Religions: ધીમે રહીને એક નવા ધર્મએ મારી એન્ટ્રી, મુસ્લિમ દેશોમાં થયો હંગામો

રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી અબ્રાહમી ધર્મનો કોઇ પાયો રાખવામાં આવ્યો નથી અને ના તો તેના કોઇ અનુયાયી છે. એટલું જ નહી આ ધર્મનો કોઇ ધાર્મિક ગ્રંથ પણ નથી. સવાલ એ છે કે અબ્રાહમી ધર્મની ચર્ચા કેમ તેજ થઇ રહી છે અને તેનો અર્થ અને મહત્વ શું છે?

Religions: ધીમે રહીને એક નવા ધર્મએ મારી એન્ટ્રી, મુસ્લિમ દેશોમાં થયો હંગામો

નવી દિલ્હી: તાજેતરના દિવસોમાં અરબ દેશોમાં એક નવા ધર્મની ચર્ચા તેજ થઇ ગઇ છે અને નવો ધર્મ 'અબ્રાહમી ધર્મ' છે, જોકે અત્યાર સુધી ધર્મની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ઇજિપ્તમાં ધાર્મિક એકતા માટે શરૂ થયેલી ચળવળ ઇજિપ્ત ફેમિલી હાઉસની દસમી વર્ષગાંઠના અવસર પર અલ અઝહરના ટોચના ઇમામ અહમદ અલ તૈય્યબની આ ધર્મની લઇને કરવામાં આવેલી ટિપ્પણી બાદ ખૂબ ટીકા થઇ રહી છે. 

રાખવામાં આવ્યો નથી નવા ધર્મનો પાયો
રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી અબ્રાહમી ધર્મનો કોઇ પાયો રાખવામાં આવ્યો નથી અને ના તો તેના કોઇ અનુયાયી છે. એટલું જ નહી આ ધર્મનો કોઇ ધાર્મિક ગ્રંથ પણ નથી. સવાલ એ છે કે અબ્રાહમી ધર્મની ચર્ચા કેમ તેજ થઇ રહી છે અને તેનો અર્થ અને મહત્વ શું છે?

અબ્રાહમી ધર્મ શું છે?
વિશેષજ્ઞોનું કહેવું છે કે અબ્રાહમી ધર્મને અત્યારે એક ધાર્મિક પ્રોજેક્ટ માનવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇસ્લામ, ઇસાઇ અને યહૂદી ધર્મ વચ્ચે સમાનતાને ધ્યાનમાં રાખતાં પૈગંબર અબ્રાહમના નામ પર એક નવો ધર્મ બનાવવાની વાત થઇ રહી છે. તેનો હેતું ત્રણ ધર્મો વચ્ચેના મતભેદોને દૂર કરવાનો છે. અરબ દેશોમાં અબ્રાહમી ધર્મની ચર્ચા લગભગ એક વર્ષથી થઇ રહી છે અને તેના પર વિવાદ પણ થયો છે અપ્રંતુ અત્યારે અરબ જગતમાં ઘણા લોકો તેને લઇને અસમંજસમાં છે. 

કેમ થઇ રહ્યો છે? 
ઇજિપ્તમાં ધાર્મિક એકતા માટે ઇજિપ્ત ફેમિલી હાઉસની દસમી વર્ષગાંઠના અવસર પર અલ-અઝહરના સર્વોચ્ચ ઇમામ અહમદ અલ તૈય્યબએ ધર્મની ટીકા કરતાં કહ્યું કે જે લોકો ઇસાઇ, યહૂદી અને ઇસ્લામના એકકીકરણનું આહ્વાન કરશે, તે આવશે અને કહેશે કે તેમને તમામ બુરાઇઓમાંથી છુટકારો મળી જશે. પરંતુ બીજા ધર્મોનું સન્માન કરવું અને તેમને માનવા બંને અલગ-અલગ વસ્તુઓ છે. તેમના અનુસાર તમામ ધર્મના લોકોને એકસાથે લાવવા અસંભવ છે. ઇજિપ્તના કોપ્ટિક પાદરીઓએ પણ અબ્રાહમી ધર્મના અસ્તિત્વનો વિરોધ કર્યો. ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું છે કે અબ્રાહમી ધર્મ છેતરપિંડી અને શોષણની આડૅમાં એક રાજકીય આહવાન છે. 

યૂએઇ સાથે શું સંબંધ?
હકિકતમાં સંયુક્ત અરબ અમીરાતે ઇઝરાઇલની સાથે સંબંધોને સુધારવા માટે એક કરાર કર્યો છે, જેને અબ્રાહમી કરાર કહેવામાં આવે છે. એટલા માટે સંયુક્ત અરબ અમીરાત પર ધર્મને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. હવે ઇઝરાઇલની સાથે સ્થિતિ સામાન્ય હોવાની વચ્ચે અબ્રાહમિક ધર્મ પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓને બહાનું મળી ગયું, તેમણે પણ નવા ધર્મનો વિરોધ કરવાનું બહાનું સંયુક્ત અરબ અમીરાતમાં સ્થિતિ સામાન્ય કરવાનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news