ગુજરાતનો સૌથી ચોંકાવનારો કેસ! માતાજીના કહેવાતા ભુવાજીએ પ્રેમીકાનું કાસળ કાઢવા રચ્યું ખોટું નાટક

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દેખાતા બંને યુગલોમાં મૃતક ધારા કડીવાર અને સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવાજી છે. મૃતક મહિલા પોતાના પ્રેમીને જ પોતાની દુનિયા માનતી હતી, પણ પ્રેમી એ જ પ્રેમિકાની દુનિયાનો અંત લાવવાનો પ્લાનિંગ કરી નાખ્યો હતો.

ગુજરાતનો સૌથી ચોંકાવનારો કેસ! માતાજીના કહેવાતા ભુવાજીએ પ્રેમીકાનું કાસળ કાઢવા રચ્યું ખોટું નાટક

મૌલિક ધામેચા/ અમદાવાદ: પ્રેમિકાથી પીછો છોડાવવા માટે પ્રેમી ભુવાજીએ હત્યાનું કાવતરું રચ્યું અને એક વર્ષ બાદ હત્યાનો ભાંડો ફૂટતા એક મહિલા સહિત 8 આરોપીઓની ઝોન 7 LCB ટીમે ધરપકડ કરી. જુઓ રિલ લાઈફની સ્ટોરીને પણ ટક્કર મારતી રિયલ લાઈફમાં હત્યાની સનસની ખેજ ઘટના. 

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દેખાતા બંને યુગલોમાં મૃતક ધારા કડીવાર અને સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવાજી છે. મૃતક મહિલા પોતાના પ્રેમીને જ પોતાની દુનિયા માનતી હતી, પણ પ્રેમી એ જ પ્રેમિકાની દુનિયાનો અંત લાવવાનો પ્લાનિંગ કરી નાખ્યો હતો. તે વાતનો ખ્યાલ મૃતક ધારાને સપને ય નહિ વિચાર્યું હોય. ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો ગત 20 જૂન 2022 ના રોજ ધારા કડીવાર જૂનાગઢથી આરોપી મિત શાહ અને સુરજ સોલંકી ઉર્ફે ભુવાજી સાથે નીકળેલી. જોકે તે પહેલા જ તેની હત્યાનો પ્લાનિંગ થઈ ગયો હતો અને ધારાને અમદાવાદ લાવવાને બદલે ચોટીલા પાસેના વાટાવછ લઈ જવાઈ. 

No description available.

જ્યાં આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી સૂરજ ભુવાજીનો ભાઈ યુવરાજ સોલંકી અને મુકેશ સોલંકી, ગુંજન જોશીએ ધારાને ધમકાવીને સૂરજ સામે કરેલા કેસ પરત ખેંચી લેવા તકરાર કરી. અને તે જ સમયે આરોપી મિત શાહે ગળું દબાવી ધારાની હત્યા કરી નાખી. બાદમાં તુરંત જ ધારાના કપડાં અને મોબાઇલ લઈ અગાઉથી જ પુરાવાનો નાશ કરવા ધારાના મૃતદેહને આરોપી યુવરાજ સોલંકીની વાડીમાં જ સળગાવી દીધી. જોકે ધારાના મૃતદેહનો નિકાલ કરવા લાકડા, પેટ્રોલ અને ઘાસચારો પણ અગાઉથી જ પકડાયેલા આરોપીઓએ પ્લાનિંગ મુજબ મંગાવી રાખેલો હતો.

ધારાની હત્યા કેસની આ કહાની માત્ર આટલે જ ન અટકી પરંતુ પોલીસને ગુમરાહ કરવા આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ મિત શાહ અને સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી અમદાવાદ આવ્યા. બાદમાં આરોપી મિત શાહે માતા મોના શાહને મૃતક ધારાના કપડાં પહેરાવી પાલડી અને સનાથલ વિસ્તારમાં ફેરવામાં આવી. અને તે જ સમયે અન્ય આરોપીઓ યુવરાજ અને ગુંજન ધારાનો મોબાઈલ લઈ મુંબઈ પહોંચ્યા હતા. જ્યાંથી સંજય સોહેલિયા નામના આરોપીના મોબાઈલ પર એક મેસેજ કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનું શરૂ કરાયું. 

No description available.

ધારાના આ મેસેજમાં એવું લખવામાં આવ્યું કે હું મારી ઇચ્છાથી જ સૂરજને છોડીને દૂર જઈ રહી છું તો પોલીસની માથાકૂટમાં પડતા નહિ. અને તે જ મેસેજના આધારે મિત શાહ, સૂરજ ભુવાજી અને સંજય સોહેલિયાએ ધારાની ગુમ થયા અંગેની જાણવાજોગ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલ આઠ આરોપીઓ સુધી પોહચી હતી. 

પકડાયેલ આરોપીઓમાં ગુંજન જોશી (સફેદ શર્ટ), સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી (વાદળી શર્ટ), મુકેશ સોલંકી (પીળી ટીશર્ટ), યુવરાજ સોલંકી (કાળી ટીશર્ટ),સંજય સોહેલિયા (ક્રીમ ટી શર્ટ),જુગલ શાહ (મરૂન શર્ટ),મિત શાહ (કાળી ટી શર્ટ), મોના શાહ(લાઈનીંગ કુર્તો )ની ધરપકડ કરતા આખાય ગુનામો ભેદ ઉકેલાયો હતો. 

No description available.

મહત્વનું છે કે ઝોન 7 LCB ટીમે ઝીરો નંબરથી મૂળ જૂનાગઢની રહેવાસી ધારાના હત્યા, ગુનાહિત ષડયંત્ર અને પુરાવાના નાશ કરવા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ માટે જૂનાગઢ બી ડીવીઝન  પોલીસને સોપાઈ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે જુનાગઢ પોલીસ હવે આરોપીઓને સજા અપાવવા ગુના સલગ્ન કેટલા પુરાવા એકત્ર કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news