પત્ની

આધુનિકતા કે વિકૃતી? પત્નીને નોનવેજ ખાવા બિયર પીવા કરતો દબાણ, સંતાનને બિયરના ટીન રમવા આપતો

ઝુંડાલમાં રહેતી પરિણીતાએ લગ્ન બાદ દુબઇ જઇને પાશ્યાત સંસ્કૃતિના રંગમાં રંગાયેલા પતિનો કડવો અનુભવ થયો હતો. તે પોતાની પત્નીને નોનવેજ ખાવા માટે મજબુર કરતો હતો. બિયર અને નોનવેજ ખાવાની ફરજ પાડતો હતો. આ ઉપરાંત પોતાના બે વર્ષ નાના પુત્રને બિયરના ખાલી ટીન રમવા માટે આપતો હતો. આ ઉપરાંત જો તે નોનવેજ ન ખાય તો શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આખરે તે પરિણીતાને મુકીને દુબઇ જતો રહ્યો હતો. જેના પગલે કંટાળેલી મહિલાએ સાસુ સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

Mar 28, 2021, 08:59 PM IST

Valsad: અલગ થવાની મનાઇ કરતા પત્નીનો આપઘાત, જે જોઇને પતિએ પણ કરી આત્મહત્યા

જિલ્લામાં સામાન્ય કંકાસથી કંટાળી એક દંપતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. તેમનો અંતિમ વિડિયો સામે આવ્યો છે. વલસાડના ડુંગળી નજીક આવેલા માલવણના અગાર ફળિયામાં રહેતા એક દંપત્તીએ ઘરકંકાસના કારણે આત્મહત્યાનો બનાવ બન્યો છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પ્રફુલ પટેલના પ્રિયંકા સાથે 2016માં લગ્ન થયા હતા. જો કે સાસુ વહુ વચ્ચે ઘરકંકાસના કારણે પ્રિયંકાએ પોતાના પતિને અલગ રહેવા જવા માટે અપીલ કરી હતી. જો કે પ્રફુલ પોતાના માતા પિતાને છોડવા માંગતો નહોતો.

Mar 7, 2021, 11:26 PM IST

યુવતીનો પતિ નિકળ્યો ગે, જો કે વગ વાપરીને ફરિયાદ ન થવા દીધી, આખરે યુવતી હાઇકોર્ટના શરણે

લગ્નજીવનમાં ભંગાણના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે પણ અહીં તો સજાતીય પતિના કારણે ઘરભંગાણ થયુ હોવાનું સામે આવ્યું છે. મૂળ સુરેન્દ્રનગરની યુવતીએ ના માત્ર પોતાના સાસરિયાવાળા પર ગંભીર આરોપ મૂક્યા છે સાથે જ પોતાનો પતિ સજાતીય હોવાનો અને સજાતીયોની દલાલી કરતો હોવાનો પણ આરોપ મૂક્યો છે અને અત્યારે આ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. 

Feb 27, 2021, 10:36 PM IST

પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને આત્મહત્યા કરી

પતિ પત્નીના ઘર કંકાસનો ખુબ જ દુખદ અંત આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજય શાંતિલાલ રાઠવા કાઠીયાવાડ મજુરીકામ માટે ગયા હતા. જો કે ત્યાં ગયા બાદ તેમની પત્ની રિસાઇને તેમના પિયર નસવાડી ખાતે પરત જતા રહ્યા હતા. જ્યારે તેમની પત્ની થોડા સમય બાદ રિસાઇને પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરા ખાતે જતી રહી હતી. વિજય ભાઇને બે સંતાનો છે. જેમાં મોટી દિકરી અને નાનો દિકરો સ્વરજ કુમાર છે. 

Feb 8, 2021, 09:00 AM IST

જામનગર: જીજાએ સાળીને કહ્યું ચાલ રૂમમાં સ્વર્ગ દેખાડું, અચાનક સ્વર્ગમાં પત્ની આવી ચડી અને...

જામનગરમાં એક વિચિત્ર કહી શકાય તેવી પ્રેમકથા સામે આવી હતી. જો કે આ પ્રેમકથાનો અંજામ કરૂણ આવ્યો હતો. મોડપર ગામના એક શ્રમિક ખેડૂતને પોતાની સાળી સાથે અનૈતિક સંબંધો હતા. જેની જાણ તેની પત્નીને થતા તેણે પતિને ઠપકા આપ્યો હતો. જો કે આ મુદ્દે લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.

Dec 3, 2020, 10:00 PM IST

પતિ પોતાની કમાણી છુપાવે તો RTI દ્વારા જાણી શકે છે પત્ની, જાણો શું છે નિયમ

સાદા કાગળ પર હાથ વડે લખેલી અથવા ટાઇપ કરેલી એપ્લિકેશન દ્વારા સંબંધિત વિભાગ પાસેથી જાણકારી માંગી શકો છો. એપ્લિકેશન સાથે 10 રૂપિયા ફી પણ જમા કરાવવી પડે છે. 

Nov 21, 2020, 06:08 PM IST

બનાસકાંઠા: સામાન્ય બાબતે બોલાચાલી અને પતિએ પત્નીને માર્યો કુહાડીનો ઘા

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં ઘરકંકાશ મામલે થયેલી બોલાચાલીમાં પતિએ જ પત્નીની કુહાડી વડે ક્રૂર હત્યા કરી દીકરીને પણ ઇજાઓ પહોંચાડી ફરાર થઈ જતા હત્યારા પિતાની હરકતને કારણે ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાને લઇ પુત્રએ પિતા સામે માતાની હત્યા કરવા મામલે ફરિયાદ નોંધાવતા પાલનપુર પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા પતિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Oct 3, 2020, 06:56 PM IST

સુરતમાં પ્રેમ લગ્ન, પત્ની પર શંકા આખરે રાક્ષસ બનેલા પતિએ બાળકીને બીજા માળેથી ફેંકી

* યુવતીએ પ્રેમને પામવા માટે પોતાના પરિવારનો પણ ત્યાગ કર્યો અને ભાગી ગઇ
* લગ્ન બાદ પતિ ચારિત્ર પર શંકા રાખીને વારંવાર મારઝુડ કરતો રહેતો હતો
* બાળકી પોતાની નહી હોવાનું કહીને પતિએ આચર્યું રાક્ષસી કૃત્ય

Sep 22, 2020, 11:20 PM IST

પત્ની પીડિત પુરૂષ: શ્રીમંત પરિવારની મહિલા રોજ દારૂ પી પોતાના પતિ સાથે કરતી એવું કામ કે...

સામાન્ય રીતે પતિ દ્વારા દારૂ પીને પોતાની પત્ની સાથે મારઝુડ કરવામાં આવતી હોય છે. આવા અનેક કિસ્સાઓ વારંવાર માધ્યમોમાં પણ ચમકતા રહે છે. જો કે આજે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મહિલા દારૂ પીને પોતાના પતિને ધમકાવતી હોવાની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. પતિ દ્વારા પોતાની જ પત્ની વિરુદ્ધ દારૂ પીધા બાદ મારઝુડ અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. 

Sep 18, 2020, 05:07 PM IST

પત્નીને રંગરેલિયા મનાવતી જોઇ ગુસ્સે ભરાયેલા પતિએ પ્રેમીની ગાડી સળગાવી અને પછી...

લગ્નોત્તર પ્રેમ સંબંધનો કરૂંણ અંજામ તાપીના વ્યારામાં આવ્યો છે, પતિએ પોતાની પત્નીનાં લગ્નેતર સંબંધોથી ત્રસ્ત થઇ ગયો હતો.

Sep 17, 2020, 08:25 PM IST

પત્ની અને ભત્રીજી અન્ય યુવક સાથે મનાવી રહી હતી રંગરેલિયા, અચાનક તે આવ્યો અને...

જિલ્લાનાં ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રોડ પરથી ગત મંગળવારે ધુવારણનાં યુવકની ગળે ટુંપો આપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

Sep 13, 2020, 09:05 PM IST

જમીન અને ઘર કંકાસથી કંટાળેલા પતિએ પત્ની સાથે કર્યું એવું કૃત્ય કે તમે પણ વરસાવશો ફિટકાર

તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ડીસાના રાણપુર ઉગમણાવાસ ગામના હરખાભાઇ અમરાભાઇ રાવળના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. અમીરગઢના કરજાપુરા ગામના કાકુસિંહ મફતસિહ સોનગરાને તેમની પત્ની વિજલબા સાથે કરજા ગામે આવેલ જમીન બાબતે ઘર કંકાસ ઘણા લાંબા સમયથી ચાલુ હતો. 

Sep 5, 2020, 04:37 PM IST

અમદાવાદ: પ્રેમીએ કહ્યું મારી સાથે છેલ્લો ટિકટોક વીડિયો બનાવી લે પછી તને પરેશાન નહી કરૂ અને...

  શાહપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને પૂર્વ પ્રેમી અવારનવાર ફોન કરી પરેશાન કરતો હતો. આ પરેશાનીમાંથી મુક્ત થવા પરણિતાને તેની સાથે ટિકટોક વીડિયો બનાવવાનું કહ્યું હતું. જે  ટિકટોક વીડિયો ઉતારી પતિને મોકલ્યો હતો. બંન્ને પતિ પત્નીને બદનામ કરી નાખશે તેમ કહીને પરેશાન કરતો હતો. જેથી પરિણીતાએ 29 જુને ઘરે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પરણિતાના પિતા દ્વારા શાહપુર પોલીસ સ્ટેશનમાં કનૈયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી  છે. 

Aug 29, 2020, 05:15 PM IST

5 વર્ષના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ, ખુલાસો થતા ગજબનો કિસ્સો આવ્યો સામે

અમદૂપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થવાના કેસમાં નવો વળાંક આવ્યો. નાના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલમાં પોલીસે માતાને બાળક સોંપીને હાશકારો અનુભવ્યો છે.

Aug 26, 2020, 02:58 PM IST

ગુજરાત પોલીસમાં ફરી કોરોના સક્રિય, કરાઈના ડેપ્યુટી ડાયરેક્ટર હરેશ દુધાત અને તેમના પત્ની પોઝિટીવ

કોરોનાનાં સમયમાં અમદાવાદ શહેરમાં લોકડાઉનનું કડક પાલન કરાવ્યા બાદ સરકાર દ્વારા કરાઈના ડેપ્યુટી ડાયરેક્ટર હરેશ દુધાતને સુરતમાં કોરોનાનાં કેસ વધતા ત્યાં વિશેષ સેવા માટે મોકલ્યા હતાં. હવે હરેશ દુઘાત અને તેમની પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ બન્નેને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

Aug 26, 2020, 11:26 AM IST

ચરિત્ર બાબતે શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી, પુત્રીને કહ્યું નવી મમ્મી લાવી આપીશ

શહેરના બરાનપુરા વિસ્તારમાં ચુનારવામાં રહેતા પતિએ પોતાની પત્ની પર વહેમ રાખીને પતિએ મિત્રોની મદદથી પોતાની જ પત્નીનું ઓશીકા વડે મોઢુ દબાવીને હત્યા કરી નાખી હતી. પત્નીના પરપુરૂષ સાથે આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યારા પતિએ જાગી ગયેલી દીકરીએ જણાવ્યું કે, તું રડીશ નહી તારા માટે બીજી મમ્મી લઇ આવીશ. જો આ વાત કોઇને પણ કહીશ તો તને પણ મારી નાખીશ.

Aug 14, 2020, 11:28 PM IST

અમદાવાદ: પતિ પોતાની ભાભી સાથે બેડરૂમમાં રંગરેલિયા મનાવી રહ્યો તો અને પત્ની આવી ગઇ અને...

લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે. જો કે વહુએ પહેલા તો આ વાત સાચી માની નહોતી. જ્યારે દોઢ વર્ષ બાદ પત્નીએ પતિ અને જેઠાણીને બેડરૂમમાં કઢંગી હાલતમાં એક જ પલંગ પર સાથે જોઇ ગઇ હતી. જેથી તેણે હોબાળો કર્યો હતો. પોતાના જેઠને પણ ફરિયાદ કરી હતી. જો કે જેઠે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધુ જ સહન કરવું પડશે.

Aug 14, 2020, 06:42 PM IST

પત્ની માટે હાઈટેન્શન લાઈનના ટાવર પર ચડી ગયો યુવક, પછી કરી એવી માગણી...પોલીસનો પિત્તો ગયો

પીયર ગયેલી પત્ની ઘરે પાછી ન ફરતા પરેશાન થયેલા ઉદયપુરના ખોલડી હીરાવત ફલાનો રહીશ યુવક શનિવારે 1 લાખ 35 હજાર કેવી લાઈનના વિદ્યુત ટાવર પર ચડી ગયો. યુવક ટાવર પર ચડી જતા ગ્રામીણોના શ્વાસ અદ્ધર થઈ ગયા અને ત્યાં ભેગા થઈ ગયાં હતાં.

Aug 2, 2020, 01:33 PM IST

ગાંધીનગર : પતિને રોમેન્ટિક ગેમ રમાડવાના બહાને આંખે પાટા બાંધી છરીના ઘા માર્યા અને પછી...

ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના ગાંધીનગરમાં બની હતી. ગાંધીનગરમાં એક પત્નીએ પોતાનાં પતિને ઝેર આપ્યું છતા તે મર્યો નહી એટલે ક્રાઇમ સિરિયલની જેમ પોતાના પતિ સાથે બેડરૂમમાં રોમાન્ટિક વાતો કરીને તેની આંખે પાટા બાંધી દીધા હતા અને રમત ચાલુ કરી હતી. પતિ પણ પત્નીની વાતોમાં આવીને આંખે પાટા બાંધી દીધા હતા. પાટા બાંધતાની સાથે જ પત્નીએ તેના પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. ચાકુ એટલા ઝનુનથી મરાયા હતા કે પતિના આંતરડા પણ બહાર નિકળી આવ્યા હતા. આ ઉપરાંત મહિલા રોજ સીઆઇડી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોતી હોવાનાં કારણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસ પકડથી તે બચી શકી નહોતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

Jul 20, 2020, 04:50 PM IST

પત્નીએ પતિના આડા સંબંધો પકડી પાડતા પતિએ ઉપરથી નીચે ફેંકી અને...

શહેરના મેઘાણીનાગર વિસ્તારમાં એક પરિણીતાને  તેના પતિ, સાસુ, સસરાએ ઉપરથી નીચે ફેંકી હત્યાનો પ્રયાસ કોશિશ કર્યો છે. આરોપી પતિ પત્ની ઉપર શંકા કરતો હતો પરંતુ પત્નીએ પતિના અન્ય યુવતી સાથે સંબંધ પકડી પાડ્યા હતા. આ વાતથી ગુસ્સે થઈ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવા માં આવ્યું છે. 

Jul 10, 2020, 01:13 AM IST