો અને હત્યાની કોશિશ કરી નાખી. મહિલાનો આરોપ એ પણ છે કે તેના સાસુ સસરા પિયરમાંથી 5 લાખ લાવવાની દબાણ પણ કરી રહ્યા હતા. નોંધનીય છે કે સમગ્ર મામલે પોલીસે હાલ ફરિયાદ લઈ આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. જોકે હકીકત પરિવાર સામે લાવતા મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ બિછાને છે અને ન્યાયની અપીલ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર